________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા
૧૯૧ આ મારી ભુજારૂપી ઉદરમાં લીન થયેલી સદા સુખથી લાલન પામેલી મિથ્યાત્વીનારીઓના ચંડ-કર્કશ દુર્વચનના સમૂહને કેવી રીતે સહન કરશે ? ૩૬રા.
જેણીએ ઘણા પ્રકારનું રસથી સમૃદ્ધ ભોજન કર્યું છે, તે સારી-નરસી બીજાએ આપેલી ભિક્ષા કેવી રીતે જમશે ? ૩૬૩
વીણાંવંશના શબ્દથી ગવાતી તે સૂતેલી નિદ્રાસુખને લેતી હતી તે અત્યારે કર્કશ જમીન ઉપર નિદ્રા કેવી રીતે મેળવશે ? ૩૬૪.
તે સીતા ઘણા ગુણ સમૂહનું ઘર શીલવતી સદા અનુકૂળ હતી, મૂઢ એવો હું પરિવાદથી હારી ગયો. ૩૬પા
આવું બીજુ વિચારીને ત્યાં પરમાર્થ-કર્તવ્યને જાણનારો રામ ત્યારે સીતાને પ્રણામ કરે છે, ત્યારપછી રામ કહે છે “એક જ સાથે રહેલા મેં તમારા પ્રત્યે જે કંઈ ખોટું વર્તન કર્યું હોય, તે ક્ષમા કરજો . ||૩૬૭ી.
એ પ્રમાણે તે સીતા લક્ષ્મણ વગેરે રાજાઓ દ્વારા અભિવંદન કરાઈ ત્યારે અધિક ખુશ થયેલ હૃદયવાળા તે બધાની સાથે ૩૬૮
સીતાને વંદન કરી અને આશિષ મેળવી અભિવંદી રામ ચાલ્યો. સુભટ સમૂહથી પરિવરેલો રામ પોતાના ભવને પહોંચ્યો. ૩૬૯.
સીતા પણ નિરતિચાર ચારિત્ર પાળી અંતે અનશનની વિધિથી મરીને અશ્રુત દેવલોકમાં ઇન્દ્ર થઈ. ૩૭૦
અન્ય ભવમાં (પૂર્વભવમાં) વેગવતી નામની (સીતાએ) લોકો વડે પૂજાતા સુદર્શન નામના સાધુ જોયા. ૩૭૧.
ત્યારે માત્સર્યથી ત્યાં બધા લોકોને વેગવતીએ કહ્યું કે આ સાધુ બગીચામાં મેં મારી સાથે જોયેલા. ૩૭રા.
તેથી ગ્રામજનો મુનિવરનો અનાદર કરવા લાગ્યા. તે ધીર પુરુષે તરત જ અભિગ્રહ કર્યો. ||૩૭૩
જો શરમ વગરના દુર્જનના નિમિત્તે ઊભો થયેલો આ દોષ મટશે તો આહાર લઈશ” અને સાધુઓને એમ કહ્યું. ૩૭૪ો ત્યારે વેગવતીના મુખને દેવતાના નિયોગ-નિર્દેશથી ચૂપ કરી દીધું. તેથી તે બોલી કે તમોને મેં ખોટું કહ્યું. [૩૭૫
તેથી બધા લોકો મુનિવર ઉપર ઘણા જ ખુશ થયા. અને સન્માનપ્રીતિ વગેરે કરનારા ગુણ ગહનમાં તત્પર બન્યા. ||૩૭૬ll
એ ન્યાયથીમુનિવરના કલંકની જે શુદ્ધિ કરી તેથી આ જનકપુત્રીની શુદ્ધિ થઈ, ૩૭ળા
જિનધર્મમાં અભિરત-મસ્ત બનેલ પુરુષે કે નારીએ દેખેલો કે સાંભળેલો પરનો દોષ તે ક્યારેય (કોઈને) ન કહેવો. ૩૭૮
રાગથી કે દ્વેષથી જે સંયતના દોષને બોલે છે તે જીવ હજારો દુઃખ અનુભવતો સંસારમાં રખડે છે. ૩૭.