________________
મૂળશુદ્ધિ ભાગ-૨
અરે નમ: હૈ નમઃ | बुद्धितिलकशांतिरत्नशेखरसद्गुरुभ्यो नमः
(साध्वीकृत्याख्यं पञ्चमस्थानकम्) વ્યારાતં વાર્થ સ્થાનમ્ ચોથા સ્થાનકની વ્યાખ્યા કરી લીધી, હવે પાંચમાની શરૂઆત કરે છે, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે કે, પહેલા સાધુકૃત્ય કહ્યું છે, અને લગભગ તેવું જ કૃત્ય સાધ્વીનું છે, તેથી તેની પછી સાધ્વી માટે જે કરવા યોગ્ય છે તે જણાવવું જોઈએ. સાધુનું કૃત્ય કહી દીધું તેના પછી અવસરપ્રાપ્ત સાધ્વીકૃત્ય છે. એથી સાધ્વીકૃત્ય નામનું સ્થાનક આવ્યું. તેની પ્રથમ ગાથા આ છે...
साहूण जं पावयणे पसिद्धं, तं चेव अज्जाण वि जाण किच्चं ।
पाएण ताणं नवरं विसेसो, वट्टावणाई बहुनिज्जरं ति ॥१०१॥ ગાથાર્થ ” સાધુઓનું જે કૃત્ય જિનશાસન - આગમમાં પ્રસિદ્ધ છે, તે જ કૃત્ય પ્રાય:કરીને સાધ્વીનું પણ જાણવું, તેમાં આ વિશેષ છે. તે સાધ્વીઓ જે સંયમના આચાર વિગેરેમાં પ્રવર્તે છે, એઓને જે સંયમમાં પ્રવર્તાવે છે (એટલે સંયમમાં પ્રવૃત્તિ કરવી કે કરાવવી) તે ઘણી નિર્જરા કરાવનાર છે.
પ્રશ્ન- આ કૃત્યનું આચરણ બહુનિર્જરા કરાવનાર છે, એમાં શું કારણ ?
ઉત્તર : જિનેશ્વરે આ કૃત્ય ફરમાવેલ હોવાથી અને જે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તે તો મોક્ષનું કારણ હોય જ છે. એથી ગ્રંથકાર જિનાજ્ઞાનું મહત્ત્વ દર્શાવવા કહે છે કે.....I૧૦૧ાા.
जिणाणाए कुणंताणं, नूणं निव्वाणकारणं । ___ सुंदरं पि सबुद्धीए, सव्वं भवनिबंधणं ॥१०२॥
ગાથાર્થ – તીર્થંકરના ઉપદેશથી કૃત્યને કરનાર આત્માઓને તે કૃત્ય નિર્વાણનું કારણ બને છે, અને પોતાની ઇચ્છા મુજબ સાધ્વીકૃત્ય તો શું ? પરંતુ કરવામાં આવતું સર્વ સારું કૃત્ય પણ સંસારનું કારણ બને છે.
પંચાશકમાં કહ્યું છે કે પોતાની મતિ મુજબની સર્વ પ્રવૃત્તિ આજ્ઞા-બાહ્ય હોવાથી સંસારરૂપી ફળને જ આપનારી છે. એટલે તીર્થકરને ઉદ્દેશીને પ્રતિમાની પૂજા જ કરતા હો તો પણ જો શાસ્ત્ર એક બાજુ મૂકી તમારી મતિકલ્પનાથી પૂજા કરો તો પ્રભુની પૂજા હોવા છતાં પરમાર્થથી-વાસ્તવિક રીતે તેમનો ઉદ્દેશ તેમાં રહેલો નથી, અરે ! આજ્ઞા બાહ્ય-નિરપેક્ષ હોવાથી જ તો તામલિતાપસ ૬૦,૦૦૦ વર્ષનો ઘોર તપ કરવા છતાં વિશેષ નિર્જરા ન કરી શક્યો. ૧૦૨
શંકા : શું આ સાધ્વીકૃત્ય આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તો મોક્ષ માટે થાય કે બીજું પણ કંઈ આનું ફળ છે ? એથી સમાધાન કરવા ગ્રંથકાર કહે છે કે...
जं जं जिणेहिं पन्नत्तं वेयावच्चाइ कीई। तं तं विणिज्जराहेउ विसेसेण पुणो इमं ॥१०३॥