________________
૮૩
મૂળશુદ્ધિ ભાગ-૨
આ બાજુ તે ચિત્રજીવ દેવલોકથી એવી પુરિમતાલ નગરમાં મહેભ્યનો પુત્ર થયો. યૌવનવય પામેલો તે સૂરિવર પાસે દેવલોકના વર્ણનવાળી ધર્મદેશના સાંભલી જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું, તેથી ચારિત્રના પરિણામ જાગ્યા અને દીક્ષા લીધી. એકાકીવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરતો ત્યાં આવ્યો. ઉદ્યાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યો.
અરઘટ્ટી ચલાવતા ઉદ્યાનપાલકને તે અડધો શ્લોક બોલતા સાંભળી પૂછયું. યથાવસ્થિત વાતહકીકત કહી સંભળાવી, ત્યારે સાધુએ કહ્યું જો આમ છે તો રાજાની પાસે જઈને આમ બોલ, “અને વળી એક બીજાથી જુદા પડેલા આપણા બેનો આ છઠ્ઠો જન્મ છે. (૧૫૭)
તેણે જઇને શ્લોક બોલ્યો.રાજાએ કહ્યું “હે ભદ્ર ! સ્પષ્ટ કહે શું આ શ્લોક તેં પૂર્યો છે ?' તે બોલ્યો “હે દેવ ! મેં નથી પૂર્યો, પરંતુ ઉદ્યાનમાં રહેલા સાધુએ.' ત્યારે કંઈક ઉચિત દાન તેને આપી રાજા સાધુને વાંદવા ગયો. ભાવપૂર્વક વાંદીને તેમની પાસે બેઠો, ત્યારે આશીર્વાદ આપવા પૂર્વક સાધુ બોલ્યા.. “સંસારને અસાર જાણી હે રાજન ! દુઃખસમૂહને પેદા કરનાર તમામ પ્રમાદને નેવે મૂકી ધર્મ કરો (૧૫૮)
મહામોહમાં મુગ્ધ બનેલ જે માણસ ધર્મમાં પ્રમાદ કરે છે તે ખરેખર હે રાજન ! સેંકડો દુ:ખોના આવતવાળા સંસારમાં ભમ્યા કરે છે. (૧૫)
કારણ કે હે રાજન ! આ ભોગો નાગની ફણાની જેમ દુઃખકારી છે. તેથી આભોગોને તિલાંજલી આપી હે રાજન ચારિત્રને સ્વીકારો.” તેથી રાજા બોલ્યો “હે ભગવન્! દેવલોક સમા કોઈની તોલે ન આવે એવા આ ભોગો મેં પ્રાપ્ત કર્યા છે, અને વળી ધર્મનું પણ આખરે આજ ફળ છે ને ! (૧૬૧)
તેથી હે ભાઈ આ અતિઘોર વ્રતને છોડી મારા પુણ્યથી પ્રાપ્ત થયેલા અજોડ આ ભોગોને તું ભોગવ. (૧૬૨)
તને જ જાણવા માટે આ પાદનો મેં આશ્રય લીધો છે. તેથી મારા ઉપર કૃપાબુદ્ધિ કરી આ રાજય ભોગવ. (૧૬૩)
એમ બ્રહ્મદત્તે સાધુને કહ્યું ત્યારે સાધુ ફરી કહેવા લાગ્યા “હે નરપતિ ! મારેપણ મોટી ઋદ્ધિ હતી, પરંતુ દેશના સાંભળી બધુંય છોડી ભવનાભયથી ડરેલા મેં મોક્ષસુખના હેતુથી આ દીક્ષા લીધી છે. (૧૬૪)
તેથી જો તું યાદ કરતો હોય તો તે નરવર ! તે ગોવાળના ભવમાં આપણે દુઃખી દુઃખી બીજાનું કામ કરનારા દીન હીન (બની રોટલો રળતા) હતા તેથી પ્રમાદ મૂક અને વ્રત ગ્રહણ કર. (૧૬૬)
જો તને યાદ હશે જયારે આપણે દાસ હતા ત્યારે સાપે ખાધા, જેથી ખેતરમાં શરણવિહૂણા મરણ પામ્યા. તેથી પ્રમાદ છોડ અને વ્રત લે. તું યાદ કર, આપણે કાલિંજર વનમાં હરણાં હતાં, શિકારીએ એક બાણે આપણને વીંધી નાખ્યા. તેથી પ્રમાદ છોડ અને વ્રત ગ્રહણ કર. (૧૬)
તને યાદ આવતું હશે આપણે ગંગાતીરે હંસ હતા જાલમાં પકડીને શિકારીએ હણી નાંખ્યા, તેથી પ્રમાદને છોડ વ્રત સ્વીકાર, (૧૬૯)
જો તને યાદ હોય તો આપણે વારાણસી નગરીમાં ચંડાલના ઘરમાં ઉપન્યા અને બધાને