________________
મૂળશુદ્ધિ ભાગ-૨
तम्हा गंभीरधीराणं, गुत्ताणं समियाण य ।
सुगुत्तबंभयारीणं, निच्चं गुतिदियाण य ॥१२१॥ ગાથાર્થ – તેથી ગંભીર, ધીર, ત્રણગુપ્તિથી ગુપ્ત સમિતિથી સમિત, નવબ્રહ્મચર્યની ગુમિનો ધારક, સદા ઇંદ્રિયનું નિયંત્રણ કરનારી સુગુપ્ત બ્રહ્મચારી = સ્ત્રી (પુરુષ) નપુંસકવગરની વસતિમાં રહેવું, સ્ત્રી (પુરુષ) કથાનો નિષેધ, સ્ત્રી (પુરુષ) ભોગવેલ આસનનો ત્યાગ, સ્ત્રીના (પુરુષ) ના અંગોપાંગ ન જોવા, સ્ત્રી-પુરુષ રહેલા હોય તે ભીંતના ઓઠે ન રહેવું, પૂર્વ ક્રિીડાને યાદ ન કરવી રસવાળા આહારનો ત્યાગ, અતિમાત્રાએ - વધારે પડતો આહાર ન લેવો, વિભૂષાનો ત્યાગ કરવો. આ નવગુણિથી યુક્ત બ્રહ્મચર્યને ધારનારી, અથવા વસ્ત્રાદિથી વ્યવસ્થિત શરીરને ઢાંકનારી અને બ્રહ્મચારિણી, તે તે ઇંદ્રિયના ઈષ્ટ વિષયમાં પ્રવર્તનથી ઇંદ્રિયોને ગુપ્ત-સંયમમાં રાખનારી. ૧૨૧
अट्ठारससहस्साणं सीलंगाणं महाभरं ।
जावज्जीवं अविस्सामं वहंतीणं सुदुव्वहं ॥१२२॥ ગાથાર્થ – દુઃખે વહન કરી શકાય એવા અઢાર હજાર શીલાંગના મહાભારને થાક્યા વિના (આરામ લીધા વિના) જીવન પર્યત વહન કરનારી.
અઢાર હજાર શીલાંગનો મહાભાર છે, તથા તેની સ્થાપના રથસરખી હોવાથી તેને રથની ઉપમા આપવામાં આવી છે.
તથા કહ્યું છે કે...
(૩) યોગ, (૩) કરણ, (૪) સંજ્ઞા, (૬) ઈંદ્રિય, (૧૦) પૃથ્વીકાય વિગેરે અને ૧૦ શ્રમણ ધર્મ (એઓના ગુણાકારથી) ૧૮૦૦૦ અંગ બને છે. જેમકે આહારસંશાથી વિરામ પામેલો શ્રોત્રેઢિયથી સંવૃત પૃથ્વીકાયના સમારંભથી વિરતિ મેળવેલ શાંતિધર્મથી યુક્ત કાયાથી નહીં કરું. તો તિwા = બે બે વાર ત્રણ – ત્રણ યોગ પંક્તિ-૧ અને ત્રણ કરણની પંક્તિ-૨, તો ગુરુનુયા = બે વાર ગુરુયુગલ = ૨. ૨ વાર ર = ૪ – સંજ્ઞા પંક્તિ-૩)ગુરુનુયા તિથિ - ગુરુયુગલ ૨ અને ૩ = ૫ – ઇન્દ્રિય પંક્તિ -૪, તો- ર ય નવું ૨ વાર – ૧ અને ૯ = ૧૦, ૧૦ જીવ – પંક્તિ (૫) ૧૦ યતિધર્મ - પંક્તિ(૬) તેથી યોગ વગેરે છ પંક્તિમાં ગાથા પૂર્ણ થાય છે એટલે કે યોગ વગેરેની ૬ પંક્તિમાં ૧૮૦૦૦ અંગ પૂરાઈ જાય છે. તે (૩૩૯). જે પ્રમાણે જે ભંગ થાય છે ચારણિકાના ક્રમથી તેને ગ્રહણકરીને અને એક એક પદ મૂકીને બધા ભાંગા ઉચ્ચારવા. તે પ્રમાણે ૧૮૦૦૦ શીલાંગ થાય છે, આ ભંગ બનાવવાનો આકાર રથની સ્થાપના જેવો થાય છે તેથી તે આ મહાભાર કહેવાય છે. ૧૨
कायराणं दुरालोयं हियउकंपकारयं ।
बंभव्वयं महाघोरं धरंतीणं सुदुद्धरं ॥१२३॥ ગાથાર્થ – ડરપોક જનો જેને દુઃખે દેખી શકે અથવા તો જેને સામે નજર જ કરી શકતા નથી, અને હૃદયને કંપાવનાર અતિરૌદ્ર દુઃખેધારણ કરી શકાય એવા બ્રહ્મવ્રતને ધારણ કરનારી (સાધ્વીઓને નિશ્ચયથી જ્ઞાનાદિગુણો સંભવે છે).
આ વ્રત ઘણું જ દુર્ધર છે તેને સમજવા સ્થૂલભદ્રમુનિની ઈર્ષ્યાકરનાર યતિનું દષ્ટાંત આપવામાં આવે છે.