________________
મૂળશુદ્ધિ ભાગ-૨ જિનશબ્દથી પ્રકાશિત કરતો વિચરે છે. ચારે બાજુ પોતાને જિન તરીકે જાહેર કરે છે. ત્યારે શ્રાવસ્તી નગરવાસી લોકો ત્રિકોણ ત્રણ રસ્તા, ચાર રસ્તા ઉપર, ચૌટા-ચોકમાં, ચારકોણ, ચોરે ને ચૌટે અને રાજમાર્ગોમાં અરસ-પરસ વાતો કરે છે કે – વળી આપણે ધન્ય-પુણ્યશાળી છીએ કારણ કે અરિહંત જિનેશ્વર મહાત્મા મંખલીપુત્ર ગોશાળો આ જ નગરમાં વિચરે છે. (૧)
તેથી તેમના વંદનથી આત્માને પવિત્ર કરીએ. કારણ કે જિનેશ્વરને કરેલું વંદન અસંખ્ય દુઃખનો ક્ષય કરે છે. (૨)
તેથી ઉતાવળ કરો, જલ્દીથી તેની પાસે જઈએ, તેમના મુખ-કમળ ઉપર નજર માંડી તેણે ભાખેલો ધર્મ સાંભળીએ. (૩).
અને આ અરસામાં દેવ-દાનવ, કિંનર, ભવનપતિ, વિદ્યાધર સમૂહથી વંદાતા ચરણયુગલવાળા ૧૪૦૦૦ ઉત્તમ સાધુ મહાત્માથી પરિવરેલા ભગવાન વર્ધમાનસ્વામી તીર્થકર સમોસર્યા. તેથી તેઓશ્રીને વાંદવા રાજરાજેશ્વર,કોતવાલ, સામંત (મંડળનો રાજા) ગામનો મુખિયો, ભંડારી, શેઠ, સાર્થવાહ જોશી, દ્વારપાલ, મંત્રી, મહામંત્રી, પ્રધાન ઈત્યાદિ સમસ્ત પર્ષદા નીકળી પડી, ધર્મદેશના પૂરી થતા જેમ આવ્યા તેમ પાછા ફર્યા. ભગવાનના પ્રથમ શિષ્ય ઈદ્રભૂતિ અણગાર છ8ના પારણે શ્રમણ ભગવાન્ મહાવીરને વાંદી એ પ્રમાણે બોલે છે, હે ભગવન્! હું ઈચ્છું છું કે આપશ્રીએ અનુજ્ઞા આખે છતે શ્રાવસ્તીમાં ગોચરી માટે જાઉં . હે દેવાનુપ્રિય ! યથાસુખે – જેમ સુખ ઉપજે તેમ કરો. એ પ્રમાણે અનુજ્ઞા આવે છતે શ્રાવસ્તિમાં પ્રવેશ કરે છે, ત્યાં ઉંચા, નીચા અને મધ્યમકૂળમાં ભિક્ષા માટે ભમતા ઘણા લોકોનો અવાજ સાંભળે છે કે, “હે દેવાનુપ્રિય ! ગોશાળો જિન અરિહંત કેવળી છે. તે સાંભળી ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવીને ભક્તપાન આલોચે છે અને કાઉસગ્ગ પારે છે. ફરી છેલ્લી પોરસીનું વ્યાખ્યાન શુશ્રુષાપૂર્વક સાંભળતે છતે ગૌતમ સ્વામી પૂછે છે... હે ભગવન, હું ઈચ્છું છું ગોશાળાની ઉત્પત્તિ સંભળાવો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિની પર્ષદામાં ગોશાળાની ઉત્પત્તિ કહે છે. અને વળી.... આ જ જંબુદ્વીપના ભરતાર્ધમાં હે ગૌતમ ! જ્યારે અન્ય અતીત ચોવીશીમાં આદ્ય તીર્થકર નિર્વાણ પામે છતે મહિમા માટે સુરઅસુર આવતા અને ઉચ્છલતા દેખી નજીકના નગરવાસીઓ “અહો ! આજે મૃત્યુલોકમાં આશ્ચર્ય દેખાય છે, ઈંદ્રજાળની જેમ પહેલા એવું ક્યારેય જોયું નથી.” (૬)
એ પ્રમાણે હા અપોહથી યુક્ત તે પૂર્વ ભવને યાદ કરીને મૂચ્છ પામ્યો, ક્ષણમાત્રમાં પવનથી સ્વસ્થ થયો ત્યારે છેદાયેલ પાંખવાળાપંખીની જેમ કાંપતો દીર્ઘકાળ સુધી આત્માની નિંદા ગહ કરવા લાગ્યો. હે ગૌતમ ! તે ધીર પુરુષ ચારિત્ર લેવા ઉદ્યત થયો. તે મહા યશસ્વી જેટલામાં પંચમુષ્ટિ લોચ કરવાનો આરંભ કરે છે, તેટલામાં દેવતા ભક્તિથી તેને વેશ આપે છે. ઉગ્ર તપને તપતા તે પ્રત્યેકબુદ્ધની પૂજા કરતા લોકોને દેખી તેની પાસે જઈને ઈશ્વર પૂછે છે, તને દીક્ષા કોને આપી? ક્યાં જન્મ પામ્યો છે. ? તારું કુળ શું છે ? કોના ચરણમૂળમાં વિશિષ્ટ સૂત્રાર્થ તેણે મેળવ્યું છે? ત્યારે તે પ્રત્યેક બુદ્ધ તેને દીક્ષા, જાતિ, કુળ, શ્રુત=સૂત્ર કે અર્થ જયાં મેળવ્યું તે બધુ કહે છે. (૧૨)
તે સાંભળી છે ગૌતમ ! તે અધન્ય આમ વિચારે છે કે ખરેખર આ અનાર્ય લોકોને દંભથી