________________
મૂળશુદ્ધિ ભાગ-૨
દુર્ધર કામદેવના બાણના સમૂહને પ્રત્યાઘાત આપવા માટે વજ્રમય ઢાલ સમાન, નિર્દુલૅધ્ય= અત્યંત દુઃખને ઓલંગી શકાય એવા ભવસાગરમાં પડેલા જીવોની રક્ષા માટે ફલક-પાટિયા સમાન અતિ પ્રચંડ મહામોહ રાજાના માનને મસળી નાખનારા પાપરૂપી ઝાડોથી ગહન વનને બાળવા માટે અગ્નિસમાન જિનેશ્વરના ચરણકમલને અમે નમીએ છીએ. (૧૩૦)
66
,,
એ પ્રમાણે સ્તુતિ કરી સિદ્ધાયતનથી નીકળી જેટલામાં એક પ્રદેશમાં અમે બેઠા હતા, તેટલામાં લાલ આંબાના મોટા પહોળા પાંદડાની છાયાતલમાં બેઠેલ તિરાગના પ્રસાર વગરનું, ક્રોધ-મદમાન માયાનું મથન કરનારું, નિરવદ્ય-સંયમના ઉદ્યોતમાં બંધાયેલી મતિવાળું, દુષ્ટ ઈંદ્રિયના ઉદ્દામ દર્પના પ્રસારનું દલન કરનારું, દુષ્ટ આઠ કર્મને સમાપન કરવા નિષ્ઠુર ચેષ્ટા કરનારું, સંસારનો ઉચ્છેદ કરવા પેદાથયો મત્સર ઉત્સાહ અને નિશ્ચય જેમણે એવું ચારણશ્રમણયુગલને જોયું., ભાવપૂર્વક તેની બાજુમાં ખસી જઈ તેની બાજુમાં બેઠા. તેમાંથી એક સાધુએ ધર્મદેશના પ્રારંભ કરી કે શરીર ક્ષણવારમાં નાશ પામવાનું છે, શરદ ઋતુના વિભ્રમ સમાન જીવન છે, વિદ્યુત્ લતાના વિલાસનું અનુસરણ કરનારું યૌવન છે, કિંપાકના ફળની ઉપમાવાળા ભોગો છે, સંધ્યા૨ાગ સમાન વિષયસુખ છે, કુશાગ્ર ઉ૫૨ ૨હેલ પાણીના લવ-બિંદુ ની જેમ લક્ષ્મી ચપલ છે, દુઃખ સુલભ છે. મૃત્યુનો પ્રસાર રોકી શકાય એમ નથી. આવી પરિસ્થિતિ હોતે છતે (હોવાથી) મોહનો પ્રસાર છોડવો જોઈએ, સમસ્ત ઈંદ્રિયના અર્થો-વિષયો રોકવા જોઈએ, સંસારનું સ્વરૂપ વિચારવુ જોઇએ. જિનેશ્વરે ફ૨માવેલ ધર્મમાં મન રાખવું જોઇએ. ત્યારે આ સાંભળીને ભૂમિ ઉપર સ્પર્શ કરતા ભાલસ્થળ વડે મુનિવરને પ્રણામ કરીને “હે ભગવાન્ આ એમજ છે,” એ પ્રમાણે કહીને મુનિગુણને ગાવામાં તત્પર દેવસમૂહ જેમ આવ્યો તેમ પાછો ફર્યો. અવસર મળતા અમારા પિતાના મિત્રે કહ્યું કે “હે ભગવન્ ! આ બાલિકાઓના ભર્તા કોણ થશે ?” તે મુનિઓ બોલ્યા “એઓના ભાઈનો વધકરનારની આ પત્ની બનશે.” તેથી આ સાંભળી ચિંતા વશથી કાળા પડેલા મુખમંડળવાળો રાજા નીચા મુખે રહ્યો. એ વખતે અમે (બે કન્યા) કહ્યું કે “તાત ! અત્યારે જ મુનિવરે સંસારનું સ્વરૂપ કહી બતાવ્યું છે, વિષય પરિણતિ કહી. તેથી જેમાં અંતે એવો વિષાદ રહેલો છે તેવા વિષયસુખથી સર્યું. અને તાતે સ્વીકાર્યું; ભાઈની વલ્લભતાથી પોતાના શરીરનું સુખ વધે તે તરફ ધ્યાન રાખ્યા વિના તે ભાઈના જ સ્નાન ભોજન વગેરે તેમજ તેના જ શરીર સ્થિતિની ચિંતા કરતી અમે રહેલી છીએ. જેટલામાં એક દિવસે પૃથ્વીમંડલમાં ભમતા એવા અમારા તે ભાઈએ તમારા મામાની દીકરી પુષ્પવતી કન્યા દેખી. તેના રૂપાદિના અતિશય સૌભાગ્યથી આક્ષિપ્ત-આકૃષ્ટ મનવાળો તે તેનું (પુષ્પવતીનું) અપહરણ કરીને આવ્યો. તેની દૃષ્ટિને સહન નહીં કરી શકતો વિદ્યા સાધવા માટે તે જ ગિરિનિકુંજમાં ગયો. જ્યાં તમે વાંસ ઝાડી સાથે તેના શિરને પાડ્યું. આના પછીનો વૃત્તાંત તમે જાણો જ છો. તેથી હે મહાભાગ ! તે અવસરે તમારી પાસેથી આવીને પુષ્પવતીએ અમને સામપૂર્વક બોલાવી અને ભાઈનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રગટ થયેલ ઉત્કટ શોક પ્રસારવાળી બોર જેવડા મોટા આંસુથી મલિન થયેલ પોલ મંડલવાળી અમે રડવા લાગી. ફરી કોઈ પણ હિસાબે તે પુષ્પવતીએ રડતી અટકાવી અને કહ્યું કે “હે હલા ! સંસાર આવો જ છે. કહ્યું છે કે....
સંસારરૂપી દુર્ગમમહાવનમાં ભમતા ક્યા જતુંરૂપીહરણને ભયંકર કૃતાંતના બાહુડાથી મરવાનું