________________
૧ ૨૦
મૂળશુદ્ધિ ભાગ-૨
ત્યારે તેણે વિચાર્યું અહો ! આ રાજા શરમાઈ ગયો લાગે છે “એમ વિચારી આ તાપસે કહ્યું - મહારાજા ! ઉગ - ખેદ કરવાથી સર્યું, એમાં તમારો શું દોષ? તમે તો મારા પરમ મિત્ર છો, જે કારણથી તમારા નિમિત્તે મેં ધર્મ પ્રાપ્ત કર્યો. રાજાએ વિચાર્યું અહો ! આ મહાત્મા છે જેથી દોષને ગુણ કરીને માન્યો છે. તેથી રાજાએ ઋષિને કહ્યું મારા ઘેર આવી ભોજનાદિ દ્વારા પાપકર્મકારી મારા ઉપર અનુગ્રહ કરો. તેણે કહ્યું, હે મહારાજા ! મારો આ કલ્પ છે કે મહીને મહીને હું પારણું કરું છું, તેમાં પણ પ્રથમ ઘરથી લાભ થાય કે ન થાય પાછો ફરી ઉષ્ટ્રિકામાં પેસી જાઉ છું, મારા ભોજનમાં આ પ્રતિજ્ઞા વિશેષ છે. તેથી આજે હજી પારણાનો દિવસ આવ્યો નથી. રાજાએ કહ્યું – નિર્વિઘ્નપણે પારણાનો દિવસ આવે ત્યારે મારા ઘેર જ આવવાનું, બીજે નહીં જવાનું. તેણે કહ્યું અંતરાય મૂકીને એમ કરશું. - “મોટી મહેરબાની” એમ બોલતો રાજા હરખ પામ્યો. પારણાનો દિવસ આવતા આ તાપસ રાજ-મંદિરે ગયો. કર્મ અને ધર્મના સંયોગે તે દિવસે રાજા ઘણો જ અસ્વસ્થ થયો - માંદો પડ્યો. તેથી તેમાં વ્યાકુળ હોવાથી કોઈએ પણ તાપસને વચન માત્રથી પણ બોલાવ્યો નહીં - વતલાવ્યો પણ નહિ. રાજમંદિરથી નીકળી ગયો અને જઈને ઉફ્રિકામાં પેસી ગયો. શરીર સ્વસ્થ થતા રાજાએ પૂછ્યું કે શું આજે ઋષિ આવ્યા હતા કે નહીં? લોકોએ કહ્યું કે ઋષિ આવ્યા હતા, પરંતુ તમારા શરીરના કારણમાં વ્યાંકુલ-વ્યગ્ર હોવાથી કોઈએ બોલાવ્યો નહિ. હા ! મેં પાપીએ ખરાબ કર્યું. એમ વિચારતા જાતે જ રાજા ત્યાં ગયો. ઘણી રીતે આત્માને નિંદી કહેવા લાગ્યો “હે ભગવન્! મને ઘણો જ સંતાપ થયો કારણ કે તમે પારણું કર્યા વગર જ ઘરથી પાછા નીકળી ગયા'
તે તાપસ બોલ્યો - “હે મહારાજ ! સંતાપ કરવાથી સર્યુ, તમારો શું અપરાધ ?”
રાજાએ કહ્યું “ભગવન્! છતાં પણ મારો આ સંતાપ શાંત નહિ થાય જ્યાં સુધી તમે મારા ઘેર પારણું ન કરો. તેણે કહ્યું જો આમ છે તો હું પારણું કરીશ. ત્યારે “મોટી મહેરબાની” એમ કહી રાજા પાછો ફર્યો. બીજીવારના પારણાના સમયે પણ તથા પ્રકારની ભવિતવ્યતાના વિશે ફરી રાજા અસ્વસ્થ થયો. ત્યારે પણ તે જ રીતે પાછા ફરી ઋષિ ઉષ્ટ્રિકામાં પેસી ગયા.
સ્વસ્થ થયેલો રાજા તે જાણી તે જ પ્રમાણે આત્માને નિંદતો ત્યાં ગયો. રાજાએ અત્યંત સુકાયેલા શરીરવાળા ઋષિને જોયા. વિષાદપૂર્વક પગમાં પડી રાજા કહેવા લાગ્યોબહુજન સમાજથી નિંદનીય આ પ્રમાદ ચેષ્ટાથી હું લજ્જા પામ્યો છું. તમારા શરીરને પીડા ઉપજાવનારા આ પાપકર્મથી મેં નરકા, બાંધ્યું છે અને વળી...
જે મેં પૂર્વમાં તમારો પરાભવ કર્યો તે મને દઝાડે છે, અને વળી અત્યારે બે વાર તમને હેરાન કર્યા, તેથી હું તમને મોઢું બતાવવા લાયક પણ નથી.” ! ૧૧ /
અહો ! તેની મહાનુભાવતા અહો ! તેનો પશ્ચાતાપ, અહો તેને પાપ કર્મથી કેટલો ડર છે. જેથી મેં પારણું નહીં કરવાથી આ પ્રમાણે સંતાપ પામે છે. તેથી સર્વથા જ્યાં સુધી આના ઘેર પારણું નહીં કરું ત્યાં સુધી આ ધીરજ મેળવી શકશે નહીં. એમ વિચારી તે ઋષિએ કહ્યું કે “હે મહારાજ ! તું સંતાપ કરીશ મા, નિર્વિઘ્ન (માસની) પરિસમાપ્તિ થતા તારા ઘેર પારણું કરશું'. રાજા પણ “હે ભગવન્! આપની મોટી મહેરબાની”, એમ બોલતો પગમાં પડ્યો. હરખાતા મને ઘેર ગયો. અનુક્રમે પારણાના દિવસે તથાવિધ ભવિતવ્યતાના કારણે તે જ દિવસે રાજા અત્યંત