________________
૨૦૮
મૂળશુદ્ધિ ભાગ-૨
માનતા આદર પૂર્વક રાજાએ પૂછ્યું કે “તું સ્પષ્ટ ખુલ્લે ખુલ્લું કહી દે અહીં વાસ્તવિક્તા શું છે?” ત્યારે રાણીની અનુકંપાથી આણે કશું ન કહ્યું. એ પ્રમાણે વારંવાર પૂછવા છતાં કંઈ પણ બોલતો નથી. તેથી આ પણ સંભવી શકે એમ માનતા રાજાએ વધનું ફરમાન કર્યું કે નગરજનોને આ દોષ નિવેદન કરીને-જાહેર કરી પછી આનો નાશ કરો.
ત્યારે દંડપાલિકોએ તેને પકડ્યો, પ્રચંડ ભયંકર ગધેડા ઉપર તેને ચઢાવ્યો. રાતાચંદનનો લેપ કર્યો. સ્વાહિના મોટાતિલકોવડે શણગાર્યો. ગળામાં સકોરાની માળા નાંખી. રાતાકણેર અને ખોપડીની માલા કરાઈ. ઉપર સૂપડાનું છત્ર ધારણ કરાતા, ફુટેલા ઢોલ વગાડતા સર્વત્ર-આખા નગરમાં ભમાડવાનો આરંભ કર્યો. આ ઘોષણા કરે છે કે..
બધા લોકો સાંભળો ‘આ ખરેખર સુદર્શન શેઠે રાણી વિશે (આંતપુરમાં) - અપરાધ કર્યો છે તેથી કરીને એ પ્રમાણે મરાય છે. પ૩ રાજા કે યુવરાજ (એનો વધ કરવાનો) કોઈ અપરાધ કરતા નથી. પરંતુ તે લોકો સાંભળો અહીં આના પોતાના કર્મો અપરાધ કરે છે.” ૫૪ એમ ઘોષણા સાંભળી બધા લોકો પણ બોલવા લાગ્યા “ધિક્કાર હો, રાજાએ આ યુક્ત નથી કર્યું, કારણ કે આમાં આ મહાનુભાવની દોષની ગંધ પણ (દેખાતી) નથી પપા.
કદાચ ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિનો સમૂહ પડે, પરંતુ સુદર્શન શેઠ આ કર્મનો કરનારો ન જ હોય.” //પી.
એ પ્રમાણે લોકો બોલતે છતે સુદર્શન ઋષભદાસ શેઠના ઘરના દ્વારે પહોંચ્યો. બહાર નીકળેલી મનોરમાએ દેખ્યો અને વિચાર્યું..
આ વિધાતા અનાર્ય છે કારણ કે આને મારા નિર્દોષ પતિની આવી અતિદારુણ અવસ્થા કરી. //પી.
ખરેખર ભવાંતરમાં કરેલું આનું કોઈક કર્મ જ ઉદય આવ્યું લાગે છે, જેથી અકલંકિત આને આ આપત્તિ આવી પડી. પટll
રાગદ્વેષને વશ થયેલા જીવો અશુભ કરણના યોગે અશુભ લેશ્યાયુક્ત જે અહીં કર્મ જાળ બાંધે છે. પહેલા પૂર્વના નિકાચિત તે કર્મના ઉદયથી હંમેશા નિયમથી પ્રમાદ રહિત જીવો પણ મોટા દુ:ખવિપાકને પામે છે. ૬૦ના
અતિશય જ્ઞાની પણ, દ્રઢ અને અતિશયયુક્ત શ્રેષ્ઠ તપ કરનારા પણ, અતિશયયુક્ત લબ્ધિવાળા પણ પાપકર્મથી છૂટી શક્તા નથી.
મોટા પરાક્રમવાળા નિર્મલ શ્રેષ્ઠ સત્ત્વ સાહસના ધણી પણ અનેક લોકો કર્મ વિપાકથી વિવશ બનેલા હણાય છે. II૬રા
અથવા જો કે કર્મ બલવાન છે, તો પણ ભવ્ય જીવોનો અપૂર્વકરણરૂપી અગ્નિ લોકમાં પ્રગટ થતો જોવા મળે છે. ૬૩
તેથી આ બાબતમાં અસંબદ્ધ વિચારણા વડે શું? કૃત્ય (કર્મ)-કાર્ય પ્રધાન જ થવું જોઈએ. અને તે કૃત્ય છે વિશુદ્ધ ભાવ સાથે દેવની આરાધના કરવી. એથી જલ્દીથી જ ગૃહ ચૈત્યની આગળ ગઈ. જિનપૂજા કરી કાઉસગ્નમાં રહી અને કહ્યું...
હે ભગવતિ ! શાસનદેવી ! મારું આ વચન સાંભળ, ખરેખર જલ્દી આ શ્રેષ્ઠ શ્રાવકનું