________________
મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા
૨૩૭ અશુભ અને શુભ વિપાક થયો.' ૧૭૩.
સૂરિભગવંત કહે છે હે ભદ્રા ! તું સાંભળ, અન્ય જન્મમાં વસુધાતલ નગરમાં સિદ્ધસેન નામે રાજા હતો. બીજો પણ ત્યાં ભીમ નામનો ઠાકર વસે છે. તેની પત્ની ધારિણીની તું ગુણમાલા નામની દીકરી હતી. /૧૭પા
રૂપાદિગુણ સમૂહથી યુક્ત જયારે તું યૌવનવય પામી તેટલામાં તને પોતાના ભાઈના પુત્ર શંખને માતાએ આપી, પિતાએ તેની અવગણના કરી તને સિદ્ધસેન રાજાને આપી. અનુક્રમે લગ્ન થયા અને અજબ સુખ - ભોગોને ભોગવે છે. ૧૭૭
તે મામાનો દીકરો ભાઈ અભિમાન રૂપી ધનવાળો આ વિચારે છે, “હંત ! મારા વડે ભોગવવા યોગ્ય આ બાલિકાને અપહરણ કરીને રાજાએ પણ તેને પોતાની પટ્ટરાણી કરી, પરંતુ શંખ કોઈ છિદ્રને અપહરણ માટે પામ્યો નહીં, તેથી આ ઘણું અજ્ઞાનતપ કરે છે. ૧૭૯થી
મરણ સમય આવતા આ આવું નિદાન કરે છે, “જો આ તપનું કાંઈ ફળ હોય તો અન્ય જન્મમાં પણ આનું અપહરણ કરું આ તપના પ્રસાદથી તે પ્રમાણે થાઓ.' એમ વિચારી મરીને તે આ વ્યંતર થયો. ૧૮૧
આઈ “ શબ્દ” વાક્યઅલંકારમાં છે.
હવે એક દિવસ રાજા સાથે ભવનના ઉદ્યાનની શોભામાં રમતી તે ચક્રવાક ચક્રવાકીને જોયા, રતિક્રીડામાં આસક્ત બનેલ ઘણા જ પરસ્પર સ્નેહસંગથી બંધાયેલા એક ઠેકાણે રમતા તેઓને તે અચાનક ઉડાડ્યા. ૧૮૨ ૧૮૩
કામથી ઉન્મત્ત ક્રીડાથી યુક્ત તેઓને તે છૂટા પાડ્યા, ત્યારે રાજાએ પણ કહ્યું “હે દેવી ! સારું કર્યું સારું કર્યું,' ||૧૮૪ો.
કરુણ આવાજ કરતા તેઓ લાંબા કાળે મળ્યા. તારે પણ અનુક્રમે ૭૨ કળામાં કુશળ બે પુત્રો થયા. ૧૮પી
ક્યારેક તે બંને પણ ક્રીડા નિમિત્તે ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમના મા બાપની પાસે બે વાનર બચ્ચા દીઠા. ૧૮૬ો.
ત્યારે એઓને ડરાવીને એક એક બચ્ચાને લઈને તે બંને ઘેર આવ્યા, ચંચલદેખીને તમે પણ ખુશ થયા. ૧૮૭ી
તે વાનર વાનરી પણ પુત્રના વિયોગે કંદન કરવા લાગ્યા, ત્યારે રખેવાળોએ તમોને તે કહ્યું, કરુણા પામેલા તમે પણ કુમારોને કહ્યું કે “હે પુત્રો ! એમને ત્યાંજ મુકી દો, કારણ કે એમના મા બાપ ઘણા જ દુઃખી છે, તેઓએ પણ ત્યાં જ લઈ જઈને મૂક્યા. ૧૨ પહોરે મા-બાપને મળ્યા. જયારે તમે ધર્મ પામેલા ન હતા ત્યારે તમારું આવું ચરિત્ર હતું. ૧૮૮ ૧૮લા I૧૯૮ના
'તેટલામાં તમારા ઘર વિહાર કરતા એક મુનિવર આવ્યા તમે પણ કહ્યું “હે મુનિ ! પોતાનો ધર્મ બતાવો' ૧૯૧
ગોચરી ગયેલા સાધુને જો કે ઘણું બોલવું કહ્યું નહીં, છતાં પણ ઘણું ગુણ કરનારું જાણીને તે તમોને જિનધર્મ કહે છે. ||૧૯૨