________________
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ થાય તો હું આ સર્વલક્ષણ સંપૂર્ણ મંત્રીણીના શરીરવડે એક મહામંત્ર સાધુ, તેણે પણ “તથતિ” એમ સ્વીકાર્યું છતે દૂરદેશમાં રહેલા સ્મશાનમાં તે મંત્રીણીને લઈને ગયા. ત્યારે કપટથી મંડલાદિની રચના કરી ચંડાલને નગરદેવતાઓને બલિદાન નિમિત્તે મોકલ્યો, તે જતા બીજી ગુટિકા આપવા દ્વારા ઊંઘ ઉડી ગઈ હોય તેમ બગાસા ખાતી પોતાની માતા બેઠી થઈ. પગમાં પડીને જાતને જણાવી. તે પણ મને ઓળખીને રોવા લાગી. આ રડવાનો સમય નથી એ પ્રમાણે સ્વસ્થ કરીને ઉત્તર દિશા તરફ યોજન માત્ર રહેલ કચ્છ નામના ગામમાં લઈ ગયો. ત્યાં મારા પિતાશ્રીનો મિત્ર દેવશર્મા નામે બ્રાહ્મણ મળ્યો.તેના ઘેર રાખીને સ્વસ્થ બનેલી (માતાને) હે કુમાર ! તારા સંબંધી બધી વાત કરી. તે સાંભળી મેં રોકવા છતાં મોટા મોટા આંસુથી સંધાઈ ગયો છે નેત્રનો પ્રસાર જેણીનો એવી તે ઘણા પ્રલાપ સાથે પરિદેવન-વિલાપ કરવા લાગી અને... હે કમલના પાંદડા સરખા લાંબા લોચનવાળા ! લાવણ્યના અમૃતરસવાળા છે સર્વ અંગો જેના ! સ્વીકૃત કે સગાઈ કરેલા ઉપર લોલુપ હે મુગ્ધ કુમાર ! તું ક્યારે દેખાઈશ (૧૧૬)
હે વત્સ ! તારી માતા કેવી રીતે આવા દુઃખનું કારણ બની હશે !
તરસથી પીડાયેલ વરધનુના વિરહમાં તું કોને પ્રાર્થના કરીશ કરતો હોઇશ? તારા સ્મરણથી હૃદય ફાટતું નથી તેથી લાગે કે તે જાણે પત્થરનું બનેલું ન હોય ! (૧૧૮)
ચંડાલકુલમાં વાસ (કરવો) જેટલો મને દઝાડતો નથી તેનાથી વધારે તારી અવસ્થા, હે વરધનું તેં આ સારું નથી કર્યું કે તું સ્વામીને છોડી અહીં આવ્યો. તેથી પુત્ર જલ્દી જા, સ્વામીની શોધ કર, એ પ્રમાણે બોલતી માતાને સ્વસ્થ-શાંત કરી અને પ્રણામ કરી અહીં આવ્યો, અને તને મળ્યો. (૧૨૦).
એમ વિશ્વસ્ત બની મંત્રણા કરતા કેટલીક વેળા નીકળી ગઈ, તેટલામાં એક માણસ ગામમાંથી આવ્યો. કહેવા લાગ્યો હે મહાભાગ ! તમારે ક્યાંય ભમવું ભટકવું નહીં, કારણ કે તમારા જેવા વિશેષ રૂપવાળા પુરુષ યુગલને ચિત્રમાં આળેખી તેવા પુરુષ યુગલને લાવવાનું કહેવામાં આવ્યું, નિયુક્ત પુરુષોએ તેવું ચિત્ર રાજા કોશલાધિપતિને દેખાડીને કહ્યું કે આવા રૂપવાળા બે પુરુષો અહીં આવ્યા નથી "એ પ્રમાણે જોઇને તેમની પાસેથી હું અહીં આવ્યો. તેવા પ્રકારના રૂપવાળા તમને દેખીને ઓળખ્યા. અત્યારે તમને જે ગમે તે કરો. એમ કહી તે ગયે છતે વરધનુ-બ્રહ્મદત્ત બને ગીચવનમાંથી ભાગતા ભાગતા કોસાંબી પહોંચ્યા. અને ત્યાં નગરની બહાર બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિલ નામના બે શ્રેષ્ઠીપુત્રો લાખ રૂપિયાની હોડ કરી કુકડાનું યુદ્ધ લગાડ્યું સાગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને પ્રહાર કર્યો. ફરી બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને પ્રહાર કર્યો, ભંગાયેલ અને પરાભવ પામેલ સાગરદત્તનો કુકડો બુદ્ધિલના કુકુડાને અભિમુખ કરવા છતાં યુદ્ધ કરવા ઇચ્છતો નથી. અને તેને ઢીલામોઢાવાળો-વીલો પડેલો દેખીને વરધનુએ સાગરદત્તને કહ્યું “ભો ! આ સુજાતિવાળો કુકડો પણ કેવી રીતે ભગ્ન થઈગયો ? તેથી જો તું ગુસ્સે ન થાય તો હું આને દેખું”, ત્યારે સાગરદત્તે કહ્યું જો મહાભાગ ! જુઓ, મને અહીં આમાં દ્રવ્યલોભ નથી, પરંતુ માત્ર અભિમાન અહીં - અપરાધ કરાવે છે, આ અવસરે વરધનુએ બુદ્ધિલનો કુકડો જોયો. પગમાં બંધાયેલી લોઢાની સોય જોઈ. બુદ્ધિલે જાણી લીધું, આ વાત છુપીજ રહે તે માટે વરધનુને ૫૦,૦૦૦ આપવાનું જણાવ્યું અને કોઈને ખબર ન પડે તેમ વરધનુએ તે રકમ સ્વીકારી.
આ વાત કુમારને વરધનુએ કહીં, કુમાર પણ બુદ્ધિલના કુકડાની સમય કાઢીને સાગરદત્તના