Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 260
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ गिहत्थधम्मं परिपालिऊणं, अप्पाणमेवं परितोलिऊणं । अट्ठारसीलंगसहस्स भारं, धरेह धोरेयसुधारियं ति ॥ २०९॥ ગાથાર્થ → શ્રુતચારિત્રરૂપ શ્રાવકધર્મ પરિપાલન કરીને, આત્માને પૂર્વોક્તપ્રકારે પરિકર્મ કરવા દ્વારા સમર્થ જાણીને ૧૮૦૦૦ શીલાંગનો મહાભારને ધારણ કરો, જેને ગણધરાદિ અગ્રેસર મહાત્માઓએ અતિશયપૂર્વક ધારણ કરેલ છે. ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિમાં છે....૨૦ા પ્રકરણનું સમર્થન કર્યું, રાગાદિના કારણે ઉત્સૂત્ર પ્રરૂપણા વગેરે સ્વરૂપ આજ્ઞાભંગના નિમિત્તે ગ્રંથકાર “મિચ્છામિદુક્કડં” આપે છે... तेलोक्कणाहाण जिणाणमाणा, समत्थलोए वि अलंघणिज्जा । रागेण दोसेण व लंघिया जं, तं मज्झ मिच्छामिह दुक्कडं ति ॥२१०|| ૨૪૯ ગાથાર્થ → ત્રણ લોકના નાથ જિનવરની આજ્ઞા આખાયે જગતના લોકોથી અલંઘનીય છે. ‘પ્રેમાનુબંધ સ્વરૂપ રાગથી અપ્રીતિરૂપ દ્વેષથી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય' એવું જો આ પ્રકરણમાં મેં દુષ્કૃત કર્યું હોય તે વિપરીત થાઓ એટલે તે ફોગટ થાઓ. અથવા સુકૃત રૂપે બની જાઓ. ઇતિ શબ્દ સમાપ્તિનો સૂચક છે. II૨૧ના મિથ્યા દુષ્કૃત આપ્યા પછી આત્માની સ્વચ્છંદતા ઉદ્ઘતાનો પરિહાર ગાથાવડે બતાવે છે. अन्नाणमूढेण विसंठुलं पि, पलावमित्तं व कुणंतयस्स । जो मज्झ भावो विमलो तओ य, भव्वाणमण्णाण वि होउ सिद्धी ॥२११॥ ગાથાર્થ → અજ્ઞાનથી મૂઢ હોવાના લીધે અસમંજસ - આડું અવળું પણ બાલકની જેમ પ્રલાપમાત્ર કરતા એવા મારો જે પરોપકાર કરવાનો શુદ્ધ ભાવ છે, તેનાથી અન્ય-મારાથી અન્ય ભવ્ય જીવોને મુક્તિ થાઓ. I૨૧૧॥ આત્મ ઉદ્ઘતાનો પરિહાર કરી પ્રકરણનું સ્વરૂપ અને પોતાનું નામ ગાથા દ્વારા કહે છે... सिद्धंतसाराणमिणं महत्थं मुद्धाण भव्वाणमणुग्गहत्थं । महामईणं च महंतसत्थं, पज्जुन्नसूरीवयणं पत्थं ॥ २१२ ॥ ગાથાર્થ → સિદ્ધાંતના સારભૂત મહાન્ અર્થ- પ્રધાન વાચ્ય રૂપે મુગ્ધ ભવ્ય જીવોના ઉ૫કા૨ માટે ઉદ્ધારવામાં આવ્યો છે. શું આ ફક્ત મુગ્ધ જીવો માટે જ ઉપકારી છે, અથવા બીજાને પણ ? એવો પ્રશ્ન ઊભા થતા કહે છે. મહાન્ બુદ્ધિશાળી માટે મોટા શાસ્ત્ર રૂપે આ પ્રકરણ પ્રદ્યુમ્ન સૂરિવચન - વૃદ્ધ પુરુષોના વાક્ય સ્વરૂપ અને મંગલ આલય રૂપ છે. પ્રદ્યુમ્નસૂરી એમ ગ્રંથકારનું નામ પણ સૂચિત થાય છે. એમ ગાથાર્થ થયો. ૨૧૨॥ એમ દેવચંદ્રાચાર્ય દ્વારા રચાયેલ.મૂળ શુદ્ધિસ્થાનકનું વિવરણ સમાપ્ત થયું. વિવરણકાર પ્રશસ્તિ લખે છે. ચંદ્રકુલરૂપી આકાશમાં અજોડ ચંદ્રસમાન શ્રીપૂર્ણતલ્લીય ગચ્છમાં દુર્ધરશીલને ધારણ કરવામાં સમર્થ મુનિ ભગવંતોથી ભરપૂર હતો.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264