Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 261
________________ ૨૫૦ મૂળશુદ્ધિ ભાગ-૨ નિપ્રતિબંધ વિહાર અને મનોહર આચરણથી ચમકદાર ચારિત્રવાળા, પવિત્ર, પાપમલવગરના બુદ્ધિશાળી સુંદર આમ્ર દેવ નામના સૂરિભગવંત હતા. |૧|| તેના શિષ્ય શ્રીદત્ત ગણી હતા, જે સર્વ પ્રાણીઓ ઉપર સમાનભાવવાળા, રાજા વગેરેમાં વિખ્યાત, શુદ્ધ આચરણવાળા, ધન વગરના હતા. ત્યારપછી ગુણરત્ન સાગર યશોભદ્ર એવા પ્રસિદ્ધ નામવાળા, વિદ્વાન રાજાઓ જેમના ચરણ કમલમાં નમતા હતા, સન્નિષ્ઠાવાળા નિર્મલ શીલને ધારણ કરનારા યશોભદ્ર સૂરી થયા. [૩] રોગ વગરના હોવા છતાં પણ વિધિપૂર્વક પોતાના શરીરની સંલેખના કરી સર્વ આદરથી, સર્વ આહારના ત્યાગથી ઉજ્જયંત ગિરિ ઉપર તેર દિવસનું અનશન કરી કલિકાળમાં પણ માણસોને વિશે આશ્ચર્યના હેતુભૂત જેણે પ્રશસ્ત વખાણવાલાયક પૂર્વ મુનિભગવંતોનું આચરણ-ચરિત્ર દેખાડ્યું હતું. જો તેમના શિષ્ય ઘણી બુદ્ધિવાળા મુનિવરના સમૂહથી સદા સેવાએલ સન્શાસ્ત્રના અર્થ પ્રબંધના શ્રેષ્ઠ દાનથી જેમને વિદ્વાનોમાં સુંદર કીર્તિ મેળવી હતી. જેમનાવડે સ્થાનકના નિર્દોષ અને અત્યંત રમણીય આ સૂત્રો રચાયાં હતાં. તે શ્રીમદ્ભઘુમ્નસૂરિ કામભટને જિતનારા સજજનોમાં અગ્રેસર હતા. પો આગમ તર્ક સાહિત્ય અને વ્યાકરણ શાસ્ત્રમાં વિશારદ, નિરાલનપણે પ્રતિબંધ વિના વિહાર કરનારા જે મહાત્મા સમતાપાણીના મહાસાગર હતા. //દી ત્યાર પછી આગમ રૂપી દુર્ગમ મહાસાગરના પારગામી, કામદેવના અભિમાનને દલનાર, નિર્દોષ કીર્તિથી યુક્ત, જેમને કાબુમાં લેવા ઘણા મુશ્કેલ છે એવા ઇંદ્રિય રૂપી ઘોડાઓને દાબમાં રાખનારા, શ્રીમાન્ ગુણસેન સૂરિ થયા. IIછા જગતમાં પણ આશ્ચર્ય કરાવનારું, દેવતાઓને પણ દુર્લભ, ચંદ્રના કિરણ જેવું ઉજ્જવલ જેમનું ચારિત્ર શોભતું હતું. Iટા તેમના ચરણરેણુ સમાન દેવચંદ્ર નામના સૂરિ થયા. તેમના શિષ્ય ગુરુભક્ત તેમના જ જેવા બુદ્ધિશાળી, માયા પ્રપંચથી મુક્ત હતા. વળી શ્રીમદ્ અભયદેવસૂરિ જેમના લઘુબંધુ હતા અને તે દેવચંદ્ર નામના સૂરિએ સ્થાનકની ટીકા રચી II૧૦ના મતિવગરના પણ મેં ગુરુભક્તિથી પ્રેરાઈને આ (ટીકા) રચી છે. તેથી મારા ઉપર કૃપા કરી વિદ્વાન પુરુષો આને શુદ્ધ કરે. ૧૧ાા આવશ્યક ક્રિયા, સપુસ્તકોનું લખવું, જિનેશ્વરને વંદન - પૂજન કરવામાં ઉદ્યમ શીલ શધ્યાદાન વગેરેમાં તત્પર અહીં વહક નામનો શ્રાવક થયો. ૧ર. તેના ગુણ સમૂહને વળગી રહેનારો શ્રીવત્સ નામનો તેનો પુત્ર થયો. તેની વસતિમાં વસતા સૂરિ દેવચંદ્રાચાર્યે ખંભાતનગરમાં આ રચના કરી. /૧૩ | વિક્રમ સંવત ૧૧૪૬ વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે ગુરુવારે પ્રથમ નક્ષત્રમાં આ ટીકા પૂરી થઈ. અણહિલપુર પાટણમાં અતિશય વિદ્વાનું શાસ્ત્રના રહસ્યને જાણનારા શ્રીશીલભદ્ર પ્રમુખ

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264