________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૨૫૧ આચાર્યોએ જેનું શુદ્ધિકરણ કર્યું છે. ૧પો
પોતાના શિષ્ય અશોકચંદ્રગણિએ આમાં સહાય કરી છે. જેમણે આરામ કર્યા વિના પહેલી પ્રતિમા (પ્રતિ) લખી. દરેક અક્ષરની ગણત્રી કરીએ તો ૧૩000 અનુરુપ શ્લોક પ્રમાણ નિશ્ચયથી આ ગ્રંથનું પરિમાણ થાય છે. ll૧૭ળા
શુભંભવતુ, મહાલક્ષ્મી અને મંગલ થાઓ, વર્ષાકાળનો ઢોલ વગાડનાર, કોયલના પંચમ રાગથી ગીત ગાનાર આ વસંત છે, દંતવાણામાં હોશિયાર આ હેમંત છે, વાયુથી ફુકાયેલ વાંસળી રૂપે આ શિશિર છે - શિયાળો છે.
શ્રીમદ્દીરની કીર્તિ નાચવામાં ઘણી હોંશિયાર છે, ચંદ્ર અને સૂર્ય સભ્ય છે, એઓનું જયાં સુધી સંગીત ચાલે ત્યાં સુધી લોકમાં આ પુસ્તક જય પામો. વિશાળ સરોવરમાં જયાં સુધી આ રાજહંસ ક્રીડા કરે છે ત્યાં સુધી દેવદાનવોથી નમન કરાયેલ આ સંઘ આનંદપામો.....
વાત્સલ્યમૂર્તિ પરમ ઉપકારી પરમ ગુરુદેવશ્રીમદ્ વિજય રત્નશેખર સૂરીશ્વરજીના
શિષ્યરત્ન આચાર્યદેવ
શ્રી રત્નાકરસૂરિવર્યના શિષ્ય મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સાહેબે કરેલ મૂળશુદ્ધિ વિવરણનો ગુર્જર અનુવાદ પૂરો થયો.
શુભંભવતુ