________________
૨૪૪
મૂળશુદ્ધિ ભાગ-૨ સ્વચ્છંદપણે પોતાની બુદ્ધિકલ્પનાથી નથી કહ્યું, તેથી યથાયોગ્ય કર્તવ્ય કરવું જોઈએ. ૧૯૭
શું આ જ કૃત્ય છે જે તમે કહ્યું, કે બીજું પણ છે ? આવો પ્રશ્ન ઊભો થતા શ્લોક કહે છે.
इत्थेव अण्णहा कि पि, जं पि जंपंति केइ वि ।
जं जं आगमियं किच्चं, तं तं अण्णं पि सूइयं ॥१९८।। ગાથાર્થ જેમ મેં કહ્યું તેનાથી બીજું પણ જો કાંઈ અન્ય (મહાત્માઓ) કહે છે, તેમાં પણ જો આગમિક - આગમમાં કહેલ હોય તેવું, અવકૃત્ય પણ અહીં સૂચન કરી દેવામાં આવ્યું છે. ઇતિ શેષ. એમ શ્લોકાર્થ થયો
અને આ બધું દર્શન પ્રતિમાનું સ્વરૂપ છે, એમ પ્રતિપાદન કરવા માટે અને બાકીની પ્રતિમા સાથે જોડાણ કરવા માટે શ્લોક કહે છે...
अणुट्ठाणमिणं पायं, दंसणप्पडिमागयं ।
सप्पसंगं समासेण सेसं सेसाण सासई ॥१९९।। ગાથાર્થ – દર્શન પ્રતિમા સંબંધી આ કૃત્ય વિસ્તારથી પ્રસંગો ટાંકીટાંકીને કહ્યું, સંક્ષેપથી તેનું આ સ્વરૂપ છે, અને શેષ પ્રતિમાનું સ્વરૂપ કહીશું.
શંકાદિ શલ્ય વગરના સમ્યગ્દર્શનથી યુક્ત સરલ આત્મા બાકીના ગુણો વગરનો હોય તેને એક મહિનાની આ પ્રતિમા હોય છે. ૪૦૫
સમકિતનો સ્વીકાર તો પહેલા પણ તેને હતો જ, માત્ર અહીં શંકાદિદોષ અને રાજાભિયોગ વગેરે જે અપવાદ છે તેનો ત્યાગ કરવાનો હોય છે.
સમ્યગ્દર્શનના આચાર વિશેષના પાલનથી જ તો પ્રતિમા સંભવે છે, અન્યથા પ્રતિમા કેવી રીતે કહેવાય ? (એટલે સામાન્ય રુટિન પ્રમાણેના આચારથી કંઈક વિશેષ હોય તેને જ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે.)
પહેલી પ્રતિમા એક માસની, બીજી બે મહિનાની, એમ અગ્યારમી અગ્યાર માસની, બધી પ્રતિમાનો સર્વકાળ સાડા પાંચ વર્ષનો થાય છે. એમ આગમમાં પ્રતિપાદન કરેલ છે.
બાકીની સામાયિક પ્રતિમા વગેરેનું પ્રસ્તુતથી શેષ અનુષ્ઠાન કહેવાય છે. ૧૯૯ાા દર્શન પ્રતિમા વિસ્તાર પૂર્વક કહી, હવે શેષ પ્રતિમાના સ્વરૂપને સંક્ષેપથી છ ગાથા દ્વારા કહે છે...
बीया य पडिमा नेया, सुद्धाणुव्वयपालणं ।
सामाइयपडिमा उ सुद्धं सामाइयं चिय ॥२००।। ગાથાર્થ – શ્રાવકને ઉચિત અભિગ્રહ વિશેષથી અતિચારથી વિશુદ્ધ અણુવ્રતનું પાલન કરવું તે બીજી પ્રતિમા જાણવી. કહ્યું છે.... | દર્શન પ્રતિમાથી યુક્ત નિરતિચારપણે અણુવ્રતનું પાલન કરતા અનુકંપા વગેરે ગુણોથી યુક્ત જીવને આ જગતમાં વ્રત પ્રતિમા હોય છે. ૪૦થી
"શબ્દ ‘દર્શન પ્રતિમાના અનુષ્ઠાનથી યુક્ત જીવને એટલું જોડવા માટે છે. શુદ્ધ સામાયિક