________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૨૪૧ ઇતિ” શબ્દ પ્રકરણની સમાપ્તિ દર્શાવે છે. ૧૯ી .
સાતમું સ્થાન વર્ણવ્યું, હવે બધા સ્થાનના શેષ કૃત્યને અને બાકી રહેલ પ્રતિમાના સ્વરૂપને શેષ પ્રકરણથી કહે છે. તેનો આ આદ્ય શ્લોક છે...
सामत्थेणं व अत्थेणं, सुद्धबुद्धीइ सिद्धिए ।
सओ य परओ चेव, सत्तट्ठाणाणि फावए ॥१९१।। ગાથાર્થ – પોતાના શરીરની શક્તિથી, દ્રવ્યથી, શુદ્ધબુદ્ધિથી, પિડસિદ્ધિથી જાતે અને બીજાની પાસે પૂર્વે કહેલ સાતે સ્થાનની વૃદ્ધિ કરવી જોઈએ. ૧૯૧ ત્યાં સામર્થ્ય વગેરેથી સાતે સ્થાનની વૃદ્ધિ કરવી તે સુકર - સુંદર (સરળ) કૃત્ય છે અને યોગ્ય છે. જે વળી અર્થથી વૃદ્ધિ કરવી તે યુક્ત નથી. કારણ કે તે દુઃખથી મેળવી શકાય છે અને તેને ખર્ચવું ઘણું મુશ્કેલ છે. આવી શંકા થતા કહે છે....
संतं बझं अणिच्चं जो, ठाणे दाणं पि नो दए । .
वराओ तुच्छओ एसो, कह सीलं दुद्धरं धरे ॥१९२।। ગાથાર્થ – ધન વિદ્યમાન શરીરથી બાહ્ય અંગ છે. અને અનિત્ય છે તેનું દાન સ્થાનમાં ન આપે તે આ બિચારો તુચ્છ-સત્ત્વહીન દુધરશીલને કેવી રીતે ધારણ કરશે ? ૧૯રા
અને કહ્યું છે...
ઈંદ્ર જાલની જેમ અનેક અદ્ભૂત વિભ્રમને દેખાડનારું અને પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં દેખતા જ નાશ પામનાર, “ગાંધર્વ નગરની રચનાની જેમ માણસોના દેખતા જ ક્ષણવારમાં તે ધન ક્યાં ગયું,' તે પણ જણાતું નથી. ૩૮૭ના ઘણા ક્લેશથી મેળવ્યું, અને જીવનની જેમ રક્ષણ કર્યું, અને તે જેવી રીતે નાશ પામી ગયું કે નટો નૃત્યો કરતા છતાં પણ ન જોવાયું. (નટો નૃત્ય કરતે છતે તે એવી રીતે નાશ પામી ગયું કે તે ન જોવાયું) નટો પાસે નૃત્યકળા એવી હોય કે નાચતા નાચતા ક્યારે અદ્રશ્ય થઈ જાય-પર્ધા પાછળ જતા રહે તેની ખબર જ ન પડે. તેમ સવારે રેલમ છેલ હોય-પેઢીઓ સુધી ખૂટેનહિ એવો કુબેરનો ભંડાર તેની પાસે હોય, તે સાંજ પડ્યે રોડપતિ થઈ જાય છે. તે ખબર પણ પડતી નથી. ૩૮૮
જેઓ પણ ફૂંકી ફૂંકીને ભૂતળે પગ મૂકે છે (એટલુ બરાબર ચકાસણી-ખાત્રી કરીને વિચારીને ધંધો વગેરે કરે છે, અરે ! બે-બે રૂા. માટે કંજુસાઈ કરતા હોય) તેઓનું પણ આ ધન અર્ધક્ષણકાચી સેકંડમાં નાશ પામી જાય છે એમાં કોઈ સંશય નથી. ૩૮૭ી.
સ્થાન એટલે જિનસંઘ સાધુરૂપ સત્પાત્રમાં, જેથી કહ્યું પરલોકના માર્ગે જનારાઓને ત્રણ લોકમાં જિનેશ્વરને છોડી બીજું કોઈ ધન મૂકવા માટેનું શ્રેષ્ઠતર અજોડ સ્થાન નથી. અહો ! જેણે અનિચ્છાએ મૂર્તિમાં ધન નાંખ્યું હોય, જે સર્વથા એકદમ ભુલાઈ ગયું હોય તે ધનને જિનશાસન ક્રોડ ક્રોડ ગુણ થઈ ભવાન્તર ગયેલ-રહેલને આદરથી પાછું આપે છે. ૩૯૦ની