________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૨૩૯ તે શ્લોક... I૧૭૯
तेलोक्कमक्कमित्ताणं, कित्ती ताणं तु निम्मला ।
ठिया जं कारणं तत्थ, सइत्तं सीलसंपया ॥१७९॥ ગાથાર્થ – તેઓની અને તેના જેવા બીજાઓની નિર્મલ કીર્તિ ત્રણ લોકને વ્યાપ્ત થઈને રહેલી છે, તેમાં જે કારણ છે તે પતિવ્રતાપણું અને ચારિત્રની વિભૂતિ છે. ઇતિ શ્લોકાર્ધ ૧૭૯ો. કીર્તિ રહેવા દો, બીજુ પણ જે સતીઓનું સામર્થ્ય છે તે આઠ શ્લોકથી કહે છે...
सईणं सुद्धसीलाणं, तिक्खदाढासुभासुरो ।
खुद्दो रुद्दो विकूरो वि, केसरी नेय अक्कमे ॥१८०॥ ગાથાર્થ – પતિવ્રતા કે શોભાયમાન અને શુદ્ધ ચારિત્રવાળાને તીક્ષ્ણ દાઢાવાળો - જલ્દી ફાડી જનાર એવી દાઢાથી વિકરાલ, ચૂર્ણ કરવાના સ્વભાવવાળો કે માયાવી, રૌદ્ર – ભયંકર, માંસભક્ષી હોવાથી દુષ્ટ અધ્યવસાયવાળો આવા પ્રકારનો પણ કેસરી સિંહ આક્રમણ કરતો નથી- પગથી ચગદી દેતો નથી. /૧૮મી
सईणं सुद्धसीलाणं, फारफुक्कारकारओ ।
दुट्ठो दिट्ठीविसो सप्पो, निव्विसो सिदुरं पिव ॥१८१।। ગાથાર્થ – શુદ્ધ શીલવાળી-ચારિત્રવાળી સતીઓની સામે ફુફાડા મારતો પ્રચંડ રોષવાળો દ્રષ્ટિવિષ સાપ પણ દોરડાની જેમ ઝેર વગરનો થઈ જાય છે. ૧૮૧
'सईणं सुद्धसीलाणं, अग्गी जालाकरालिओ ।
साविओ सच्चवायाए, 'चंदणं पिव सीयलो ॥१८२॥ ગાથાર્થ – “જો હું આવા કર્મ કરનારી હોઉતો મને બાળવા માટે તું યોગ્ય છે અન્યથા નહીં” ઈત્યાદિ શુદ્ધ શીલવાળી સતીઓના સત્ય વચનોવડે કહેવાયેલ જવાલાથી વ્યાપ્ત, ભયંકર અગ્નિ ચંદનની જેમ શીતલ-ઠંડો બની જાય છે. ઇતિશ્લોકાર્ધ ૧૮રા
सईणं सुद्धसीलाणं, तिक्खसोया महानई ।
भीसणा वि दुरुत्तारा, समा भूमीव भासए ॥१८३॥ ગાથાર્થ – શુદ્ધ શીલવાળી સતીઓને શીઘ વેગવાળી, ભયંકર અને દુઃખે તરી શકાય એવી મહાનદી પણ સમતળ ભૂમિ જેવી લાગે છે. ૧૮૩
सईणं सुद्धसीलाणं, अगाहो गाहदुग्गमो ।
महल्लहल्लकल्लोलो, समुद्दो गोपयं पिव ॥१८४॥ ગાથાર્થ – શુદ્ધ શીલવાળી સતીને જેનું તળીયું જણાતું ન હોય, જલચર પ્રાણીઓથી દુર્ગમ, જેમાં મોટા તરંગો ઉછળી રહ્યા છે એવો સાગર ગોષ્પદ-ખાબોચિયા જેવો ભાસે છે. એટલે ગાયના પગથી પડેલો ખાડાની જેમ સુખેથી પાર કરી શકાય છે. ૧૮૪ll