________________
૨૪૦
સર્પનું સુદ્ધસીતાનું, ડાફળી-રવવસાફળો |
संता वट्टंति निद्देसे, किंकुव्वाणा वि किंकरा ॥ १८५ ॥
મૂળશુદ્ધિ ભાગ-૨
ગાથાર્થ → રાક્ષસ વગેરે અને ભૂતપ્રેત વગેરે શુદ્ધ શીલવાળી સતીઓને “અમે શું કરીએ” એમ આદેશને માંગતા નોકરની જેમ આજ્ઞામાં રહે છે. ।।૧૮૫)
सईणं सुद्धसीलाणं, सक्काईया सुरा - ऽसुरा ।
हिट्ठा कुव्वंति कज्जाई, कुणंता गुणकित्तणं ॥ १८६॥
ગાથાર્થ → શુદ્ધ શીલવાળી સતીઓના કાર્ય-પ્રયોજનને ઈંદ્રો વિગેરે અને દેવદાનવો હર્ષ પામીને કરે છે અને “એઓ ધન્યા છે, ગુણવાળી છે” એમ ગુણ પ્રશંસા કરે છે. II૧૮૬ सईणं सुद्धसीलाणं, मोक्खमग्गठियाण उ ।
तेलोए नत्थि तं किं पि, जं असज्झं पओपणं ॥ १८७॥
ગાથાર્થ → જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગમાં રહેલી શુદ્ધ શીલવાળી સતીઓને ત્રણ ભુવનમાં એવું કોઈ કાર્ય નથી જે તેમના પ્રભાવથી સિદ્ધ ન થાય. ॥૧૮૭ા
एवं कालानुरूवेण जाव तिथं पवत्तई ।
सच्चसिरीवसाणं तु, सावियाणं पि संतई ॥१८८॥
ગાથાર્થ → એ પ્રમાણે દુષમકાલના પ્રભાવથી હીનતા પામતા ગુણ રૂપે-તરીકે જિનશાસન જયાં સુધી રહેવાનું છે ત્યાં સુધી - દુષમકાળના છેડા સુધી સત્યશ્રી નામની શ્રાવિકા સુધી શ્રાવિકાનો પ્રવાહ-પરંપરા-ચાલવાની છે. ૧૮૮ા
આવા ગુણવાળી શ્રાવિકાઓ હોવાથી તેઓનું વાત્સલ્ય ભક્તિ કરવી જોઈએ એ પ્રતિપાદન કરવા શ્લોક કહે છે...
साहम्मिणीण वच्छल्लं, जं जं अण्णं पि सुंदरं ।
कायव्वं सव्वसो सव्वं, सव्वदंसीहि दंसियं ॥ १८९ ॥
ગાથાર્થ → સમાન ધર્મયુક્ત શ્રાવિકાઓનું વસ્ત્ર આસન તાંબુલ વગેરે દ્વારા યથોચિત સર્વ પ્રકારે સંપૂર્ણ “વાત્સલ્ય કરવું જોઈએ” એમ સર્વજ્ઞ ભગવંતોએ પ્રતિપાદન કરેલ છે. ૧૮૯લા હવે તેમના કૃત્યનો ઉપદેશ અને પ્રકરણનો ઉપસંહારને ગાથાવડે કહે છે : सिद्धंतसुत्ताणि मणे धरित्ता, गुणे य दोसे य वियारइता ।
सुसावियाणं उचियं विहीए, कुज्जा बुहो सिद्धिसुहावहं ति ॥ १९०॥
ગાથાર્થ → “સાધર્મિક વાત્સલ્યમાં ઉદ્યમી તથા સ્વાધ્યાય અને ચરણકરણમાં તત્પર - ઉઘોગી થવાથી તીર્થની પ્રભાવના થાય છે,” ઇત્યાદિ સિદ્ધાંતવાક્યો = સૂત્રોને મનમાં ધારી અને “ગુણ દોષોને વિચારીને એટલે કે આ કરવાથી આ ગુણો અને આમ ન કરવાથી આ દોષો થાય છે.” એમ વિચારીને, શોભન શ્રાવિકાઓનું ઉચિત કૃત્ય પંડિત પુરુષે વિધિપૂર્વક કરવું જોઈએ, કારણ કે તે સિદ્ધિ સુખ આપનાર છે.