________________
મૂળશુદ્ધિ ભાગ-૨
તે સાંભળી તમે અધિક સદ્ધર્મથી ભાવિત મનવાળા થયા. ચારે જણાએ અજોડ શ્રાવક ધર્મને સ્વીકાર્યો. ૧૯૩
૨૩૮
ભોજન વસ્ર-પાત્ર તે મુનિને ભક્તિથી વહોરાવ્યા. તે મુનિ જતા તમે તેમના ગુણથી રંજિત થયેલ મનવાળા રહો છો. ૧૯૪
એ વખતે તારી પાસે ત્રણ પરિવ્રાજિકા આવી, એક તારી માસી અને બે તેની પુત્રી હતી.
||૧૯૫
તેઓને તેં જિનધર્મ કહ્યો, જેમ મુનિએ કહ્યો હતો તેમ, કર્મના ક્ષયોપશમથી તેઓને તે ધર્મ પરિણત થયો. ૧૯૬૦
તેઓએ કહ્યું ‘તમે ધન્ય છો આવો ધર્મ જેઓએ પ્રાપ્ત કર્યો છે. અમે તો આ જ સુધી દુષ્ટસંગવાળું આને (પરિવ્રાજિકપણાને) કરીએ છીએ.' ।।૧૯।।
એમ બોલીને તેઓ ત્રણે ત્રણ પોતાના સ્થાને ગઈ. એ પ્રમાણે ધર્મપાળીને બધા સ્વર્ગલોકમાં ગયા. ૧૯૮॥
ત્યાથી ચ્યવી અહીં ઉત્પન્ન થયા અને ફરીથી તે પ્રમાણે મળ્યા. જે ગુણમાલા તે તું છે. અને રાજા પણ આ રાજા થયો છે. ૧૯૯૫
પુત્રો પણ આ કુમારો, અને માસી પણ આ સુભદ્રા અને તે બે પુષ્પશ્રી અને ધનસેના થઈ.
1120011
શંખ પણ ભવમાં ભમીને આ ફરીથી પણ શંખ થયો. તે નિયાણાના વશથી આણે તારું અપહરણ કર્યું. ૫૨૦૧૫
તે વખતે જે તે ચક્રવાકોનો વિયોગ કર્યો અને તે રાજાએ પણ અનુમોદના કરી તેથી તમારો આ વિયોગ થયો. ૫૨૦૨
જે તે વાનર બચ્ચાઓ ૧૨ પહોર છુટા પાડ્યા તેથી ૧૨ વર્ષનો પરસ્પર તમારો વિયોગ થયો. ૨૦
ક્રીડાથી હસતા જે કર્મ બાંધ્યું તે ભોગવતા દુસ્સહ થઈ પડે છે, જેમ તમારે થયું. I૨૦૫ એમ સૂરીશ્વરનાં વચન સાંભળી તે બધાંને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી સંસારથી ઉદ્વિગ્નચિત્ત
વાળા થયા. ઉબકી ગયા || ૨૦૫||
રાજ્યને સ્વસ્થ કરી તે જ પ્રમાણે જલ્દી દીક્ષા લીધી, શાનને પેદા કરી શાશ્વતસ્થાનને પામ્યા.
॥૨૦॥
આ તે અભયશ્રી મહાસતી દેવોને ગાવા યોગ્ય ગુણવાળી થઈ હતી. તેનું આ ચરિત્ર સંક્ષેપથી કહ્યું. ૨૦
(ઈતિ અભયશ્રી કથા)
એ પ્રમાણે બીજા પણ કથાનક વિચારવા,એમ શ્લોકાર્થ થયો. ।। ૧૭૮॥
“કયા કારણને આશ્રયી તેઓની આ પ્રમાણે ત્રણ લોકમાં ફેલનારી કીર્તિ થઈ ?” આવો પ્રશ્ન ઊભો થતા શ્લોક કહે છે...