________________
૨૩૬
મૂળશુદ્ધિ ભાગ-૨ રાણી મળી નથી, એમ વિચારતા રાજા પાસે માતા સહિત કુંવરો આવ્યા. તે પણ રાજાને દેખી અચાનક રોમાંચિત દેહડીવાળી મસ્તકથી રાજાને નમે છે. ૧૫પા
ખુશ થયેલા રાજાએ પણ તેણીનો સવિશેષ ભક્તિ ઉપચાર કર્યો. અને અભગ્નસેન કહે છે કે “હે દેવ ! આ અમારી મા છે. ૧૫દી નંદપુરથી પહેલા શંખે અપહરણ કર્યું હતું. આ વળી ધનસેના મા તરીકે સ્વીકારેલી છે.” I૧૫ણા
તે સાંભળીને રાજા આનંદના પ્રવાહથી પૂર્ણ થવાથી ચંચલ નેત્રોવાળો બની બંને કુંવરોને ખોળામાં લઈ આ કહેવા લાગ્યો. ૧૫૮
હા હા ! પુત્રો ! તમે અહીં રહેવા છતાં મેં તમોને બરાબર ઓળખ્યા નહીં, પરંતુ મને મનમાં મોટો સંદેહ હતો,’ |૧૫લા.
ત્યારે ધનસેનાને પૂછ્યું તમે એઓને “હે ભદ્રા ! ક્યાંથી મેળવ્યા ?” તેણે બધી વાત કરી, ત્યારે અભયશ્રી આ બોલે છે.. હે બેન ! તું જ ધન્ય છે. જેણે એવા ગુણવિશાલોનું પાલન કર્યું,' પરસ્પર મિલાપ થતા તેઓને ઘણું સુખ થયું. ૧૬૧
હવે સુભદ્રા અને પુષ્પશ્રીને પણ ત્યાં આણી, ત્યારપછી બધા રાજયશ્રીને અનુભવતા લીલા લહેર કરતા રહે છે. ||૧૬રા.
રાણીના વચનથી શંખને પણ સામંત બનાવ્યો. એ પ્રમાણે રહેતા એક દિવસ ત્યાં સૂરીશ્વર પધાર્યા. ચાર પ્રકારના જ્ઞાનથી પદાર્થને પ્રગટ જાણનારા સુવિદિતસાધુગણથી પરિવરેલા ભગવાનું મુનિસુવ્રતનામના આચાર્ય વિહાર કરતાં ત્યાં પધાર્યા. ૧૬૪
તે જાણી નગરજનો વંદન નિમિત્તે જલ્દી નીકળ્યા. કોઈકે સુભદ્રાને સૂરીશ્વરના આગમનની વાત કરી. ૧૬પી
તે સાંભળી ભક્તિવશથી ખડી થયેલ સંવાટીવાળી રાણી અને પુષ્પશ્રીને તે કહે છે, તેઓ તેની સાથે રાજા પાસે જઈને કહે છે.” હે પ્રભુ ! વિનંતી સાંભળો, કે અહીં આપણા પુણ્યપસાય સૂરિભગવંત પધાર્યા છે. ૧૬
તેથી તેમના વંદન માટે જઈએ ?” રાજા પણ તે સાંભળી સર્વ ઋદ્ધિ સાથે તેઓની સાથે મુનીશ્વરને નમવા જાય છે. ૧૬૮ - મુનિને વાંદી ધરણીતલ ઉપર નજીકમાં બેસે છે. ગુરુએ પણ ભવ્યજીવોને સુખ ઉપજાવનારી ધર્મદેશના આરંભી. ૧૬
અને વળી....
અહીં સંસારવાર મળે જીવો જે કાંઈ સુખ કે દુઃખ મેળવે છે તે બધું પૂર્વકર્મનું ફળ છે. |૧૭૦નો.
કારણ કે આ જગતમાં જીવો રાગદ્વેષથી મુગ્ધ થયા છતાં તે જ પાપ કર્મ કરે છે અને ખરેખર તેના દોષથી વિવિધ પ્રકારની ઘણા દૂ:ખને કરનારી આપત્તિઓ પામે છે, અને જે વળી વિવિધ સુખ છે તે બધુ પુણ્યશ્રીનું માહભ્ય છે. ૧૭રા
એ અવસરે રાણી બોલે છે.” “હે સ્વામી ! અમે અન્ય જન્મમાં શું કર્મ કર્યું હતું જેનો