________________
૨૩૪
મૂળશુદ્ધિ ભાગ-૨
કુંવરને પૂછે છે ।૧૧।
જ્યારે તે કશું બોલતો નથી ત્યારે બીજાને લાવીને પૂછે છે, તેણે કહ્યું અમારા બાપનું નદીએ હરણ કર્યું છે. ।૧૧૪।।
તેઓએ પણ કરુણાથી બેઉને ગોદમાં લઈ જઈને ધનસેના નામની શ્રેષ્ઠ બુદ્ધિવાળી પોતાની મદહરી (મુખિયાની પત્ની)ને સોંપ્યા ।।૧૧૫।
પુત્ર વગરની તેણીએ પણ તેઓને પુત્ર તરીકે માનીને પોતાના ગોખને-ગોવાળિયાઓને રહેવાનું સ્થાન ભેગું કરી કહ્યું કે એઓ સર્વના સ્વામી છે. ૧૧૬॥
બંનેના રામ-લક્ષ્મણ નામ પાડ્યા. એ પ્રમાણે સુખથી રમતા ત્યાં બંને પણ રહે છે. ।।૧૧૭ા હવે એક દિવસ ધનસેના તે કુંવરોને લઈને રાજાના દર્શન માટે પદ્મિની ખેટકમાં જાય છે,
||૧૧૮
તે કુંવરોને જોઈ રાજાની રુંવાટી ખડી થઈ ગઈ અને વિચારે છે, જો જીવતા હોય તો આ મારા પુત્રો છે. ૧૧૯।
ત્યારે ધનસેનાને કહ્યું ‘હે ભદ્રે ! આ બંને તારા પુત્રો મારા ચિત્તને શાંતિ આપે છે તેથી અહીં મારા ઘેર વિચાર્યા વિના શંકા કુશંકાનો વિચાર કર્યા વગર પુત્રો સાથે રહો. તે પણ તેનો સ્વીકાર કરી હર્ષ પામેલી રાજાના મહેલમાં રહે છે. ૧૨૧||
કુંવર પણ રાજાને દેખી એમ વિચારે છે' મારા પિતા જેવો આ રાજા લાગે છે, તેથી અમારે પિતા તુલ્ય છે. ૧૨૨ા
એ પ્રમાણે રાજાની પાસે સુખથી કુમારો રહેતા છતાં એક દિવસ ક્યારેક વસંત મહિનો આવ્યો.
1192311
નિશાન-વાજિંત્રના શબ્દ દ્વારા આખાયે નગરમાં ઘોષણા કરાવી કે બધા લોકો ઉદ્યાન વગેરેમાં ક્રીડા કરો. ।૧૨૪॥
પોતે પણ ઉદ્યાનમાં રહેલો કુમારની સાથે વિશિષ્ટ ક્રીડાથી ૨મતો સેંકડો નાટક દેખતો રહેલો છે. ૧૨૫
આ બાજુ તે શંખ અભયશ્રી સાથે વાહણવડે સમુદ્રમાં જતો બીજા કાંઠે પહોંચ્યો ॥૧૨૬ા બર્બર, પારસકૂળમાં, સુવર્ણભૂમિ વગેરે ૪૩ મોટા તીર્થોમાં-વજ્રરત્ન વગેરેમાં ૧૨ વરસ
ભમીને ૧૨૭॥
વિવિધ સામગ્રીથી શ્રેષ્ઠ વાહનને ભરીને રાણી અને વિભૂતિ સાથે તે પદ્મિનીખેટક નગરમાં આવી પહોંચ્યો. ૫૧૨૮૫
બંદર ઉપર નંગરશિલા દ્વારા વાહણ લંગાર્યું. દેવીએ એક પુરુષને કહ્યું કે ‘હે પુત્ર ! જો કોઈ પણ રીતે શંખ પદ્મિનીખેટકમાં જાય તો મને કહેજો.' તેણે પણ કહ્યું કે ‘સ્વામિની ! આ તે પદ્મિનીખેટક છે.’ ૧૨૦ા
એ અરસામાં શંખ વિવિધ રત્નોનો થાળ ભરી રાજાના દર્શન માટે જાય છે. એકાએક તે જ ઉદ્યાનમાં રમ્ય નાટકમાં બેઠેલા રાજાને જોયો. શંખ પણ તેનાથી (નાટકથી) પ્રેરાયેલો ખેંચાયેલો સંધ્યાકાળ સુધી ત્યાં રહ્યો. ।૧૨।