________________
૨૩.
મૂળશુદ્ધિ ભાગ-૨
તેથી અત્યારે આવા પ્રકારની વિડંબનાદાયક આ જીવનનો શો મતલબ ?' તે સાંભળી રાણી કહે છે “હે સ્વામી ! આમ ના કહેશો. ૩૮.
કારણ કે શાસ્ત્રોમાં સંભળાય છે કે કોઈક રાજા પોતાની પટરાણી સાથે રાજયભ્રષ્ટ થયેલો બ્રાહ્મણવેશે પાછો વળે (નીકળે) છે, રાણી તેને (પુષ્પ) વેચે છે. એ પ્રમાણે કાલને પસાર કરતો રહે છે, સમય થતા હે નાથ ! તે ફરી નરનાથ-રાજા થયો. ૪૦.
તેથી વિષાદ કરો નહીં, અહીં આ પરિસ્થિતિમાં આ જ અવસરોચિત છે.' એ પ્રમાણે રાજાને સમજાવીને તે કાર્ય અભયશ્રી કરે છે. ૪૧.
અપૂર્વ-અનેરા ગૂંથણવડે વિદ્યાધરબંધ વગેરે પુષ્પોમાં ગુંથી બજારમાં લઈ જાય છે, ત્યારે ખરીદનારારાઓ માર્ગ પણ મળતો નથી. II૪રા.
તેથી લોકોએ તેનું સુંદરી માલણ એ પ્રમાણે નામ કર્યું, એ પ્રમાણે દ્રવ્ય-ધન ઉપાર્જન - કમાઈને રાજાને આપે છે. ૧૪૩
તે દ્રવ્યથી તે રાજા જાતિથી વ્યાપારી હોય તેમ વ્યાપાર કરે છે. ટૂંક સમયમાં કંઈક ઋદ્ધિથી વિસ્તાર પામ્યો. ૪૪ો.
અને ત્યાં બીજો પુત્ર જન્મ્યો, વધામણા વગેરે કરી શુભ દિવસે તેનું પુષ્પગૂલ નામ પાડ્યું. I૪પો.
એ અરસામાં શંખ નામનો વાહણવટુ સોદાગર વિદેશથી આવ્યો. હાટમાં પુષ્પો વેચતી રાણીને તેણે દેખી. II૪૬ો.
દેખીને તેને જન્માંતરમાં કરેલ નિદાનના દોષથી રાગ જાગ્યો, તેથી બે દીનાર આપી આ કહે છે હે ભદ્રા ! કાલે બંદર ઉપર ફૂલો લઈને તું આવજે,' તે રાણી પણ તેનો સ્વીકાર કરી પ્રભાત સમયે ત્યાં જાય છે, ફૂલો આપવા માટે આ જેટલામાં વાહણમાં ચઢી લોકોની સાથે, તેટલામાં તેણે તે વાહણ હંકારી મૂક્યું. ૪૯
બૂમરાણ કરતી રાણીનું અનાર્ય કૃત્યકારી તેણે હરણ કર્યું. (રાણી) કરુણ સ્વરે રડે છે, તો પણ તેણે કોઈપણ હિસાબે વાહણ ઊભું ન રાખ્યું તે શાંત થતી નથી (ઉભી રહેતી નથી) પગા
ત્યારે તે સોદાગરે કહ્યું “હે સ્વામિની ! આમ રડ નહીં, મારા ઉપર પ્રસન્ન મન કર, કારણ કે પરિવાર સહિત હું તારો નોકર છું.' //૫૧
આ અનેક ક્રોડોના ધન ઉપર હાથ કર (ધર) “તે સાંભળી અભયશ્રી કહે છે તું મારો ભાઈ છે' //પરા
ત્યારે શંકાશીલ મને શંખે કહ્યું “તું આમ ન બોલ, હે સ્વામિની ! મારી સાથે અતુલ્ય ભોગોને ભોગવ' //પ૩
ત્યારે રાણીએ કહ્યું ઓ પાપી ! આવું અજુગતું કેમ બોલે છે, જેનાથી કુલ ઉપર સ્યાહીનો કાળો ધબ્બો લાગશે.' //પ૪.
ત્યારે રોષે ભરાઈને આ બોલે છે આ તારા શીલગર્વને ભાંગુ છું. એમ બોલીને જેટલામાં તાડન વગેરેના હેતુથી જેટલામાં ઉભો થાય છે - તૈયાર થાય છે. તેટલામાં ક્રોધે ચઢેલી શાસન દેવી એકાએક ઉત્પાત વગેરે કરીને તે જહાજને સાગરમાં ડુબાવવા લાગી. પદો