________________
મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા
૨ ૨૯ તેને દેખીને તેઓ હરખાયેલા મનવાળા સાર્થ તરફ જાય છે. ધનદ સાર્થવાહે પુછ્યું તમે ક્યાંથી આવો છો ?' ૨૧ ત્યારે અભયશ્રી બોલે છે તે તાત ! પોતાના સંબંધીઓ દ્વારા આ રાજયથી ભ્રષ્ટ કરી દેવામાં આવ્યો છે અને અહીં ભયંકર જંગલમાં પહોંચ્યો છે. રરો
નંદપૂર કેટલું દૂર છે ? હે તાત ! અમારે ત્યાં જવાનું છે. ત્યારે સાર્થવાહે કહ્યું હે પુત્ર ! તે નગર ઘણું દૂર છે. ૨૩
પરંતુ મારી સાથે ચાલતા તમે સુખ પૂર્વક પ્રાપ્ત કરી શકશો.” ત્યારે તેઓ તેની સાથે સુખ પૂર્વક તે જંગલને પાર કરે છે. ૨૪
કુમાર પણ પોતાના ગુણોના પ્રભાવે તે સાર્થમાં એક હાથથી બીજાના હાથમાં ફરે છે, એ પ્રમાણે અનુક્રમે તે નગરે (તેઓ) પહોંચ્યા. રપ
સાર્થવાહને પૂછી દુઃખીમને પાછા ફરી તે નગરમાં ઘણા સુકાયેલ ઝાડીવાળા બગીચામાં પ્રવેશ કરે છે. રદી.
અને ત્યાં માલણ પુષ્પશ્રીને અભયશ્રી રાણી કહે છે' હે ભદ્રા! આ બગીચો ઘણો સુકાયેલો કેમ દેખાય છે ? રક્ષા
ત્યારે પુષ્પશ્રી બોલે છે. તે બહેન ! આમાં હું કારણ જાણતી નથી, પરંતુ અકસ્માત જે જે પ્રધાન વૃક્ષો હતાં તે સુકાઈ ગયાં. ૨૮
ઉપાય છે” એમ જાણીને પોતાના શીલના પ્રભાવથી જલ્દી શાપ આપીને તે બગીચાને રાણીએ અપૂર્વ પત્ર ફૂલફલથી શોભતો કરી દીધો. ૨૯
ત્યારે રોમાંચિત દેહવાળી પુષ્પશ્રી તે કુમારને લઈને ખેલાવે - રમાડે છે. અને બોલે છે અહીં તમે કોના મહેમાન છો ?” ૩૦મી
ત્યારે દેવી બોલી “હે બેન તારા જ, તેથી આ ખુશ થયેલી જલ્દી તેઓને લઈને પોતાના ઘેર જાય છે. ૩૧
સ્નાન વગેરે બધુ કર્યું, ત્યારપછી પુષ્પશ્રીની માતા કહે છે હે વત્સ ! તું મારી દિકરી છે, તેથી આ મારો જમાઈ છે. ૩રો
તેથી નિશ્ચિતપણે મારા ઘરે રહો, “તેથી એઓ ત્યાંજ રહે છે, ત્યારે રાણી કૌતુકથી ફૂલો ગુંથે છે. //૩૩ી. - પુષ્પશ્રી બોલી “હે બેન ! જો તું આ કામ કરતી હોય તો બગીચાનો ત્રીજો ભાગ તને આપ્યો, આ પણ તેનો સ્વીકાર કરે છે. ૩૪
તે જાણી રાજા માનસિક મહાદુઃખથી ઘેરાયો, અને બોલે છે કે “હે દેવ ! તે આ કેવું નિષ્ફરકુર કામ કર્યું છે. રૂપા
જે હંમેશા સદા પાલખી વગેરે વાહનો દ્વારા ફરતી હતી તે કેવી રીતે વિષમભૂમિ ઉપર બીજાનું કામ કરતી ભમે છે ? જે અનેક જાતના ખુશામત કરનારાઓ વડે “હે સ્વામિની હે પરમેશ્વરી” ! એ પ્રમાણે બોલાવાતી, તે કેવી રીતે આજે અત્યારે “માલણ” એ પ્રમાણે કહેવાય છે. ||૩૭ી.