________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા
૨૨૭ કહી (હશે)તેથી વિલાપ કરવા લાગ્યો....હા હા ! હું અતિનિર્દય છું. પાપી છું, કુર છું, અનાર્યચરિત્રવાળો છું, વિચાર્યા વિના કર્મ કરવાવાળો છું. ll૨૩પની
કારણ કે ઈર્ષાવશથી વ્યાકુલ-બેબાકળા બનેલા મનવાળા મેં સ્વર જાણનારી તે બાલાને જંગલમાં એકલી મૂકી દીધી, ||૨૩૬ll
હાથમાં આવેલ શ્રેષ્ઠ રત્નને અપુણ્યશાળી હું ચોક્કસ હારી ગયો. મરણ વિના મારી શુદ્ધિ નથી, ઘણું કહેવાથી શું ?' ૨૩૭
એ પ્રમાણે વિલાપ કરતા તેને સાંભળી આ કહે છે “તે આ હું નર્મદા છું,” અને જે પોતાની બિના બની તે પ્રમાણે બધી કહી સંભળાવે છે. તેથી અત્યારે તમે મારા ભાઈ છો, એથી (તમે) તું અત્યારે વિપુલ સંયમને કર, તે પણ તે સાંભળી પરમ વિનયથી ખમાવે છે, ૨૩લા
‘તમે ક્ષમા કરો, જે તમને ત્યારે અતિનિર્દય કુર ચિત્તવાળા મેં શુદ્ધ શીલવાળી પણ તને ઘોર દુઃખ સમુદ્રમાં નાખી.' ૨૪૦
ત્યારે નર્મદા સુંદરી પણ કહે છે તમે સંતાપ કરશો નહી, અવશ્ય ભોગવવા યોગ્ય કર્મમાં તમે તો નિમિત્ત માત્ર થયા છો.' || ૨૪૧
ત્યારે મહેશ્વરદત્ત બોલે છે. જો કોઈ આચાર્ય આવે તો અત્યારે હું સર્વ કર્મનો નાશકરનાર એવા સંયમને લઉં. ૨૪રા
એ અરસામાં આર્યસુહસ્તિસૂરી પધાર્યા, ત્યારે આ તેમની પાસે શ્રીદત્તા સાથે દીક્ષાને સ્વીકારે છે. ૨૪૩
બંને પણ તપ કરીને શ્રેષ્ઠ વિમાનમાં ઉત્તમદેવ થયા, ત્યાંથી એવી અનુક્રમે દુઃખ વગરના મોક્ષમાં જશે. ૨૪૪
તે પ્રવર્તિની પણ પોતાના આયુષ્યનો અંત જાણી વિધિથી અનશન કરી દેવલોકમાં દેવ થાય છે. /ર૪પા
ત્યાંથી ચ્યવી પશ્ચિમ વિદેહમાં મનોરથ નામે રાજપુત્ર થશે, ગુણયુક્ત તે વિપુલ રાજય લક્ષ્મીને ભોગવી સંયમ લક્ષ્મીને મેળવીને કેવલજ્ઞાનને પેદા કરી ભવ્ય જીવોને બોધ પમાડી શાશ્વત સ્થાને જશે. ||૨૪.
એ પ્રમાણે પ્રવર સતી નર્મદા સુંદરીનું ચરિત્ર ઘણું જ પ્રશસ્ત અને નિવૃત્તિ - મોક્ષ કરાવનાર છે. વસુદેવહિંડીમાંથી કંઈક લખ્યું છે, આનું અનુગુણણ વાંચન કરનારા માણસોને સુખ આપોથાઓ // ૨૪૮
(ઇતિ નર્મદા સુંદરી કથા સમાપ્ત) ત્યાર પછી અભયશ્રી ની કથા કહે છે..
(અભયશ્રી કથા) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અનેક પ્રકારના શ્રેષ્ઠ નગરના ગુણોથી ભરપૂર એવું રત્નાવાસક નામનું સુપ્રસિદ્ધ નગર છે.