________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા
૨૨૫ કરતી છતી પ્રકાશિત કરે છે. ૧૯૪ો.
હવે એક દિવસ ક્યારેક અનેક જાતના લોકોથી પરિવરેલી બાલા નિર્મલ છતા મલિન બનાવેલ શરીરવાળી રમણીય જિનરાસને ગાય છે. ૧૯૫ા
તેને દેખી જિનદેવ પૂછે છે, “તું કોણ છે ? તું ભૂતથી આવિષ્ટ છે કે જિનભક્ત છે ?' તે બોલે છે અત્યારે ગૃહસ્થો લોકો સાથે છે તેથી પોતાના નામને કહેતી નથી.
બીજા દિવસે બગીચા તરફ આ ચાલી ત્યારે છોકરાઓ અને લોકો પાછા વળીને પોતાના ઠેકાણે જાય છે. ૧૯૭ી.
તે પણ એકાંતમાં રહેલી કેટલામાં દેવને વિધિથી વાંદે છે, તેટલામાં ક્યાયથી પણ જિનદેવ આવ્યો, ત્યારે તેને દેખીને “અમે તમને વાંદીએ છીએ' એમ બોલી પ્રણામ કરે છે, તે પણ તેને શ્રેષ્ઠ શ્રાવક જાણી પોતાના આખા ચરિત્રને જેવી રીતે ઘડાયું-ઘટ્યુ તે બધું કહે છે. ૧૯
ત્યારે જિનદેવ બોલે છે, હે વત્સ ! (બેટી) તને શોધવા માટે ભરુચથી હું અહીં આવ્યો છું, મને વીરદાસે મોકલ્યો છે. ૨૦૦ગા.
કારણ કે તે મારો પ્રાણપ્રિય મિત્ર છે. તેણે મને મોકલ્યો છે. તેથી વિષાદને છોડી દે, બધું સારું કરીશ ૨૦૧૫
પરંતુ બજારમાં મારા સંબંધી હજાર ઘીના ઘડા રહેલા છે તેને તારે લાકડીના પ્રહારથી ભાંગવાના' // ૨૦૨ા.
એ પ્રમાણે સંકેત કરીને બંને જણ નગરમાં પેસે છે, જે પ્રમાણે મંત્રણા કરી હતી તે પ્રમાણે બધું બીજા દિવસે કરે છે. તેથી રાજા જિનદેવને બોલાવી કહે છે' હા ! કેવી રીતે આ પાપિણીએ તારે મોટું નુકશાન કર્યું ? ૨૦૪
તેથી અમારા આગ્રહથી સાગરના પેલે પાર આને નાંખી દેજે, કારણ કે અહીં રહેલી બીજા પણ મોટા અનર્થ કરશે.' ૨૦પા | (જેવો) આદેશ એમ બોલી બેડી બાંધી પોતાના સ્થાને લાવે છે. છોડીને સ્નાન કરાવીને સારા વસ્ત્રો પહેરાવી વિધિથી ભોજન કરાવી વાહનમાં ચડાવી ક્ષેમ પૂર્વક ભરુચ પહોંચ્યો. પોતાના ઘેર જઈ નર્મદાપુરમાં જણાવે છે. ૨૦
જ્યારે તેઓ તૈયાર થઈને ચાલે છે તેટલામાં તે (જિનદેવ) તેને લઈને (તેમના ઘેર) આવે છે, મા બાપ વગેરેને દેખી ગળે લાગી તે (નર્મદા) રડે છે. ૨૦૮.
ત્યારે ઋષભસેન - સહદેવ - વીરદાસ વગેરે બાંધવો બધા તેનું બાળપણું યાદ કરીને અતિકરુણતા પૂર્વક રડે છે. (૨૦૯
તેઓએ પૂછ્યું, જયારે તે બધો પોતાના વૃતાંતને કહે છે તેને સાંભળતા બધાને તે જ ક્ષણે દુ:ખ થયું. //ર ૧૦ના
- હવે તેના સંગમના નિમિત્તે જિનેશ્વરની પૂજા કરાઈ. સંઘનું સન્માન કર્યું, મોટા દાનો આપ્યા. ||૨૧૧
બધા લોકોને આશ્ચર્ય કરાવનાર એવો વધામણી મહોત્સવ કર્યો, પછી જિનદેવ શ્રાવક પણ