________________
૨૨૬
મૂળશુદ્ધિ ભાગ-૨ પોતાના નગરમાં જાય છે. જ્યારે નર્મદાસુંદરીના સંગમમાં દિવસો સુખથી પસાર થઈ રહ્યા છે ત્યારે ક્યારેક ત્યાં વિહાર કરતા સાધુથી પરિવરેલા, દેવતાઓને વંદનીય, દશપૂર્વના પ્રકાશથી પદાર્થને પ્રકટ કરનાર, ભવ્ય કમળો માટે સૂર્ય સમાન શ્રી આર્યસુહસ્તસૂરીશ્વર પધાર્યા. //ર૧૩ ૨૧૪
સૂરિને આવેલા જાણી તેમને વંદન માટે ભક્તિથી ભરેલા બધા બગીચામાં જાય છે. ર૧પ.
ત્યારપછી સૂરિને વંદન-નમન કરીને નજીકમાં બેઠા, સૂરિ પણ તેઓને જિનેશ્વરે ભાખેલ રમણીય ધર્મને કહે છે. ર૧૬ll.
કે “આ સંસારમાં પોતાના કર્મફળને ભોગવનારા આ જીવો જે અન્ય જન્મમાં કર્યું હોય તે પ્રમાણે સુખ દુઃખને પામે છે.” //ર૧૭મા.
તે સાંભળી મસ્તકે અંજલી કરી વરદાસ પૂછે છે “હે ભગવન્ ! મારી ભત્રીજીએ અન્ય જન્મમાં શું કર્યું હતું ? જેથી શીલવાળી હોવા છતા આવા મહાદુઃખને પામી, સૂરિવર્ય બોલે છે હે શ્રાવક ! જે પૂછ્યું તે સાંભળ. | ૨૧લા
આ ભરતક્ષેત્રના મધ્યખંડમાં ઊંચા શિખર સમૂહથી વ્યાપ્ત સૂર્યની ગતિ રોકનારો વિંધ્યાચલ પર્વત છે. [૨૨૦ના
તેમાંથી વેગવાળી આ નર્મદા નદી નીકળે છે, તેની અધિષ્ઠાયિકા દેવી પણ નર્મદા છે. ૨૨૧
મિથ્યાત્વથી ઉપહત (મિથ્યાત્વી) તે દેવી નર્મદા તટ ઉપર રહેલ મહાસત્ત્વશાળી ધર્મરુચિ અનગારને દેખીને ૨૨રા
વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગ કરે છે. મુનિને નિશ્ચલ ચિત્તવાળા જાણીને ઉપશાંત થઈ, સમક્તિને ધારણ કર્યું, અને ત્યાંથી આવી આ તમારી પુત્રી નર્મદા સુંદરી થઈ છે. પૂર્વભવના અભ્યાસથી આને નર્મદા નદી ઈષ્ટ છે. ર૨૪ો જે તે વખતે તે સાધુને મનના દુર્ભાવથી હેરાન કર્યા. તે સુનિકાચિત કર્મ દુઃખે સહન કરાય એવું બાંધ્યું. જે આણે ભોગવ્યું ૨૨પા
ત્યારે પોતાનું ચરિત્ર સાંભળીને નર્મદાને જાતિસ્મરણ થયું. તેથી સંવેગ પામેલી તેણે ગુરુ પાસે દીક્ષા સ્વીકારી. દુષ્કર તપમાં રક્ત બનેલી આને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે સુરીશ્વરે યોગ્ય જાણી પ્રવર્તિની પદે સ્થાપના કરી. ૨૨થા.
અનુક્રમે વિહાર કરતી કૂપવંદ્રનગરે પહોંચી. શ્રીદત્તાના ઘરે વસતિ માગીને ૨૨૮ ઘણી સાધ્વીઓ સાથે ઉતરી. જિનેશ્વર ભાખેલ ધર્મને કહે છે, શ્રીદત્તા સાથે મહેશ્વરદત્ત દરરોજ ધર્મ સાંભળે છે. ૨૨.
હવે એક દિવસ આને સંવેગ પમાડવા માટે તે બધા સ્વરમંડલનું વર્ણન કરે છે. કે આવા પ્રકારના સ્વર વડે (પુરુષ) માણસ આવા વર્ણવાળો હોય છે, આવા સ્વરના અનુસાર આટલા વર્ષનો આટલી વયવાળો નિઃસંદેહ હોય છે. આવા પ્રકારના શબ્દના કારણે ગુહ્યભાગમાં મસો હોય છે. આવા પ્રકારના શબ્દથી સાથળ ઉપર રેખા સંભવે છે.” ર૩રા
આ વગેરે બધા સ્વર લક્ષણો સાંભળીને તે મહેશ્વરદત્ત મનમાં એ પ્રમાણે વિચારે છે. /૨૩૩. ખરેખર સ્વર લક્ષણને જાણનારી મારી પ્રિયાએ પુરુષના ગુહ્ય પ્રદેશમાં મસો અને સાથળમાં રેખા