________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા
૨૨૧ બનેલી હોવા છતાં હજાર પહોરવાળી હોય તેમ પૂરી થઈ. ૧૧૬ll.
હવે સૂરજ ઊગતા તે નર્મદા સુંદરી બમણા દુઃખવાળી સ્વસ્વામીના ગુણ સમૂહને યાદ કરીને રડવા લાગી ||૧૧૭ી અને વળી....
હા ! આશ્રિત ઉપર વાત્સલ્યવાળા ! દાક્ષિણ્ય નીરના સાગર ! હા, કરુણાના ભંડાર ! મને જંગલમાં એકલી કેમ મૂકી ?' I૧૧૮
એમ વિલાપ કરતી ફરી સરોવર પાસે જાય છે. ફરીથી જંગલમાં ભમે છે, અને હરણી વગેરેને પૂછે છે? શું અહીં ક્યાંય પણ મારા ભરતારને ભમતો તમે દીઠો છે.? પ્રતિશબ્દ સાંભળીને પહાડની ગુફામાં પેસે છે ૧૨૦ ||
ત્યાં પણ તેને નહીં જોતી ત્યાંથી પાછી નીકળે છે. એ પ્રમાણે આહાર વગર તેના પાંચ દિવસો નીકળી ગયા //૧૨૧ાા હવે છઠ્ઠા દહાડે ભમતી સમુદ્ર કાંઠે જાય છે. જ્યાં વહાણો હતાં, તે કાંઠાને શૂન્ય દેખી વિચારે છે? રે રે જીવ ! લક્ષણ વગરના ! ફોગટ તું ખેદ પામે છે, જે ભવાંતરમાં ભેગું કર્યું છે તેને નાશ કરવા કોણ સમર્થ છે. ? ૧૨૩ી.
રે જીવ ! ત્યારે મુનિએ જે કહ્યું તે આ હું માનું છું, તેથી તેને તું સમતાભાવથી સહન કર, રડવાથી શું ? /૧૨૪ો
એમ વિચારી ત્યારપછી તે સરોવરમાં જઈને પોતાના દેહને સાફ કરી સ્થાપના સ્થાપી દેવને વાંદે છે. ૧૨ પાસ
ફળ દ્વારા પ્રાણવૃત્તિ કરીને ત્યાર પછી ગિરિગુફામાં માટીની જિનપ્રતિમા કરીને ભક્તિથી વાંદે છે. ૧૨૬ો.
શ્રેષ્ઠ ફૂલો દ્વારા પૂજે છે, પાકેલા ઘણા ફળો દ્વારા બલિ ધરે છે. રોમાંચિત બની મનોહર વાણીથી સ્તુતિ કરે છે. ૧૨છા.
અને વળી... “સંસારરૂપી મહાસાગરમાં ડૂબતાં પ્રાણીઓને તારવા માટે જહાજ સમાન ! આપ જય પામો, સંસારથી ગભરાયેલા જીવોને શરણ આપનાર આપ જયપામો..., હે જિનનાથ ! હે જગતથી નમન કરાયેલા ! દુઃખીઓના દુઃખ હરનારા ! આપ જય પામો, રાગદ્વેષ રૂપી શત્રુની શક્તિનું દલન કરનારા ! હે મોહમલ્લને મારનાર ! જેય પામો, હે જિનનાથ ! ચિંતાને છોડી દીધેલ ! જય પામો, I/૧૨૮ ૧૨લા
હે નિદ્રા વગરના ! હે ભૂખ, તરસ, ઘડપણ અને ભયથી મુક્ત ! આપ જય પામો, હે મદ-માયા - ખેદ વગરના ! હે જન્મ મરણ વગરના જગનાથ ! આપ જય પામો ૧૩૦ની
વિસ્મય વગરના ! પ્રમાદ વગરના ! હે દેવ ! શાશ્વત સુખમાં પહોંચેલા ! શિવનગરમાં પ્રવેશ કરાવવા દ્વારા દુઃખી એવી મારા ઉપર દયા કરો.” l/૧૩૧
એ પ્રમાણે જિન સ્તુતિમાં યત્નવાળી સુનિકાચિત કર્મને અનુભવતી જ્યારે તેનો કેટલોક કાળ નીકળે છે ત્યારે એક દિવસ આ વિચારે છે. ૧૩૨ા
જો કોઈ પણ રીતે પુણ્યયોગે મારે ભરતવાસમાં જવાનું થાય તો સર્વસંગનો ત્યાગ કરી વ્રતને ગ્રહણ કરીશ. ૧૩૩ll