Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 229
________________ ૨૧૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ભગવાન ! મારા શાપને દૂર કરો. એવા એ પ્રમાણે ઘણી રીતે વિલાપ કરતી તેને ઉપયોગ પૂર્વક મુનિએ કહ્યું એ પ્રમાણે અતિ દુઃખથી સંતાપ પામેલી હે મુગ્ધા ! તું વિલાપ ના કર. ૬૧૫ કોપવશ થયેલા મેં તને શાપ આપ્યો, હે ભદ્રા ! અત્યારે પ્રસન્ન ચિત્તવાળા મને તારા ઉપર ક્રોધ નથી. પરંતુ તારા ભવાંતરના સુનિકાચિત કર્મના દોષથી અનાભોગથી પણ કહેવાયેલ આ ભાવ થવાનો જ છે. (કુર) પ્રિય વિરહના મહાદુઃખને તારે લાંબાકાળ સુધી ભોગવવાનું છે. ખરેખર સંસારમાં પોતાના કર્મથી કોઈ પણ છૂટી શકતું નથી. II૬૪ll હે વત્સ ! હવે હસતા જે પાપ કર્મ બાંધ્યું તે કર્મ ખરેખર રોતા રોતા પણ ભોગવવુંજ પડશે એમાં કોઈ સંદેહ નથી. પી. તેથી પરમાર્થને જાણીને વાંદીને સાધુને તેણે વિદાય કર્યા. તે સાધુ ગમે છતે રડતી તેને પ્રિય પૂછ્યું અને બધું કહે છે. દદી આશ્વાસન આપીને તે પણ કહે છે... દુરિતના નાશ માટે જિનેશ્વર અને મુનિની પૂજા વગેરે કર રડવાથી કશું નહીં વળે. ૬૭ી. તેના વચન સ્વીકારી તપકરે છે. જિનેશ્વર વગેરેની પૂજા કરે છે. કેટલાક દિવસે ત્યાર પછી ફરી પણ ભોગમાં પરવશ થઈ. I૬૮ એ પ્રમાણે કાળ પસાર થતા તે મહેશ્વરદત્તને એકાંતમાં બેસાડીને બધા નોકરોએ– મિત્રોએ આમ કહ્યું. દા. હે મિત્ર! આ સુપુરુષોને ધન કમાવાનો કાળ વર્તે છે, પૂર્વ પુરષોની કમાણીનો વિલાસ કરવાથી લજ્જા પામે છે. (સજ્જન પુરુષો શરમમાં પડે છે) II૭૦ણા તેથી યવનદીપ જઈ પોતાના બાહુથી (હાથે) ઘણું ધન કમાઈને વિલાસ કરીએ, ખુશ થયેલો (મહેશ્વરદત્ત) તેમના વચનનો સ્વીકાર કરે છે. ૭૧] હવે મહાકષ્ટ (મુશ્કેલીથી) મા-બાપ પાસેથી રજા લઈને ત્યાં નથી તે તે પ્રકારના ભાંડને (વેચાણની વસ્તુઓ) ગ્રહણ કરે છે. II૭રી અને નર્મદા સુંદરીને પણ કહ્યું છે કાંતા ! મારે સમુદ્રને પેલે પાર જવાનું છે, તેથી તું અહીં સુખથી રહે. //૭૩ કારણ કે તારું શરીર અતિશય સુકોમળ છે. તેથી તું કષ્ટને સહન ન કરી શકે. માટે તું દરરોજ દેવગુરુની ભક્તિમાં તત્પર બનીને અહીં રહે. I૭૪ ત્યારે આ બોલી, “હે પ્રિયતમ ! આવા વચનો બોલશો મા, કારણ કે હું તમારા વિરહને સહન કરવા સમર્થ નથી. I૭પી તમારી સાથે જતા કષ્ટ પણ સુખ પેદા કરનારું છે, તેથી હે નાથ ! હું ચોક્કસ તમારી સાથે આવીશ.' //૭૬ll તેના સ્નેહથી મોહિત (મુગ્ધ) મતિવાળો તેનો સ્વીકાર કરી મોટા સાથે સાથે સમુદ્રકાંઠે જઈને શ્રેષ્ઠ જહાજમાં ચડે છે. શા

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264