________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા
૨૧૭ તેથી વિવિધ જાતના પણ્ય-ભાંડોથી ભરીને મોટો સાથે બનાવીને પિતાએ (તેને) નર્મદાનગર તરફ વિદાય કર્યો. ૪૧.
અને ત્યાં પહોંચ્યો, સાર્થને બહાર વસાવી નાનાજીના ઘેર સુપ્રશસ્ત દિવસે પ્રવેશ કરે છે. ||૪૨
નાનાજી વગેરે સ્વજનોને દેખી ઘણો હર્ષ પામ્યો, “ઘેર આવેલાનું બીજાઓ વડે ગૌરવ કરાય છે.” એ લોક સ્થિતિ છે. ૪૩
વિનય વગેરે દ્વારા ત્યાં રહેલો છતો આ બધાને ખુશ કરે છે, આદરથી તે કન્યાને માંગે છે, તેઓ પણ તેને આપતા નથી, તેથી તેઓની પાસે આણે ઘણી જ માંગણી કરી. ત્યારે તેઓ (નાનાજી વગેરે) વિવિધ સોગંધ કરાવીને તેને આપે છે. એક દિવસે ધર્મ વિચાર થતા કન્યાના વચનથી તે પ્રતિબોધ પામ્યો અને સધર્મથી ભાવિત મતિવાળો થયો. હવે આ શ્રાવક થયો. ૪૬ll
તેથી ખુશ થયેલા મા-બાપ વિધિપૂર્વક લગ્ન કરાવે છે, ધર્મમાં લાગેલચિત્ત (મન)વાળો તેની સાથે વિશિષ્ટ ભોગોને ભોગવે છે. શા
કેટલાક કાલે નર્મદા સાથે પોતાના નગરમાં જાય છે, માતા-પિતાને નમસ્કાર પૂર્વક પોતાના ઘરમાં પ્રવેશે છે. ૪૮
સાસુ-સસરા વગેરેની ભક્તિ કરીને નર્મદા વિનયથી ત્યાં રહે છે. તેથી સહુને આત્મવિશ કરે છે. ૪૯લા.
તે મહેશ્વરદત્ત પણ ધર્મમાં રૂઢ મનવાળો તેને લાભથી આત્માને કૃતાર્થ માનતો તેની સાથે નાના વિવિધ વિનોદ દ્વારા વિલાસ કરે છે. I૫૦ની
શ્રીદત્તા પણ પૂર્વે સેવેલ ધર્મને ફરીથી સ્વીકારે છે.
હવે ક્યારેક તે નર્મદાસુંદરી (હર્ષ પામેલી) દર્પણમાં પોતાના મુખને જોતી નીચેથી ગવાક્ષ ઉપર આરુઢ થઈ તે જેટલામાં ગવાક્ષમાં રહેલી છે, તેટલામાં કેવી રીતે પણ ત્યાં તેના તળીયે સાધુ આવી પહોંચ્યા, ત્યારે પ્રમાદના પરવશ તેણીએ નીચે જોયા વિના પાનની પિચકારી મુનિના શિરે નાંખી, તેથી ક્રોધે ભરાયેલ સાધુ બોલે છે. જેના દ્વારા હું પાનની પીચકારીથી ભરાયો તે પાપી સર્વાંગમાં પણ ભરાઓ અને પ્રિય વિયોગના દુઃખને મારા વચનથી અનુભવો પ૪માં મારા વચનથી ઘણા પ્રકારના દુઃખ યુક્ત ઘણો કાળ થાઓ, તે સાંભળી નર્મદા સુંદરી પણ સંક્ષોભ પામેલીખળભળેલી ગવાક્ષથી ઉતરીને આત્માને ઘણા પ્રકારે નિંદતી વસ્ત્રથી લુંછીને મુનિના ચરણ કમળમાં પ્રણામ કરે છે. પરમ વિનયથી ખમાવીને કહે છે હે જગજનુને આનંદદાયક ! આ પ્રમાણે મારા સાંસારિક સુખનો નાશ ન કરો. પછી
મને ધિક્કાર હો, અનાર્ય એવી મેં (જેણીએ) પ્રમાદથી આવું કામ કરી અતિશયબિહામણા અનેક દુઃખના સાગરમાં આત્માને નાંખ્યો //૫૮
આજે જ છે સ્વામી ! મારાં સર્વ સુખો નાશ પામ્યાં, આજે જ હું પાપિઠમાં પણ વધારે પાપવાળી થઈ. /પલા
હે મહાયશસ્વી ! તમારા જેવા દુઃખીઓ ઉપર કરુણા કરે છે, તેથી હે કરુણા રસના સાગર !