________________
૨૧૪ - નર્મદા સુંદરી કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ મહાસતીનો જય હો, એ પ્રમાણે જય શબ્દ ઊછળવા લાગ્યા આપવા
તું ધન્ય છે, પુણ્યશાળી છે, તારો મનુષ્ય અવતાર સફળ છે, કારણ તું દેવોને પણ વર્ણવવા યોગ્ય એવા અખંડ શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે. પરા
એ પ્રમાણે સ્તુતી કરાતી દક્ષિણ અને પશ્ચિમના નગરદ્વારોને ખોલીને ઉત્તરતરફ દ્વાર પાસે જાય છે. તેણીએ કપાટોને પાણી વડે છાંટણા કર્યા. ત્યારે એમ બોલે છે જે કોઈ મારા જેવી હોય તે આ ઉઘાડે //પ૪
આજે પણ ચંપાનગરીનો તે દરવાજો એમ જ બંધ જ રહેલો છે. તે સુભદ્રા સઘળા નગરજનો વડે અનુસરાતી લોકો જેની પાછળ પાછળ ચાલી રહ્યાં છે, એવી તે સુભદ્રા સ્વજન વગેરે દ્વારા વખાણાતી, ભાટ-ચારણોવડે ગુણ ગવાતી, નારીજનોના મંગલ શબ્દ-ગીતો દ્વારા સ્તુતિ કરાતી તે સુભદ્રા જિનમંદિરમાં જાય છે. પણ
ત્યાં પણ નમોનિણાણે બોલતી ચૈત્યોની તે સુભદ્રા પૂજા કરીને વંદે છે, પછી ગુરુપાસે જાય છે. પી .
ગુરુને ભક્તિથી દ્વાદશાવર્ત વંદન આપી શ્રમણ સંઘને વાંદીને ત્યારપછી પોતાના ઘર તરફ ચાલી પો.
દીન અનાથને ઇચ્છિત મહાદાન આપતી “આ જિનશાસનનો મહિમા છે' એ પ્રમાણે બોલતી /પ૯.
પોતાના ઘેર પહોંચી, પ્રણામ કરી નરપતિ વગેરે પણ પોત પોતાના સ્થાને જાય છે. ત્યાર પછી પતિ પણ પરમ વિનયથી કહે છે હે મહાસતી ! મારી પ્રિયા ! દેવોથી પૂજિત ! સુદ્રઢ સમકિતી ! જે અનાર્ય વચનોથી મેં તને જરીક દુઃખી કરી છે, પરાભવ કર્યો તે માફ કર. ૬૦ના ૬૧
એ પ્રમાણે બધા માટે પણ દેવ તુલ્ય બધા તેને દેવ તુલ્ય માનવા લાગ્યા એવી તે પોતાના પતિની સાથે ધર્મ અનુષ્ઠાનમાં રત સર્વ ઉત્તમ ભોગો ભોગવે છે. દરા.
એ પ્રમાણે આ સુભદ્રા મહાસતી ત્રણલોકમાં પ્રશંસાપાત્ર બની, તે પ્રમાણે તે સર્વ શ્રાવિકાઓમાં ઉપમા સ્થાનમાં તે પ્રસિદ્ધ થઈ = “શ્રાવિકા કેવી હોયતો-સુભદ્રા જેવી” એમ તેની ઉપમા અપાવા લાગી, આજે પણ સજઝાય વિગેરે માં શ્રેષ્ઠ શ્રાવિકા તરીકે ઉલ્લેખવા માં આવે છે. ૬૩
ને સુભદ્રા કથા સમાપ્ત છે તુલસાની કથા તો પહેલા કહી દીધિ છે. આદિ શબ્દથી સૂચન કરાયેલ કથાનકોમાં તેટલામાં નર્મદાસુંદરીની કથા કહેવાય છે...
| નર્મદા સુંદરી કથા | આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં ગુણોનું નિવાસ સ્થાન એવું શ્રેષ્ઠ વર્ધમાન નામે નગર છે. ૧.
તેનો સ્વામી શ્રીમોર્યવંશમાં પેદા થયેલ કુણાલનો પુત્ર ત્રિખંડના અધિપતિ સંપ્રતિનામે રાજા છે. ||રા
બીજો પણ ત્યાં સઘળા ગુણોવાળો ઋષભસેન સાર્થવાહ જિનધર્મમાં રત રહેનારો છે, તેની