________________
૨૧૦
મૂળશુદ્ધિ ભાગ-૨
બોધ પમાડી શાશ્વત સુખવાળા મોક્ષને ભગવાન પામ્યા. તેથી ભો! ત્યારે તે મનોરમાવડે આરાધાયેલી દેવીએ જે સાંનિધ્ય કરી ઘોર ઉપસર્ગને દૂર કર્યો. I૬૬ll
તે નિમિત્તે આ મનોરમા દેવોમાં પણ પ્રસિદ્ધિને પામી, મનુષ્યોને તો વિશેષથી પ્રશંસનીય મનોરમા મહાસતી પ્રસિદ્ધ થઈ. ૭૦ના. અત્યારે સુભદ્રાનું કથાનક કહે છે..
જ સુભદ્રા કથા બધા મહાસાગર અને દ્વીપોની મધ્યે રહેલ, રમણીય, પરિપૂર્ણ ચંદ્રમંડલ સમાન જંબુદ્વીપ છે. તેના
અને ત્યાં દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યખંડમાં અંગ એ નામથી પ્રસિદ્ધ દેશ છે. તેરા
તેમાં પ્રાચીન ચંપા નામની સુપ્રસિદ્ધ નગરી છે. ઘણા દિવસે જેનું વર્ણન કરી શકાય એવી અલકાપુરી સમાન વૈભવવાળી ચંપા નગરી છે. ૩
તેમાં જિતશત્રુ નામનો રાજા છે અને ત્યાં જિનશાસન ઉપર અનુરાગવાળો જિનદત્ત નામે શ્રાવક છે, તેને અત્યંત ઉભટ - ઉત્તમ રૂપ વગેરે ગુણોથી સંપન્ન સુભદ્રા નામની પુત્રી છે. અને વળી રૂપાદિ ગુણોથી સુભદ્રા, મધુર કોયલ જેવા સુંદર અવાજવાળી આગામિ - ભાવિકાળમાં સુંદર લ્યાણવાળી, મનથી હંમેશા ગંભીર જો | સરળ સ્વભાવથી ભદ્ર-(ભોળી), જિન નામની ધન્ય મુદ્રાને ધારણ કરનારી, (જિન નામકર્મ બાંધનારી) નિંદાકૂથલી વગરની, શુભનિદ્રાવાળી, રાગદ્વેષ મોહ માયા ઈત્યાદિ દ્વન્દ્ર વગરની સુભદ્રા શ્રાવિકા છે../પા
અન્યથા ક્યારેક સ્વભવનમાં રહેલી તેને કોઈક પ્રયોજનથી આવેલા ત્યાં વસેલા બૌદ્ધના ભક્ત એવા શેઠના પુત્ર બુદ્ધદાસે જોઈ. તેને દેખીને તેણે વિચાર્યું અને વળી...
ખરેખર તે દુષ્ટ વિધાતા નિશ્ચયથી નપુંસક - નામર્દ છે. કારણ કે અતિશય રૂપવાળી બનાવેલી આને અન્ય જનને ભોગવવા યોગ્ય (બનાવી) કરી. અર્થાત મર્દ હોત તો આને છોડત નહીં. દી.
અથવા તે આંધળો હોવો જોઈએ જે આવી કન્યાને મૂકે, જો સુંદર આંખવાળો હોય તો અમૃતને દેખીને કેવી રીતે મૂકે. //શા.
જો આને ન મેળવું તો મારું અસાધારણ રૂપે-કહી ન શકાય એવી રીતે મરણ થશે. અથવા કામાતુર જીવોને ચિંતાથી આવું જ થાય છે. દા.
એ પ્રમાણે વિચારતો તે કામદેવ દ્વારા બાણથી વીંધાયો. તેથી પોતાના ઘેર જઈ (તે કન્યાને) વરવા માટે પોતાના સેવકોને (માણસોને) મોકલે છે. છેલ્લા
જિનદત્ત પણ ઉચિત ભક્તિ દ્વારા તેઓનું સન્માન કરી પૂછે છે... બોલો અહીં આવવાનું શું પ્રયોજન છે. ? તેઓએ પણ પોતાનું પ્રયોજન કહી સંભળાવ્યું. શેઠે કહ્યું જાતિ - કુલ – રૂપ યૌવન લાવણ્ય વૈભવાદિ બધું તેમાં સંપૂર્ણ છે. પરંતુ અન્ય ધર્મીપણાના લીધે અરસ-પરસ અનુકૂલ પ્રગતિનો અભાવ થવાથી એઓનો સ્નેહ નહીં થાય, તેથી હું ન આપે છે ત્યારે તેઓએ જઈને બધું બુદ્ધદાસને નિવેદન કર્યું. તેણે પણ વિચાર્યું જયા સુધી કપટ શ્રાવકપણું ન સ્વીકારું ત્યાં સુધી આ મળશે નહીં. એમ વિચારી સાધુ પાસે ગયો. સાધુઓને કહ્યું... સંસારથી ઉદ્વિગ્ન બનેલ હું તમારા