Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 211
________________ ૨૦૦ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રાએ કહ્યું “જો એમ છે તો જ્યાં સુધી આ ઋદ્ધિ વગેરે છે, ત્યાં સુધી આ ઋદ્ધિસત્કારના સમૂહને અનુભવ, અને આ કુલબાલિકાઓને ભોગવ.” ધન્ય કહ્યું “હે માતા ! આ એમ જ છે. પરંતુ ધન તો રાજાદિનું સાધારણ છે. (રાજા વિગેરેનો પણ તેના ઉપર અધિકાર છે.) અનેક વિધ્વથી ભરપૂર છે, ક્ષણવારમાં દેખતા દેખતા નાશ પામે એવું છે. કામો પણ વાંત વમેલા - વાત પિત મૂત્ર, ખેલ, શુક્ર, લોહિથી ઉત્પન્ન થયેલ હોવાથી અપવિત્ર છે. એમાં પણ વિવેકયુક્ત વિજ્ઞાનવાળાને કોઈ પણ પ્રતિબંધ સ્થાન-મોહ પામવાની જગ્યા નથી. ભદ્રાએ કહ્યું “હે પુત્ર ! પ્રવ્રજયા યુક્ત-યોગ્ય છે, પરંતુ તે દુષ્કર છે. કારણ કે તીક્ષ્ણ કઠોર માર્ગમાં ચાલવું, ગુરુને સહારે રહેવું, અસિધારા વ્રતને આચરવું, મહાસાગરને બાહુડાથી તરવો, ગંગા જેવી મોટી નદીમાં સામા વહેણે જવું, લોહમયચણાચાવવા જેવું છે. વળી નિગ્રંથ શ્રમણોને આધાકર્મી આહાર, ઔશિક, ક્રીત, બીજા પાસે ઈચ્છાવિના મુક્ત કરાયેલ (જેમ એકની ઇચ્છા હોય, બીજાની ઇચ્છા ન હોય તે આહાર ન લેવાય) નવો બનાવેલ આહાર, દુર્ભિશભક્ત, દુર્દિનભક્ત, ગ્લાનભોજન, બીજવાળુભોજન લીલી-લીલોતરીવાળુ ભોજન, (સીઝયા વિનાનું) (સચિત્ત) ફળવાળુ (નું ભોજન) કલ્પ નહી, તેમજ ઊંચા નીચા દુર્જનનાં રુક્ષવચનો - ગાળો પણ સહન કરવી પડે, અને ભયંકર દારુણ એવો લોચ કરાવવો પડે, ઈત્યાદિ બધું દુષ્કર છે. જયારે તું તો સુખે લાલન-પાલન કરાયેલો - લાડ-કોડમાં ઉછરેલો તું આ બધુ કરી શકીશ નહીં.' ધન્ય કહ્યું “હે માતા ! નપુંસક - નામર્દ એવા કાયર પુરુષને જ બધું દુષ્કર છે, ધીર, મહાસત્ત્વશાળી ઝંપલાવવા તૈયાર થયેલાને કશુંયે દુષ્કર નથી. તેથી તે મા ! વિશેષ બંધન ના કરો, તેથી ત્યાર પછી તે ભદ્રા જયારે તેને રોકી રાખવા સમર્થ ન બની ત્યારે ઈચ્છા વિના જ મોટા ઠાઠમાથી દીક્ષા મહોત્સવ કરે છે. હજાર પુરુષ ઉપાડી શકે એવી પાલખીમાં આરુઢ થઈ તે ભગવાન પાસે ગયો. ત્યારે તે ભદ્રા ધન્ય કુમારની આગળ થઈને એમ બોલે છે. “હે ભગવાન્ ! આ મારો એકનો એક પુત્ર પ્રાણ પ્રિય છે, જે જન્મ મરણથી ડરેલો, સંસારવાસથી નિર્વેદ પામેલો ભગવાન પાસે દીક્ષા લેવા ઈચ્છે છે. ભગવાનને ભિક્ષારૂપે શિષ્ય આપું છું, હે ભગવન ! શિષ્યભિક્ષાને સ્વીકારો. “ભગવાન પણ સમ્યફ રીતે તેનો સ્વીકાર કરે છે. ત્યારે તે ધન્યકુમાર ઈશાન દિશા ભાગ તરફ સરકે છે અને જાતેજ ઘરેણા કુળની માળા વિગેરે અલંકારો ઉતારે છે. ત્યારે તે ભદ્રા સાર્થવાહિની નિર્મલ શ્વેત વસ્ત્ર દ્વારા તે ઘરેણા અને માલાદિને રડતી થકી, કંદન કરતી, વિલાપ કરતી અઢારસરી મોતીની માળ કે વાદળ – પાણીની ધારા સિધુવારના છેડાયેલ પુષ્પની મુક્તાવલીને (સમાન) – પ્રકાશિત - પ્રગટ કરનારા=મોતી જેવા આંસુઓને (જાણે મુક્તાવલી તુટી ગઈ ન હોય એવા તેણીના આંસુ દેખાય છે) મૂકતી ગ્રહણ કરે છે. ત્યારે તે ધન્ય જાતેજ પંચમુઠીલોચ કરે છે. ત્યારે ભદ્રા એ પ્રમાણે બોલે છે. હે બેટા ! યત્ન કરજો, “હે બેટા ! પરાક્રમ ફોરવજો ! અસ્મિચણં=તલવારના ધાર સમાન અને લોઢાના ચણા ચાવવા સમાન એવા આ અર્થમાં એટલે આવા દુષ્કર સંયમમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરવો, અમે પણ આ જ નિર્વાણમાર્ગને સ્વીકારનારા બનીએ. એમ કહી જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ. તે ધન્યને ભગવાને જાતે દીક્ષા આપી અને મોટો અનગાર થયો. ઈર્યાસમિતિવાળો. ભાષાસમિતિવાળો, એષણાસમિતિવાળો, આદાનભંડમત્તનિક્ષેપણા

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264