________________
૨૦૬
મૂળશુદ્ધિ ભાગ-૨
નથી કર્યો. કારણ કે મેરુ પર્વત પણ ડોલાયમાન થઈ જાય, સાગર પણ સુકાઈ જાય, ગ્રહનો સમૂહ ખરી પડે, તો પણ આ સુદર્શનનું મન જરીક પણ હલાવવું શક્ય નથી. ॥૩૨॥
કારણ કે તે મહાત્મા પરનારીના સંગમથી દૂર રહેલો છે, આ લોક અને પરલોકને વિરુદ્ધ આવું અકાર્ય તે પ્રલયમાં - પ્રાણાંતે પણ નહીં કરે. ॥૩૩॥
તેને લાવવો પણ શક્ય નથી, કારણ કે તે શ્રાવક ગુણોથી સંપન્ન છે, સમસ્ત શ્રેષ્ઠ વ્યવહાર નીતિને જાણવામાં કુશલ છે, તેથી તારી પ્રતિજ્ઞા નિષ્ફળ છે.' ।।૩૪।
રાણી બોલી ‘જો એ પ્રમાણે છે તો પણ એકવાર કોઈપણ રીતે અહીં લાવ પછી હું સંભાળી લઈશ.’ પંડિતા બોલી ‘જો આ તારો નિશ્ચય છે, તો એક ઉપાય છે. કારણ કે તે પર્વ દિવસે શૂન્યગૃહાદિમાં કાઉસગ્ગમાં રહે છે. પણ તો જો તે ત્યાં તે પ્રમાણે રહેલો જ લવાય.' દેવી બોલી ‘એ પ્રમાણે પણ તું લાવવાનો ઉપાય વિચાર. એ પ્રમાણે કેટલા દિવસ ગયે છતે કૌમુદિ મહોત્સવ આવ્યો અને તેમાં રાજાએ આદેશ કર્યો અને પડહ દ્વારા સર્વત્ર ઘોષણા કરાવી કે બધા માણસોએ સર્વઋદ્ધિ સાથે કૌમુદિ મહોત્સવના દર્શન માટે ઉદ્યાનમાં જવાનું છે. તે જ પ્રમાણે નિયુક્ત પુરુષોએ ઘોષણા કરી ત્યારે સુદર્શને વિચાર્યું કે અહો ! આ તો મુશ્કેલ છે, કારણ કે જો ઉદ્યાનમાં જાઉં તો ચૈત્યોની ચાતુર્માસિક પૂજા ન થાય, અને રાજાશા પણ કડક છે. તેથી પહેલાથી ઉપાય કરી લઉં. એમ વિચારી ભેટણું લઈ રાજા પાસે ગયો. અને રાજાને વિનંતી કરી કે હે રાજન ! આ કૌમુદિએ અમારો ધર્મ દિવસ છે તેથી દેવ મહેરબાની કરે તો દેવપૂજાદિ કરું.
રાજાએ પણ ‘દેવતાની પૂજાનો અંતરાય ન થાઓ' એમ માનતા કહ્યું કે કુલોચિત ધર્મ-અનુષ્ઠાન કરો. સુદર્શન પણ ‘હે દેવ ! ‘મોટી મહેરબાની' એમ કહીને નીકળી ગયો. જિનાલયમાં પૂજા કરવા લાગ્યો. તેથી આખો દિવસ સ્નાન વિલેપન આદિ મહાવિભૂતિથી કરીને રાત્રે પૌષધ કરીને નગરના ચોરામાં-ચાર રસ્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યો. ત્યારે પંડિતાએ અભયાને કહ્યું ‘હે પુત્રી ! આજે તારા મનોરથ કદાચ પૂરા થાય. પરંતુ તારે પણ ઉદ્યાનમાં ન જ જવું.' તેથી તે પણ “મારે માથું દુખે છે”એ પ્રમાણે રાજાને જવાબ આપીને (ઘે૨) રહી ગઈ. ત્યારે પંડિતાએ લેખમય કામદેવની પ્રતિમાને ઉત્તરિય વસ્ત્રથી ઢાંકીને રાજમહેલમાં પ્રવેશ કરતી દ્વારપાલે રોકી, આ શું છે ? એમ પૂછતા તે બોલી કે આજ મહારાણી શરીરના કારણે ઉદ્યાનમાં ગયા નથી તેથી, કામદેવ વગેરે દેવતાઓની ઘેર પૂજા ક૨શે. આ કારણથી આ કામદેવની પ્રતિમાનો પ્રવેશ કરાવી રહી છું. એ પ્રમાણે બીજી પણ પ્રતિમાઓનો પ્રવેશ કરાવીશ.’ તેઓએ કહ્યું ‘જો એમ છે તો આ પ્રતિમા બતાવ.’ તેણીએ ઉઘાડીને બતાવી. ત્યાર પછી તેઓને વિદાય આપી. (જવા દીધી) એમ બીજીવાર પણ કર્યું. ત્રીજી વેળાએ સુદર્શનને ઉત્તરીય વસ્ર થી ઢાંકીને પ્રવેશ કર્યો. નિઃશંક બનેલ દ્વારપાલોએ રોકી નહીં. તે પંડિતાએ અભયા રાણીને તે સોંપ્યો. તે પણ ઘણા પ્રકારે ક્ષોભાવવા લાગી. અને વળી.. ‘હે પ્રિયતમ ! મહેરબાની કર કપટથી તું અહીં લાવવામાં આવ્યો છે. તેથી કામદેવરૂપી મોટાગ્રહથી ગ્રસિત થયેલ મારા તમે શ્રેષ્ઠ વૈદ્ય બનો. ॥૩૫॥
તમારા વિરહરૂપી મહાનાગના ડંખથી આવેલા ગરળ (ગેર)ના વશથી મારા અંગો કંપી રહ્યા છે. તેઓને પોતાના સુરતરૂપી મંત્રના જાપથી સ્વસ્થ કરો'. ॥૩૬॥
સુદર્શન પણ પરમાર્થને જાણી કાઉસગ્ગમાં રહેલો જ મેરુ પર્વતની જેમ નિષ્કપ-નિશ્ચલ બની ગયો. તેથી આ ફરીથી પણ હાવ-ભાવ વગેરે દ્વારા ઉપસર્ગ કરીને કહેવા લાગી ‘શું મારા સંગમ
·