________________
મૂળશુદ્ધિ ભાગ-૨
દેવતાઓએ સમવસરણનું નિર્માણ કર્યું, વિશિષ્ટ કોટિના વેશવસ્ર ઘરેણા ધારણ કરી બધા લોકો ગયા. અને તે દેખી અરે ! આ શું ? એમ કુમારે પૂછ્યું, કંચુકીએ કહ્યું- અને વળી
“નમન કરતા દેવ દાનવના મણિમુકુટથી ખરી પડેલી ક્લ્પવૃક્ષની માલાથી સતત જેની પાદપીઠ પૂજાઈ રહી છે,” એવા વર્ધમાન સ્વામી સમોસર્યા છે. ૨૨॥
૧૯૮
તે સાંભળી ધન્યની રોમરાજી અત્યંત ખડી થઈ ગઈ અને કહે છે જિનેશ્વરને વાંદવા હું જાઉં છું. સામગ્રી તૈયાર કરો. ।।૨૩।
ત્યારે શ્રેષ્ઠ રથમાં આરુઢ થયેલો તીર્થંકરના ચરણમૂળમાં પહોંચ્યો, રથથી ઉતરી પરમ વિનયથી વાંદે છે. ।।૨૪।
પોતાના સ્થાને બેઠો, ભગવાન પણ મધુર દુંદુભિના નિનાદ સાથે અર્ધમાગધી ભાષામાં પોતાના ધર્મને કહે છે. અને વળી.... પાંચ મહાવ્રત સ્વીકારો, ત્યાં પહેલું સર્વપ્રાણતિપાત વિરમણવ્રત છે. તેનું અહિંસા દ્વારા પાલન થાય છે. અને જે અહિંસા ડરેલાઓને શરણની જેમ,સાગરમધ્યે જેમ જહાજને પકડવું (પકડવા સમાન), ચતુષ્પદો - પશુઓ માટે જેમ આશ્રમ (સમાન), દુઃખથી પીડાયેલા માટે જેમ દવાનું બળ, જંગલમાં જેમ સાર્થનો ભેટો થવો, એઓથી પણ અહિંસા ચઢિયાતી છે. અને જે અહિંસા પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ બીજ, લીલી શાકભાજી વગેરે, બેઈંદ્રિય તેઇંદ્રિય ચઉરિંદ્રિય જલચર-સ્થલચર - ખેચર, ત્રસ, સ્થાવર સર્વ પ્રાણીઓને ક્ષેમ કરનારી છે. આ ભગવતી અહિંસા જે અનંત જ્ઞાનદર્શનને ધારણ કરનારા, શીલગુણ અને તપ સંયમના નાયક સર્વ જગત્જન્તુ ઉપર વાત્સલ્યવાળા ત્રણે લોકથી પૂજિત એવા તીર્થંકરોએ સારી પેઠે ઉપદેશી છે. - દર્શાવી છે.
અવધિ જિન અને ઋજુ અને વિપુલમતિવાળા મહાત્માઓએ અને પૂર્વધરોએ જાણી છે. આમર્ષોષિધિ વિપ્રૌષધિ ખેલૌષધિ જલ્લૌષધિની લબ્ધિવાળાઓએ સ્પર્શી છે, ક્ષીરાશ્રવ માસવ, અમૃતાસ્રવ લબ્ધિધારીઓએ અને ચારણવિદ્યાધરોએ વર્ણવી છે, ચતુર્થભક્તથી માંડી છ મહિનાના તપ કરનારા અંતપ્રાંતરુક્ષ અજ્ઞાત ગોચરી લેનારાઓએ સેવી છે. ખણજ ન ખણવી - આતાપનાલેવીખણજ વગેરેના નિમિત્તે હાથ પણ બહાર નહીં નીકાળનારા, કેશ દાઢી મુછ રોમ નખને (તેના પરિકર્મને) છોડી દેનારા તથા સર્વથા પરિકર્મથી મુક્ત-મહાત્માઓએ આચરી છે. જેઓ નિત સ્વાધ્યાય-ધ્યાનમાં રત રહે છે. પાંચ મહાવ્રતરૂપ ચારિત્રથી ગુપ્ત સમિતિથી સમિત, છ જીવ નિકાય ઉપર વાત્સલ્યવાળા, સદા અપ્રમત્તભાવવાળા આવા (મુનિઓથી) અને બીજાપણ સાધકો દ્વારા જે તે આ અહિંસા ભગવતીનું પાલન કરાયું છે. અને આના પાલન માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ વૃક્ષસમૂહ -વનસ્પતિ ત્રસ સ્થાવર ઈત્યાદિ સર્વ જગતના જીવોની દયા માટે સારી રીતે નવકોટિ શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. વિચિકિત્સા, મંત્રમૂળ અને ઔષધ કાર્ય માટે નહીં, લક્ષણ, ઉત્પાત, જ્યોતિષ નિમિત્તે નહીં, ગૌરવ કે પૂજા માટે પણ નહીં, તપ નિયમ માટે ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. અને આ શુદ્ધ ન્યાયયુક્ત સરળ - માયાવગરનું, સર્વદુઃખ અને પાપનું ઉપશમન કરનારું પ્રાણાતિપાત વિરમણવ્રત છે.
તેના રક્ષણ માટે યુગ પ્રમાણ વચગાળાના માર્ગને નજરથી જોતા જોતા ચાલવું જોઈએ. માર્ગમાં આવતા કીડપતંગીયા ત્રસ, સ્થાવર, લીલી વનસ્પતિના(થી) ત્યાગથી-દૂર રહેવાદ્વારા બધા જીવોની