________________
ભદ્રા કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ છે. પોતાની અજોડ બુદ્ધિથી પ્રાપ્ત મહિમાવાળો અભય રક્ષણ કરે છે, માતાની સાથોસાથ અભય પણ લોકમાં દેવતાઓ વચ્ચે પ્રસિદ્ધ થયો. એના પણ વખાણ કર્યા. નંદા અને અભયના ગુણો પૂર્વેષણ અમે વર્ણવ્યા છે. કંઈક ચરિત્રપણ અન્ય અન્ય ચરિત્રમાં કહ્યું છે. II૭પા
| | નંદા હવે ભદ્રાનું કથાનક કહે છે...
_| ભદ્રાની કથા છે. આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી છે. ત્યાં જિતશત્રુ નામનો રાજા છે. અને ત્યાં ભદ્રા નામની સાર્થવાહી છે. જેનો સ્વામી મરી ગયેલો હોવાથી ધન્ય નામના બાળ પુત્રવાળી હોવાથી સમસ્ત મહાજનમાં પ્રધાન હતી. જિતશત્રુ રાજા પણ ઘણા કાર્યોમાં તેને પૂછતા હતા. અને વળી...
મહાનું, પરાભવ નહીં પામેલી, વિપુલ પ્રમાણમાં ભક્ત અને શ્રેષ્ઠ પાણીનો - પીણાનો ત્યાગ કરનારી, અર્થોપાર્જનમાં-ધંધામાં જોડાયેલી, પ્રયત્નવાળી (પ્રયોજનવાળી) ધનથી સમૃદ્ધ. ૧
આખી નગરીમાં પ્રધાન, રાજાને પણ નગર સંબંધી અનેક કાર્યમાં પૂછવા યોગ્ય, કરવેરાથી મુક્ત, દ્રઢ સમ્યક્તવાળી, જીવ અજીવના સ્વરૂપને જાણનારી, પાંચ અણુવ્રત અને ગુણવ્રતથી સંપન, શિક્ષાવ્રતથી યુક્ત, જિનેશ્વર અને મુનિના ચરણકમલમાં ભ્રમરી બનીને રહેનારી, દીનાદિને પ્રચુર દાન આપનારી, જિનેશ્વરના સાધુ સાધ્વીના સંઘની પૂજા કરનારી. ઘણું શું? સદાકાળ દેવોને પણ તે માનનીય હતી. (૪
તેને ૭૨ કળામાં વિચક્ષણ ધન્ય નામનો પુત્ર હતો, માતા ઉપર બધો બોજો નાખી પોતે અનેક વિધ રમતો દ્વારા વિલાસ કરે છે. પા.
તત સુવર્ણ જેવી પીળી પ્રભાવાળી, ઉંચા અને સ્કૂલ સ્તનવાળી પત્નીઓ સાથે દોગંદુક દેવની જેમ વિલાસ કરતો રહે છે. તેદી
હવે એક દિવસ તેવા પ્રકારની પદ્ધતિના વિસ્તાર અને રાજસન્માનને સહન નહીં કરતા ૧૮ શ્રેણી-પ્રશ્રેણીથી યુક્ત મહાજનનગરવાસીઓએ વિચાર્યું અને વળી....
આ ભદ્રા સાર્થવાહી અમારાઓમાં એકલી સહુથી આગળ પડતી છે અને રાજાને પણ ગૌરવ યોગ્ય છે.” આ તો અમારો પરાભવ કહેવાય. શા
તેથી આપણ સમાન કરવેરો ભરનારી થાઓ અથવા નગરીથી બહાર નીકળી જાય, એમ વિચારીને તેઓએ રાજાને એ પ્રમાણે વિનંતી કરી II
હે દેવ ! મહેરબાની કરો, સાર્થવાહી, અમારા સમાન કરઆપનારી થાઓ, અથવા નગરીથી નીકળી જાય,ઘણું કહેવાથી શું ? લા
એ પ્રમાણે મહાજને કહ્યું, ત્યારે રાજાએ વિચાર્યું હતું ! એકની ખાતર કેવી રીતે આખી નગરીને દુઃખી કરું ? એમ વિચારી રાજાએ કહ્યું “તમને જેમ સંતોષ થાય તે કરશું.” એમ કહીને વિદાય કર્યા. ત્યારપછી ભદ્રાને બોલાવીને રાજાએ કહ્યું કે “હે ભદ્રા ! મહાજનના વિરોધમાં એક પળ પણ રહેવું શક્ય નથી. તેથી મહાજનના સમાન કરવેરો અપનારી થા, અથવા નગરીથી નીકળી જા, ત્યારે ભદ્રા “જેવી દેવની આજ્ઞા” એમ બોલતી પોતાના ઘેર ગઈ અને વિચારવા લાગી, અને