________________
મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા
૨૦૧ સમિતિવાળો ઉચ્ચાર-પાસવણખેલ-સિંઘાણજલપારિષ્ઠાપિનકા સમિતિવાલો-જે દિવસે દીક્ષા લીધી તે દિવસથી આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે.... “મારે જાવજૂજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ એવા અવિચ્છિન્ન તપ કર્મથી બાહુ ઊંચા રાખી સૂર્યની સામે આતાપનાભૂમિમાં આતાપના લેવાની, પારણે પણ ઉજિઝતધર્મવાળી ભિક્ષાથી પારણું કરવાનું એવો અભિગ્રહ કરે છે. અખંડ તપકર્મ કરવાથી શુષ્ક ભોજન કરતા માંસવગરનું સુકાહાડકાના આવાજવાળું (જેમાં માત્ર હાડ ખડ-ખડીરહ્યા છે, માત્ર સુકાહાડકાનો માળો, પાતળું, ન માત્ર સત્તાવાળું, દુબળું-પાતળુ, માંસ અને લોહીથી ઉપચિત= માંડ-માંડ ધારી રાખવામાં આવેલ તપતેજથી રાખના સમૂહથી ઢંકાયેલા અગ્નિ જેવા (શરીરવાળો) થઈ ગયો.
ત્યારે ભગવાન મહાવીર સ્વામી કાકંદીથી બાહરના દેશમાં વિહાર કરતા જયાં રાજગૃહ નગર છે ત્યાં આવે છે. તે જ પ્રમાણે સમવસરણ મંડાય છે. શ્રેણિકરાજા પર્ષદા સાથે ધર્મ સાંભળી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં ધન્ય અનગારને જુએ છે. હર્ષ પૂર્વક વાંદીને જ્યાં શ્રમણ ભગવાન વીર છે ત્યાં આવે છે. પાસે આવીને પૂછે છે કે આ વિશાલ ઋષિ સભામાં દુષ્કરકારક કોણ છે ? ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે બોલે છે કે બધા દુષ્કર કારક છે, પરંતુ અત્યારે વિશેષથી ધન્યકુમાર દુષ્કરકારક છે. ત્યારે તે શ્રેણિક રાજા ભગવાન પાસે આ અર્થ સાંભળી હૃષ્ટતુષ્ટ થયેલા ત્રિપ્રદક્ષિણા કરી ધન્ય અણગારને વાંદે છે, નમસ્કાર કરે છે. વાંદીને નમસ્કાર કરીને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ધન્ય પણ પોતાના આયુષ્યનો ક્ષય જાણી સંલેખના કરી પાદોપગમન અનશન સ્વીકારી કાલ કરી સર્વાર્થસિદ્ધમહાવિમાનમાં ૩૩ સાગરોપમ આયુવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષે જશે.
એ પ્રમાણે શીલવતી સમસ્ત ગુણસમૂહથી સમગ્ર સંપૂર્ણ સર્વત્ર વિખ્યાત યશવાળી તે ભદ્રા દેવોને પણ પ્રશંસાપાત્ર બની રદી
| ભદ્રાકથા સમાપ્ત | હવે મનોરમાની કથા કહેવાય છે....
મનોરમા કથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતિભદ્ર ભૂત ગુણ સમૂહના આધારભૂત ચંપા નામની નગરી છે, અને ત્યાં સમસ્ત રાજાઓના સમૂહમાં ચૂડામણિ સમાન દધિવાહન નામનો રાજા છે. તેને આખાયે રાણીવાસમાં પ્રધાન અભયા નામની મહાદેવી છે.
અને વળી.. જે રૂપ યૌવનથી સૌભાગ્યથી કલા સમૂહથી સમસ્ત ત્રિભુવનને પણ ઘાસ સમાન માને છે. In
આ બાજુ તે નગરીમાં સર્વ મહાજનોમાં પ્રધાન ઋષભદાસ નામનો શેઠ છે. અને તેને જિનેશ્વરથી સમર્થનીય-સમર્થન કરવાયોગ્ય એવા શ્રેષ્ઠ પ્રવચનમાં ભાખેલ પ્રધાન ધર્મ-અનુષ્ઠાનમાં તત્પર રહેનારી અર્હદાસી નામની પત્ની છે. તેઓને સુભગ નામનો ભેંસનો રખેવાળ છે. તે એકવખત ક્યારેક સવારના સમયે ભેંસો લઈને જંગલમાં ગયો. પાછા ફરતા એક સ્થાને ચારેબાજુ આવરણ-ભીંત વિગેરેના આવરણ વગરના, વસ્ત્ર વિનાના માહમહિને સંધ્યાટાણે કાઉસગ્નમાં રહેલા