________________
૧૯૪
નંદા કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ શ્રેણિક રાજગૃહ પહોંચ્યો તેને દેખી રાજા મનમાં હરખ પામ્યો,તેને રાજય ઉપર સ્થાપીને અનશન સ્વીકારી ત્યાર પછી પંચ નમસ્કારમાં તત્પર બન્યો અને ચાર શરણા સ્વીકાર્યા અને સમાધિથી મરીને દેવલોક પહોંચ્યો. આ પણ મહારાજા થયો. ૩૭
આ બાજુ ગર્ભવતી નંદાને ભરતાર છોડી ગયોહતો. તેથી, ગર્ભ વધતા તેને દોહલો ઉત્પન્ન થયો. ૩૮.
કે શ્રેષ્ઠ હાથી હોટે ચઢી વિભૂતિથી બધા માણસોને ઉપકાર કરતી અભયદાન આપું. ૩૯ રાજાને વિનંતી કરી, શેઠે તેનો દોહલો પૂર્યો. દાડા પૂરા થતા આ ૪૦
સર્વસુંદર અંગવાળા માણસોના મન-નેત્રને ગમતો એવા પુત્રને જન્મ આપે છે. ઘણી ખુશ થયેલો શેઠ વધામણી મહોત્સવની જાહેરાત કરે છે. (૪૧)
વધામણી મહોત્સવ ચાલતા બારમાદિવસે શેઠે બધાની સાક્ષીએ દોહલાના અનુસાર તેનું અભયકુમાર નામ પાડ્યું. ૪રા.
એ પ્રમાણે વૃદ્ધિ પામતો અનુક્રમે હવે તે આઠવરસનો થયો. ૭૨ બહોંતેર કલાઓ ચઢીયાતિ રીતે શીખ્યો. /૪૩
એ અરસામાં સરખી ઉમરના છોકરાઓ સાથે કોઈક રીતે કજીઓ કરતા ગુસ્સે થયેલા એક છોકરાએ તેને કહ્યું “રે રે ! જેને તું શું બોલે છે? તારો તો બાપ પણ જાણતો નથી, અભયે પણ સામે જવાબ આપ્યો રે, પાપી ! શું તું ભદ્રને જાણતો નથી ?” ૪પો.
તે કહે છે તે મુગ્ધ ! ભદ્ર તો તારી માનો બાપ છે, તારી તો અન્ય છે. તું તારા બાપને ઓળખે છે ? એમ કહેતા અભય શંકાશીલ થયો ll૪.
માતાને પૂછે મારા પિતા કોણ ? ત્યારે આ શેઠને દર્શાવે છે તે કહે છે આ તો તારો પિતા છે, મારો બાપ કહો’ ૪૭થી
ત્યારે આંસુપાત કરવા પૂર્વક નિંદા બોલે છે, “હે પુત્ર ! કોઈક દેશાંતરથી આવેલાએ મારી સાથે લગ્ન કર્યા અને તે ગર્ભમાં હતો ત્યારે ક્યાંથી પણ પુરુષોએ આવી લેખ બતાવ્યો અને તે
મને છોડી (હાથી) શ્રેષ્ઠઉંટડી ઉપર આરુઢ થઈ ક્યાંય જતા રહ્યા (ક્યાં ગયા) તે હું જાણતી નથી'. NI૪૮ | ૯ | અભયે ફરી પૂછ્યું ? “હે માતા ! જતા જતા તેમણે તને કંઈ કહ્યું હતું ?' તે અક્ષરો બતાવી તેને કહે છે “આ કંઈક લખ્યું છે. ૫ગી
અભય પણ ભાવાર્થ જાણી ખુશ થયેલો કહે છે, “હે મા ! મારા પિતા રાજગૃહમાં રાજા છે, આપણે ત્યાં જઈએ'. પ૧
તે નંદા કહે છે “શેઠને પૂછ', શેઠને પૂછતા શેઠ પણ ભાવાર્થને ગ્રહણ કરી (સમજી) સામગ્રી તૈયાર કરીને તેઓને જલ્દી વિદાય કરે છે. પરા
રાજગૃહ પહોંચ્યો, માને બહાર ઉદ્યાનમાં છોડી સ્વયં અભય થોડા પરિવાર સાથે નગરમાં પ્રવેશ કરે છે. પ૩.
આ બાજુ શ્રેણિક રાજાએ ૪૯૯ મંત્રીઓ મેળવ્યા હતા, એક પ્રધાન મંત્રીની ખોજ - શોધ કરી રહ્યા હતા. પ૪l
તેની પરીક્ષા માટે સૂકા કૂવામાં તેણે પોતાની વીંટી નાંખી અને કહે છે, કુવાના તટે રહેલો