________________
૧૯૨
મૂળશુદ્ધિ ભાગ-૨ આ સીતા ચરિત્ર સંક્ષેપથી પદ્મચરિત્રમાંથી કહ્યું, વિસ્તારથી તેમાંથી જ જાણી લેવું. ૩૮
આ સીતા મહાસતીનું ચરિત્ર સાંભળતા શીલમાં દ્રઢ નિશ્ચલ ભાવ (પરિણામ) જાગે છે અને મોક્ષસુખ મળે છે. ૩૮૧
| | ઇતિ સીતા કથા સમાપ્ત છે હવે નંદાની કથા કહેવાય છે...
/ નંદા કથાનક || આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના મધ્યખંડમાં પૃથ્વી નારીના ઘરેણા સમાન રાજગૃહ નામે નગર છે. ૧૫
ત્યાં પોતાના ગુણોથી સમસ્ત રાજાઓને જિતનાર પ્રસેનજિતરાજા રહે છે, તેને ગુણ સંપન્ન શ્રેણિક વગેરે ઘણા પુત્રો છે. રા. “કોણ રાજયને યોગ્ય છે.” એવી ચિંતાથી તેઓની પરીક્ષા કરવા માટે એક ઠેકાણે બેસેલા તેઓની પાસે ખીર ભરેલા થાળ ભોજનના નિમિત્તે મોકલ્યા. વાઘ જેવા અતિશય ભૂખ્યા કુતરાઓને દ્રઢ સાંકળના બંધનથી છોડે છે. al I૪.
તેઓને આવતા દેખી કુમારો જલ્દી ઉઠી ગયા, પરંતુ શ્રેણિક જુઠું (એઠું) કરી નાંખશે એવા ભયથી ઊઠતો નથી. પા.
ઊઠી ગયેલા કુમારોની, નજીક રહેલી થાળીને લઈને આવતા કુતરાઓને થોડું થોડું નાંખે છે. ||૬|.
જેટલામાં તેઓ તે ખાય છે, ત્યારે વિશ્વસ્ત થયેલો પોતે પણ જમી લે છે, તે દેખીને રાજા શ્રેણિક ઉપર ઘણો ખુશ થયો. II
ત્યાર પછી બીજા દિવસે શ્રેષ્ઠ લાડુના નવા કરંડીયા ભરીને અને પાણીના નવા ઘડા મોકલ્યા. ||૮ો.
પોતાની મુદ્રાથી સીલબંધ કરીને છુટા છુટા શ્રેષ્ઠ ભાજનમાં એક એક કુમારને આપીને કહ્યું કે હે પુત્ર ! આ લાડુ ખાવાના અને પાણી પીવાનું, પરંતુ મુદ્રા છેદ્યા વિના અને છિદ્ર પાડ્યા વિના /૧૦ના
કોઈએ પણ તે ખાધું નહીં, શ્રેણિક કુમાર પણ પોતાની બુદ્ધિથી કરંડીયાને હલાવે છે જેથી ચૂરો ખરે છે, તેને ખાય છે, ઘડાના નીચે પણ વાટકું મૂકી ઝરી પડેલા પાણીને પીએ છે, તે દેખી રાજા ખુશ થયો. (૧૨)
હવે એક દિવસ આગ લાગે છતે રાજા કહે છે, જે કુમાર જે (વસ્તુ) ને મારા ઘરથી લઈ જશે તે તેનું રહેશે. (૧૩) બધા કુમારો મહામૂલ્યવાન રત્ન વગેરે લઈને જાય છે, શ્રેણિકકુમાર પણ ભંભા લઈને નીકળે છે. ૧૪
તે દેખીને રાજા પૂછે છે હે ભદ્ર ! આ કેમ કાઢ્યું? તે કહે છે હે દેવ ! શોભાયમાન રાજાઓના રાજયનો સાર આ જ છે, એથી ૧પો.
જે કારણથી ઢક્કાના શબ્દથી રાજાઓનું નિયંત્રણ થાય છે. તેથી જ રાજાઓ આનું પ્રયત્નથી રક્ષણ કરે છે. (૧૬ll.