________________
.
૧૮૭
મૂળશુદ્ધિ ભાગ-૨
સીતા કથા ત્યાં લોકો ઊંચાઅવાજે કહેવા લાગ્યા “સીતા સતી જ છે, હે રામ! મહાપુરુષોની સ્ત્રીઓમાં વિકાર ન હોય (૨૯૦).
એ પ્રમાણે બધા માણસો રડતા ગદ્ગદ્ સ્વરે કહે છે “હે રામ ! અતિશય નિદર્ય આવું કાર્ય ના કરો' (૨૯૧).
રામ કહે છે અહીં તમને થોડી પણ કૃપા-દયા હોય તો સીતા સંબંધી પરિવાદને ઉતાવળા થઈને ના બોલો. (૨૯૨)
રામે બાજુમાં રહેલા નોકરોને કહ્યું ત્રણસો હાથ લાંબી હોળી ઉંડી ચોરસ વાવડી ખણો. (૨૯૩)
કાલાગરુ ચંદન વગેરે સ્થૂલ મોટા ઇંધન વડે-બળતણથી ભરો, વાવડીની ચારે બાજુ જલ્દી પ્રચંડ અગ્નિ પ્રગટાવો. (૨૯૪).
હે સ્વામી! જેવી આજ્ઞા એમ કહી સેવક સમૂહે વાવડી વગેરે તે બધું કાર્ય કરી લીધું. (૨૯૫)
એ અરસામાં સકલભૂષણમુનિને તે જ ઉદ્યાનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેના મહિમા માટે દેવોથી પરિવરેલો ઇંદ્ર દિવ્યઋદ્ધિ સાથે ત્યાં આવ્યો. હવે વચ્ચે સીતાનો વૃત્તાંત જોયો. (૨૯૭)
સીતા સંબંધી વૃત્તાંતને દેખી હરિણિગમેલી ઇંદ્રને કહે છે “હે પ્રભુ ! આ દશ્ય જુઓ. દેવો પણ દુ:ખે સ્પર્શ કરી શકે એવો આ અગ્નિ સર્વ પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર છે, તે મહાયશ ! કેવી રીતે સીતાનો ઘોર ઉપસર્ગ દૂર કરાય ? (૨૯૯)
જિનધર્મથી ભાવિત વ્રતવાળી વિશુદ્ધશીલવાળી આ પ્રકારની સીતાને તે સુરપતિ ! આ ઉપસર્ગ કેવી રીતે થાય છે ? (૩૦૦)
ઈંદ્ર તેને કહ્યું “હું સાધુને વાંદવા જાઉં છું, તું જઈને સીતાની વૈયાવચ્ચ-સેવા કર. (૩૦૧) એમ બોલીને ઇંદ્ર મુનિચરણ પાસે ગયો, અને હરિણીગમેષી સીતાની પાસે ગયો. (૩૦૨)
તે તૃણકાષ્ઠથી ભરેલી મોટી વાવડી દેખીને સમાકુલમનવાળો રામ ઘણા પ્રકારે વિચાર કરે છે.... (૩૦૩).
અનેક જાતના ગુણોથી ભરપૂર સીતાને હું ક્યાં દેખીશ, આ ભડકે બળતી આગમાં ચોક્કસ તે મરણ પામી જશે. (૩૦૪)
બધા માણસો કહી રહ્યા છે “તે આ જનકની પુત્રી સીતા અપવાદથી પેદા થયેલ દુઃખવાળી આગમાં પેસીને મરી ગઈ. (સમજો) (૩૦૫)
ત્યારે હરણ કરાતી નહીં ઇચ્છતી શીલવતી સીતાનું માથું રાવણે તલવારથી કેમ ન છેવું ? (૩૦૬). | (જો એમ કર્યું હોત તો) સીતાનું આવું મરણ ન થાત, શીલગુણનું પતન ન થાત અને ત્રિભુવનમાં યશ ફેલાત. (૩૦૭)
અથવા સકલલોકમાં જેણે જેવી રીતે મરણ ઉપજવાનું હોય તે જ રીતે નિયમથી થાય છે, એમાં ફેરફાર થતો નથી. (૩૦૮).
આવા પ્રકારના બીજા પણ વિચારો રામ જેટલામાં કરે છે, તેટલામાં અગ્નિ બળવા લાગ્યો. પ્રચંડ પવનથી આહત-હવા લાગવાથી ઘણા ઘટ્ટ કાજળ સરખા ધૂમાડાવડે આકાશ ઢંકાઈ-છવાઈ