________________
મૂળશુદ્ધિ ભાગ-૨
આ જગતમાં જે શુદ્ધશીલવાળી તારી નિંદા કરે છે તે પાપી જુઠા લોકો ક્યારેય લોકમાં સુખને ન પામે. (પામો) (૨૭૧)
આ પુષ્પક વિમાન રામે તમારા માટે મોકલ્યું છે, હે દેવી ! આરુઢ થાઓ, જલ્દી કોશલા નગરી આવો. (૨૭૨)
૧૮૬
તમારા વગર રામ, દેશ અને નગરી શોભાને પામતા નથી, અને તમારું ભવન પણ સૂનું લાગે છે. જેમ ચંદ્રના બિંબ વિના આકાશ. (૨૭૩)
એ પ્રમાણે કહેવાયેલી સીતા નિંદાને ભૂસી નાખવા માટે શ્રેષ્ઠ વિમાનમાં ચઢી જલ્દી-ઝડપ ભેરે સાકેતપુરીમાં ગઈ. (૨૭૪)
રામ પાસે જતી સીતાને રાજાઓ સાથે લક્ષ્મણ વિધિપૂર્વક અર્ધ્ય આપે છે. (૧૭૫) આ બાજુ સીતાને આવતી દેખી રામ વિચારે છે, જાનવરોથી ભરપૂર જંગલમાં છોડી છતાં આ મરણ ન પામી ?' (૨૭૬)
અંજલિ કરી સીતા રામના ચરણમાં પડી, અનેક પ્રકારે વિચારણા-ચિંતા કરતી આગળ ઊભી રહી (૨૭૭)
અને કહે છે ‘જવા છતાં વનમાં ગયેલી પણ મારા ઉપર સ્નેહ હોય તો મને આજ્ઞા આપો. સૌમ્ય હૃદયવાન્ થઈ અહીં મારે જે કરવાનું હોય તે કહો.' (૨૭૮)
રામ કહે છે ‘હે પ્રિયે ! હું તારા નિર્મલ શીલને જાણું છું, પરંતુ દિવ્યદ્વારા જનાપવાદને મૂળ વગરનો કરો.' (૨૭૯)
‘આ એમ જ છે' એમ કહી સીતા કહે છે મારા વચન સાંભળો, ‘હે નાથ ! પાંચ દિવ્યો દ્વારા લોકોને હું વિશ્વાસ પમાડીશ. (૨૮૦)
ત્રાંજવામાં ચઢું, અગ્નીમાં પેસું, કૂદકો મારુ, ઉગ્ર ઝેર પીઉં, અથવા બીજું જે કહો તે કરું.
(૨૮૧)
વિચારીને રામ કહે છે કે સીતા ! અગ્નિમાં પ્રવેશ કર. તેણીએ તે-રામને કહ્યું “આએમ જ છે” એમાં કોઈ શંકા નથી. (૨૮૨)
તે દિવ્યનો સીતાએ સ્વીકાર કર્યો છતે તે સાંભળીને દેશવાસીઓ ઝરતા આંસુવાળા દુઃખી મનવાળા, અતિદુઃખી થયા. એ અરસામાં સિદ્ધાર્થ ઉપાધ્યાય કહેવા લાગ્યા → હે નાથ ! મારા વચન સાંભળો, સીતાના શીલગુણો દેવતાઓવડે પણ ગવાય એમ નથી, મેરુ પાતાળમાં પેસી જાય, લવણ સમુદ્ર સુકાઈ જાય, હે પ્રભુ સીતાના શીલનો નાશ સંભવતો નથી થાય નહીં (૨૮૫) વિદ્યામંત્ર દ્વારા પાંચ મેરુના જિનાલયોને મેં વાંઘા, હે રામ ! લાંબાકાળ સુધી તપનું સેવન કર્યું, હે મહાયશસ્વી ! તેમાં જે પુણ્ય માહત્મ્ય છે તે બધું નિષ્ફળ થાઓ, જો મનથી પણ સીતા ના શીલનો વિનાશ થયો હોય તો. સારું-સ ્ વચન બોલનારો સિદ્ધાર્થ ફરી કહે છે જો સીતા અખંડ ચરિત્રવાળી છે તો સોનાની યષ્ટિ-લંગડીની જેમ અગ્નિથી પાર નીકળો. (૨૮૬)
આકાશમાં વિદ્યાધર લોકો અને જમીને રહેલો રાજા કહે છે હે ! સિદ્ધાર્થ સારું સારું તારા આવા સુંદર વચન છે (૨૮૯)
=