________________
મૂળશુદ્ધિ ભાગ-૨
એમ કહેતા તે દૂત પણ બધુ જ વજાંઘને કહે છે. તે પણ ગુસ્સે થઈને પૃથુરાજા ઉપર લશ્કર સાથે જાય છે.
૧૮૪
તે યુદ્ધને પોતાના નિમિત્તે જાણી તે રોકવા કુમારો જલ્દી રાજા પાસે પહોંચી ગયા. ત્યારે તે કુમારો સૈન્ય અને વાહન સાથે પૃથુરાજાને યુદ્ધમાં જીતીને બધાની સામે તે કન્યાને પરણી. (૨૩૫) સૈન્યથી સમગ્ર સંપન્ન તેઓએ બીજા પણ ઘણા દેશ વશ કર્યા. હવે એક દિવસ ક્યારેક તેઓને નારદે કહ્યું ‘હે વત્સ ! તમે બન્ને રામ લક્ષ્મણની લક્ષ્મીને મેળવો.' (૨૩૭)
તેથી તેઓએ પુછ્યું ‘હે મુનિ ! તે રામ લક્ષ્મણ કોણ છે ? જેઓની ઋદ્ધિને તમે આશીર્વાદ આપો છો - પ્રશંસા કરો છો ?' આ નારદ પણ બધુ કહે છે (૨૩૮)
=
તેથી તેના (નારદના) વચન સાંભળી રોષે ભરાઈને બન્ને પણ સર્વ ઋદ્ધિ સાથે જઇને પિતા સાથે મહા ભયંકર યુદ્ધ કરે છે. (૨૩૯)
જેટલામાં તેઓના (રામલક્ષ્મણ)નાં બધાં શસ્ત્રો નિરર્થક થયાં તેથી ત્યારે લવકુમારનો વધ કરવા માટે રામ હળ-મુશળને મૂકે છે. (૨૪૦)
તેના ઉપર નાખતા માત્રમાં તે પણ નિષ્ફળ થઈ ગયા. તેથી રામ ચિંતાશોકના મહાસાગરમાં પડી ગયો. (૨૪૧)
તે વિચારે છે - અરે ! મારા દિવ્ય શસ્ત્રો પણ નિષ્ફળ કેવી રીતે થઈ ગયા ? આ પહેલા નહીં દેખેલું આજે પ્રત્યક્ષ દેખાય છે. (૨૪૨)
શંખ ગદા ધનુષ્ય વગેરે બધા શસ્ત્રો પ્રભાવ વગરના થયે છતે લક્ષ્મણ પણ ગુસ્સે થઈ ચક્રરત્નને યાદ કરે છે. (૨૪૩)
હાથમાં આવેલુ તે અમોઘ ચક્ર હજારો જ્વાળાઓથી પરિવરેલું છે. લક્ષ્મણ ત્રણે લોકને ભય ઉપજાવનાર તે ચક્રને કુશ ઉપર મૂકે છે. (૨૪૪)
તે ચક્ર કુશ પાસે જઈ પ્રભા વગરનું થયેલું જલ્દીથી પાછું લક્ષ્મણના હાથમાં આવી ગયું.
(૨૪૫)
તેને લક્ષ્મણે ક્રોધથી પાછું મદનાંકુશ ઉપર નાંખ્યુ, પરંતુ ફરી ફરી પવનવેગે પાછું આવ્યું.
(૨૪૬)
યુદ્ધમેદાનમાં લક્ષ્મણને તેવા પ્રકારનો દેખી સમસ્ત સુભટો વિસ્મય મને કહેવા લાગ્યા આ શું બધુ ઊંધું થાય છે ? (૨૪૭)
શું કોટિશિલા ઉપાડવી વગેરે કાર્ય લક્ષ્મણના ખોટા થયા, જેથી મણિરત્નોથી બનેલું ચક્ર બીજી જાતનું ઊંધુ કાર્ય કરે છે. (૨૪૮)
હવે વિષાદથી ઘેરાયેલો-જકડાયેલો લક્ષ્મણ કહે છે નિશ્ચયથી એઓ ભરતક્ષેત્રમાં બળદેવ વાસુદેવ ઉત્પન્ન થયા છે. (૨૪૯)
લક્ષ્મણનાં તે વચનને સાંભળી લવ-કુશના ઉપાધ્યાય સિદ્ધાર્થ નામના સિદ્ધપુત્ર નારદ સાથે (ત્યાં આવીને) કહે છે હે ! લક્ષ્મણ ! અકૃતિ ન કર. અધીરો ના થા, તું જ આ ભરતમાં વાસુદેવ છે, રામ બળદેવ છે, અહીં જે મુનિએ કહ્યું છે તે અન્યથા થાય ખરું ? (૨૫૧)
આ તો સીતાના પુત્રો લવ અને કુશ છે, બન્ને કુમારો છે, જેઓ ગર્ભમાં હતા ત્યારે સીતાને