________________
સીતા કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
રણમાં છોડી મૂકી હતી. (૨૫૨)
સિદ્ધાર્થ અને નારદે કુમારોનો તે વૃત્તાંત કહેતા લક્ષ્મણ રામ બન્ને પણ આંસુથી લિંપાયેલ ગાલવાળા પુત્ર પાસે જાય છે, તે કુમારો પણ સામે આવતા દેખીને અતિશય સ્નેહ ભારથી ભરેલા બન્નેના પગમાં પડે છે. (૨૫૪)
અતિ સ્નેહથી ભરેલ મનવાળો આંસુના સમૂહને મૂકતો રામ પુત્રોને ભેટી પ્રલાપ કરે છે.
(૨૫૫)
૧૮૫
હાહા ! અકૃત્યકારી અનાર્ય એવા મેં હે પુત્રો ! ગર્ભમાં રહેલા તમોને સીતા સાથે ભયજનક દારુણ જંગલમાં છોડી મૂક્યા, (૨૫૬)
હા ! વિપુલ પુણ્યશાળી ! સીતામાં મારાથી ઉત્પન્ન થયેલા, છતાં પણ જે તમે ઉદરમાં રહેલા, જંગલમાં અતિઘોર દુઃખ પામ્યા. (૨૫૭)
તમને જોવાથી સીતા જીવે છે બંધુ છે. (૨૫૮)
એમ કહીને લક્ષ્મણ રામ બન્ને પણ સેંકડો મનોરથો સાથે કોશલ નગરીમાં શ્રેષ્ઠ આનંદ મહોત્સવ પ્રવર્તાવે છે. (૨૫૯)
આ નિશ્ચય થાય છે,અને આ વજબંધ પરમાર્થથી મારો સાચો
ત્યાર પછી વિભિષણ વગેરે સમસ્ત સુભટો રામને કહે છે હે સ્વામી ! પરદેશમાં સીતા દુ:ખથી રહે છે-રહેલી છે. (૨૬૦)
તેથી પ્રસન્નચિત્ત કરી અહીં સીતાને આણો. ત્યારે રામ કહે છે લોકોથી ઉપજાવેલી નિંદાવાળી તેને હું કેવી રીતે દેખું ? (૨૬૧)
જો આ આખા જગતને શપથદ્વારા વિશ્વાસ પમાડવામાં આવે તો તેની સાથે વાસ થઈ શકે. બીજી કોઈ રીતે નહીં. (૨૬૨)
“એ પ્રમાણે થાઓ' એમ વિદ્યાધરોએ સ્વીકાર કરી બધા લોકોને ભેગા કર્યા. નગરની બહારના દેશમાં જલ્દી આવાસ કરાવ્યો. (૨૬૩)
વિશાળ માંચડાઓ રચવામાં આવ્યા, મનોહર મંડપો ઢાંકવામાં આવ્યા-તાણવામાં આવ્યા, તેમાં શપથને-દિવ્ય પરીક્ષા જોવાની કાંક્ષાવાળા બધા લોકો બેઠા. (૨૬૪)
ત્યાર પછી રામવડે આદેશ કરાયેલ સુગ્રીવ વગેરે સુભટો પુંડરિકનગરમાં જઈ સીતાના ભવનમાં પ્રવેશે છે. જય શબ્દ કહી બધા વિદ્યાધરો સીતાને પ્રણામ કરે છે. સંભ્રમને પામેલી સીતા તેઓને અતિશય બોલાવે છે, હવે તેઓ બેસે છે, ત્યારે સીતા નિંદાવાળા વચનો બોલે છે.→ વિધાતાએ આ મારું શરીર દુઃખનું આશ્રય બનાવ્યું છે. આ મારા અંગો દુર્જનના વચનરૂપી આગથી બળી ગયા છે, જેઓ ક્ષીરોદધિના પાણીથી પણ શાંત થાય તેમ નથી.' (૨૬૮)
હવે તેઓ કહે છે હે સ્વામિની ! આ દારુણશોકને મૂકો, તે પાપીઓમાં પણ પાપી છે, જે તારી નિંદા કરે છે. (૨૬૯)
પૃથ્વીને કોણ ઉપાડી શકે ? ચીનગારીથી પીળાશવાળી આગને કોણ પીએ ? ચંદ્રસૂર્યની ભૂમિને કયો મૂઢાત્મા જીભથી ચાટી શકે ? (૨૭૦)