________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા
૧૮૩ વારંવાર રામ સીતાને જ યાદ કરે છે. (૨૧૫)
એ પ્રમાણે ધીરે ધીરે સીતાનો શોક ઓછો થતા બાકીની નારીઓમાં કેમે કરીને ધીરજને પામ્યો. (૧૬)
હવે પુંડરિક નગરીમાં રહેલી સીતાનું શરીર ગર્ભના પ્રભાવે કંઈક પીળાશવાળુ, તેમજ મુખ અને સ્તન કાળા થઈ ગયા (૨૧૭)
શરીર ઘણા મંગલથી સંપૂર્ણ થયું. ગતિ મંદ અને અતિશય વિભ્રમવાળી થઈ, જેના નેત્રની દષ્ટિ વિશ્રાંત થઈ ગઈ છે. મુખકમલ સુપ્રસન્ન થયેલું છે (૨૧૮)
રાત્રિમાં સ્વપ્નમાં અતિશય સુંદરરૂપવાળા હાથીઓવડે કમલિનીના પાંદડાના પડિયામાં લીધેલા નિર્મલજલથી અભિષેક કરાતી (આત્માને) દેખે છે, (૧૨૮)
મણિના આરિતા હોવા છતાં પોતાના મુખને તલવારમાં જુએ છે, ગંધર્વના ગીતને છોડી ધનુષ્યના આવાજને સાંભળે છે. (૨૨૦)
પાંજરારૂપીઉદરમાં રહેલા સિંહોને અનિમેષ નયણે જુએ છે. આવા પરિણામવાળી સીતા ત્યાં દિવસો પસાર કરે છે. (૨૨૧)
એ પ્રમાણે નવ મહિના પૂરા થતા શ્રાવણનક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે શ્રાવણ સુદ પાંચમના દિવસે સીતાએ પુત્રયુગલને જન્મ આપ્યો (૨૨૨)
હવે વજજંઘ તેઓનો ગાંધર્વના ગીત, પેટીવાજુ, ઉત્તમજાતના ઢોલ તબલાના શબ્દવાળો મહાવિપુલ જન્મ મહોત્સવ કરે છે.
અનંગ-કામદેવ સમાન રૂપવાળા પહેલાનું અનંગલવણ નામ પાડ્યું. અને તેના જ સરખા ગુણવાળા બીજાને મદનાંકુશ નામ રાખ્યું. (૨૨૪).
હવે તે બન્ને પણ કુમારો અનુક્રમે વૃદ્ધિ પામતા સમસ્ત કળામાં કુશળ અને અનેક માણસોના મનને ચમત્કાર કરનારા થયા. (૨૨૫)
અનુક્રમે અનેક કામિનીને મનગમતું, ઉદાર, સમસ્ત વિલાસની સભા સમાન, કામદેવનું કુલભવન એવું યૌવન પામ્યા. (૨૨૬)
- હવે વજજંઘ રાજાએ એઓને ભોગસમર્થ જાણી વિવાહનિમિત્તે તેઓ માટે કન્યા જુએ છે. (૨૨૭)
૩૨ કન્યાઓથી યુક્ત લક્ષ્મીમતીની પુત્રી શશિચૂલા નામની ઉત્તમ કન્યા રાજાએ પહેલા માટે જોઈ. (૨૨૮).
બીજાના નિમિત્તે પૃથુ રાજાની કનકમાલા નામની કન્યાને યાદકરીને દૂત મોકલે છે. (૨૨૯)
તે પૃથુરાજાને કહે છે “હે દેવ ! વજજંઘરાજાએ મને તમારી પાસે આ કામથી મોકલ્યો છે તે સાંભળો. (૨૩૦) | કનકમાલા નામની જે તમારી દીકરી છે, તે મદનાંકુશને આપો, એમ કહેતા પૃથુરાજા કહે છે તે દૂત ! જેના કુળને પણ જાણીએ નહીં તેને હું દીકરી કેવી રીતે આપું? એ પ્રમાણે બોલનારો તું પણ સ્પષ્ટ રીતે દંડ યોગ્ય બનીશ. (૨૩૨).