________________
૧૮૨
મૂળશુદ્ધિ ભાગ-૨ હશે તે જાણી શકાતું નથી. (૧૯૯).
યૂથથી ભ્રષ્ટ થયેલી હરણીની જેમ ભૂખ તરસની વેદનાથી જકડાયેલી, સૂર્યના કિરણોથી સુકાયેલ અંગવાળી હે કાંતા ! તું મહાજંગલમાં મરી જઈશ (૨૦૦૧)
શું વનમાં વાધે ખાધી? અથવા શું ઘોર સિંહે ખાધી અથવા મદોન્મત્ત હાથીએ ધરતી-જમીન ઉપર સુનારીને આક્રાંત કરી લીધી-કચરી નાંખી ? (૨૦૧)
વૃક્ષોનો નાશ કરનાર બળતી-ભડભડતી હજારો જવાળાઓથી પ્રચૂર એવા દાવાનલમાં સહાય વગરની છે કાંતા ! શું તું બળી ગઈ ? (૨૦૨).
સમસ્ત જીવલોકમાં રત્નજીને સમાન કોણ પુરુષ હશે જે વિવલ એવી મારી પ્રિયતમાની વાત-સમાચારઃખબરઅંતર લઈ આવે ?” (૨૦૩)
ચોધાર આંસુએ રડતા રામ વારંવાર સેનાપતિને પૂછે છે “ભંયકર વનમાં સીતા કેવી રીતે પ્રાણોને ધારણ કરશે. ? (૨૦૪).
એ પ્રમાણે કહેવાયેલો કૃતાંતવદન લજજાના ભારથી પ્રેરાયેલો-શરમિંદો બનેલો જવાબ આપતો નથી,તેટલામાં રામ સીતાને યાદ કરીને મૂછ પામ્યો. (૨૦૫).
એ અરસામાં એકાએક લક્ષ્મણ રામ પાસે આવ્યો. આશ્વાસન આપી તે કહે છે, હે નાથ ! મારી વાત સાંભળો. (૨૦૬).
હે સ્વામી ! શોક સંબંધને છોડો, ધીરજ રાખો, પૂર્વે કરેલા શુભાશુભ કર્મ લોકોને પાસે આવે છે-પરિણમે છે. (૨૦૭)
આકાશમાં, પહાડના શિખર ઉપર, પાણીમાં, સ્થળમાં, ભયંકર જંગલમાં પોતાના કર્મથી પડેલો જીવ પૂર્વના સુકૃતથી રક્ષણ પામે છે. (૨૦૮).
વળી પાપનો ઉદય થતા ધીર પુરુષો વડે રક્ષણ કરાતો જીવ પણ નિશ્ચયથી મરણ પામે છે. આ લોકમાં સંસારની આવી પરિસ્થિતિ છે. (૨૦૯)
એ પ્રમાણે કુશળ લક્ષ્મણે તે રામને સમજાવ્યા ત્યારે કંઈક શોકને મૂકે છે અને પોતાના કાર્યમાં મન દેવા લાગ્યા. (૨૧૦)
સીતાના ગુણ સમૂહને યાદ કરતા દેશ અને નગરવાસી આંસુ ઝરતી આંખવાળા રડે છે અને સીતાની ઘણી પ્રશંસા કરે છે.
તે દિવસથી વીણા મૃદંગ = ઢોળ તબલા, ત્રિર- વીણા જેવું સંગીતનું યંત્ર,વાંસના આવાજ સાથેના ઊંચા ગીત સંગીત વગરની, આકંદનના મોટા આવાજવાળી શોકથી સંતાપ પામેલી નગરી થઈ ગઈ. (૨૧૨).
રામે ભદ્રકલશને કહ્યું-“સીતાનું પ્રતકાર્ય જલ્દી કરીલો, અને ઇચ્છા મુજબ ખૂબ દાન આપો.' (૨૧૩)
‘સ્વામી ! જેવી આશા', એમ કહી જલ્દી નીકળી ગયો, અને દાનાદિ બધું કાર્ય ભદ્રકલશ કરે છે. (૨૧૪)
આઠ હજાર યુવતિઓથી સદા પરિવરેલો હોવા છતાં; સીતામાં એકમનવાળો સ્વપ્નમાં પણ