________________
૧૪૪
મૂળશુદ્ધિ ભાગ-૨ સંતાપ આપ્યો. ત્યાર પછી નવા બનાવેલ પતિઓને અનુક્રમે મહાદુઃખ કર્યું. એ પ્રમાણે બીજી પણ નારીઓ સંતાપ કારાવનારી હોય છે. ૩૨
| | જવાલાવલી કથા સમાપ્ત // नारी विवेगविगला, जहा सा सुकुमालिया ।
नारी वज्ज व्व वज्जेज्जा, दिटुंतो कट्ठसेट्ठिणा ॥१७०॥ ગાથાર્થ – નારી સુંદર-અસુંદરના વિવેક-વિચાર વગરની હોય છે, જેમ તે સુકુમારિકા નારી વજની જેમ (કઠોર) હોવાથી છોડવા જેવી છે. આ બાબતમાં દૃષ્ટાંત બતાવે છે કાષ્ઠનામના વાણિયાએ જેમ પોતાની સ્ત્રી વજા છોડી. વિભક્તિનો ફેરફાર કરી પ્રથમાની દ્વિતીયા કરી - વજની જેમ નારીને છોડવી એવો અર્થ નીકળે છે. II૧૭)
ભાવાર્થ બે કથાનકોથી જાણવો... ત્યાં સુકુમારિકાની કથા કહે છે....
સુકુમારિકા કથા જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રહેલ સતત ચાલતા મહામહોત્સવથી હર્ષઘેલા બનેલા માનવ મહેરાણથી શોભિત, ત્રિકોણ-ચારરસ્તા ચૌટાથી સુશોભિત ચંપા નામની રાજધાનીમાં નિવાસ કરનાર, માયાનું હલનચલન એકદમ મંદ કરી દીધું છે. અને પર-શત્રુસમૂહના નમન કરતા મસ્તક મુકુટની માલાથી જેના ચરણ કમળ ઘસાયા છે-મલિનકાયા છે એવો જિતશત્રુ નામનો રાજા છે. તેને ચંદ્રની જેમ રોહિણી, વિષ્ણુની જેમ લક્ષ્મી, શંકરની જેમ પાર્વતી તેમ અત્યંત પ્રિય સુકુમાલિકા નામની રાણી હતી. અને વળી... રૂપથી રંભાને જિતનારી, લાવણ્યથી સમુદ્ર વેલા જેવી, કાંતિથી ચંદ્રની મૂર્તિ, દીપ્તિથી જાણે સૂરજનું શરીર (૧) હાથીના તાલવાની જેમ સુકુમાલ હોવાથી અને ગોરીની જેમ શોભાવાળી હોવાથી તે સુકુમારિકા દેવી પોતાના પતિને ઘણી જ પ્રિય હતી. રા/ તેથી તેના સુકુમાલ શરીરના સ્પર્શથી મોહિત બનેલ સતત સુરત ક્રિયામાં રત બનેલ બાકીની રાણીઓને તરછોડી રાજકાજનો તિરસ્કાર કરી લોકાપવાદ = નિંદાને ગણકાર્યા વિના હિતોપદેશવાળા મહામંત્રીના વચનપરમાર્થનો વિચાર કર્યા વિના, નજીકના રાજાઓના સામર્થ્યનું અનુમાન કાઢયા વિના, વિવેકજ્ઞાન અને વિજ્ઞાનને નિરર્થક બનાવી, ધર્મશાસ્ત્રને સાંભળવાનું દૂર કરી, કલા કલાપનો અભ્યાસ-પ્રયોગ કર્યા વિના સકલ સેવક જનોને પરિતોષ આપતો નથી. સર્વથા તન્મયની જેમ તેના અંગઅંગિભાવમાં પરિણત થયેલો તેના ઉંડાણમાં પ્રવેશેલો, શેષ ઇદ્રિયના વિષયનો વ્યાપાર છોડી તેના જ સુકુમાલ સ્પર્શના એક વિષયને જ બહુ માનતો અંતઃપુરમાં જ રહે છે.
ત્યારે કામના અંધકારથી ઢંકાયેલ લોચનયુગલવાળો રાજા દેખતો નથી, એથી કરી આસપાસનો શત્રુવર્ગ (શત્રુસેના) મજબૂત બની ગયો, ચોરો વાડો (રસ્તા) પાડે છે. નગરમાં ચોરો ખાત્ર ખોદે છે. યુવતિજન અને સુવર્ણથી લદાયેલી કન્યાઓને જુગારીઓ હેરાન કરે છે વ્યાપારિલોકોની ઉત્તરીયવસ્ત્રમાં બાંધેલી સોનાની પોટલી (ગાંઠ)ને ખીસ્સાકાતરુઓ કાપે છે. પરનારીમાં લંપટ પરસ્ત્રીઓ સાથે રમે છે. બંદિજનો = ભાટ ચારણો પૈસાદારના ગુણગાવે છે, ઘણુ શું ? નાયક