________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૧૫૯ સીતા - રામની પત્ની, નંદા - અભયકુમારની માતા, ભદ્રા – ધન્ય કુમારની માતા, મનોરમા - સુદર્શનની પત્ની, સુભદ્રા - ચંપામાં શાસનની ઉન્નતિ કરનારી, સુલસા -- દેવકીના પુત્રોનું પાલન કરનારી, અથવા પૂર્વે પહેલા ભાગમાં કથાનક પૂર્વક કહેવાઈ છે. આદિ શબ્દથી નર્મદા સુંદરી - અભયશ્રી વગેરે. શિંગડું પકડી=આંગળી ચીંધીને કેટલી બતાવીએ ? પ્રકટ - પાયડમાં દીર્ઘત્વ પ્રાકૃતના કારણે છે. દેવતાઓની મધ્યે પણ તેઓ પ્રસિદ્ધ છે. ઇતિ શ્લોકાર્થ | I૧૭૮ ભાવાર્થ કથાનકથી સમજવો.... ત્યારે રેવતીની કથા કહે છે...
| | રેવતી કથાનક છે આ ભરત ક્ષેત્રમાં ભરપૂર ધનધાન્યના ભારથી રમણીય, સમસ્ત ગુણનું ભંડાર મિંઢિકગ્રામ નામનું શ્રેષ્ઠ નગર છે. |૧it
અને ત્યાં પ્રભૂત ધનધાન્યઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર ગુણ સંપન્ન રેવતી નામની ગાથાપત્ની-ધનાઢ્ય નારી વસે છે. રા.
સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર રત્નથી સુશોભિત સાધુ સાધ્વીની ભક્તિ કરનારી, તપ નિયમમાં રત રહેનારી જીવાદિ ભાવને - પદાર્થને વિસ્તારથી જાણનારી, ઘણુ શું ? દેવો પણ ધર્મથી જેને ચલાવી શકે એમ નથી, ક્ષાયિક સમ્યકત્વ ધારનારી, મુનિઓને પણ પ્રશંસનીય /૪
જે આવતી ચોવીશીમાં દેવોના ઈંદ્રોથી નમાયેલા ચરણકમળવાળા શતકીર્તિનામે દશમા તીર્થંકર થઈને મોક્ષ જવાના. એપી
હવે એક દિવસ ક્યારેક જિનેશ્વરની ઋદ્ધિથી દેદીપ્યમાન ગામનગરમાં વિચરતા વીરજિનેન્દ્ર આવ્યા. તેણી
સાલકોષ્ટક નામના ઉદ્યાનમાં રચાયેલ સમવસરણમાં, દેવ મનુષ્ય અસુરની સભામાં ધર્મકથા દેશના કરે છે. શા.
- હવે એક દિવસ જિનેશ્વર વીરના શરીરમાં લોહી યુક્ત અતિસાર રોગ થયો (લોહી ખંડ ઝાડા થયા) અને દાહ પણ, જે સામાન્ય પુરુષ માટે તો સહેવો પણ મુશ્કેલ છે. તા.
તે દેખીને રેવતી શ્રાવિકાએ પોતાના સાંનિધ્યમાં (પાસે) રહેલી વિદ્યાને પૂછીને વીરજિનેશ્વર માટે બે બીજારો રાંધ્યા II.
તે દિવસે સિંહ નામનો ભગવાનનો સાધુ ઉદ્યાનની નજીક માલુકાકચ્છની લતાની વાડી પાસે આતાપના લેતો સાંભળે છે કે ગોશાળાના તેજથી વ્યાપ્ત થયેલા= અંગે અંગમાં તેજોલેશ્યા ફેલાઈ ગઈ છે, જે સત્ત-ગોશાલાથી શાપ પામેલા, તે વીરજિનેશ્વર છદ્મસ્થપણે જ કાલ કરશે. ||૧૧|.
તે સાંભળી સિહઅણગાર માલુકા કચ્છમાં-વાટિકામાં જઈને રડવા લાગ્યા. તેથી વીરનાથે બોલાવીને કહ્યું... લતાનિકુંજમાં તું અધૃતિ કરીશ મા, હું સાડા પંદર વરસ કેવલી પર્યાયે વિચરીને મોક્ષે જઈશ. ૧૩
તેથી ભદ્ર ! તું રેવતી ગાથાપત્ની—ધનાઢ્ય ગૃહિણીના ઘેર જા, જે મારા માટે તેણે બીજોરા કર્યા છે, તે મૂકીને જે બીજા કોખાંડિક ફળો છે, ઘણા દિવસના છે જે પોતાના માટે રાંધ્યા છે, તેની પાસે તે માંગીને લાવ. તેથી એમ કહેતા તે સિંહ અણગાર રેવતીના ઘેર પહોંચ્યો, તેને આવતા