________________
મૂળશુદ્ધિ ભાગ-૨ “હે સ્વામિની ! લક્ષ્મણે સમજાવવા છતાં રામ ઘણા જ અપવાદ ભીરુ, આ અસદ્ આગ્રહને મૂકતા નથી. ૯ળી.
હે સ્વામીની ! આ મહાભયંકર જંગલમાં તમારે નથી માતા શરણ, નથી પિતા શરણ, નથી ભાઈ શરણ અને નથી લક્ષ્મણ શરણ. પરંતુ નિશ્ચયથી તમારું મરણ થશે.” I૯૮.
આ વચન સાંભળી જાણે માથા ઉપર વજથી પ્રહાર પામેલી સીતા રથથી ઉતરી મૂર્છાથી વ્યાકુલ શરીરવાળી ભૂમિ ઉપર પડી. ll૯૯
કેમે કરીને સ્વસ્થ થયેલી સીતા સેનાપતિને આમ કહે છે “રામ ક્યાં છે ? અયોધ્યા કેટલી દૂર છે ?' II૧૦૧
હવે કૃતાંતમુખ કહે છે... “હે દેવિ ! કૌશલાપુરી ઘણી દૂર છે, વળી પાછી અતિપ્રચંડ શાસનવાળા રામને તું ક્યાંથી દેખીશ ?' ૧૦૧
છતાંપણ નિર્ભરસ્નેહવાળી બોલે છે “આ મારાં વચનો જઈને સર્વ આદરથી તું રામને કહેજે. // ૧૦૨
જેમકે ન્યાય વિનયથી સંપન્ન, ગંભીર, ચંદ્રના દર્શને સરખા શીતલ સ્વભાવવાળો, ધર્મઅધર્મને જાણનાર, સર્વલીલાઓમાં પાર પામેલ હે સ્વામી ! તમે અભાવિત માણસોના વચન દ્વારા ડરથી દુર્ગછા વગેરેના અતિરેકથી અપુણ્યશાળી મને જંગલમાં છોડી મૂકી’ N૧૦૪ો.
જો કે મહાયશસ્વી તમે મને કર્મના દોષથી છોડી છે, છતાં પણ તે સ્વામી ! જનપરિવાદને તમે ગણતા નહીં (એટલે કે લોકનિંદાને સાચી માની લેતા નહીં.) ૧૦પા
લોક અપવાદના ભયથી ડરેલા તમે જેમ નિર્દોષપણ મને જંગલમાં છોડી તેમ સમકિતને છોડતા નહીં, /૧૦૬lી.
કારણ કે ભવસાગર મેળે બહુ મુશ્કેલીથી આ મળે છે. આ છોડવાથી જીવો નરકમાં પડે છે. ૧૦થી
લાંબો કાળ સાથે વસવાથી દુઃખ-દુષ્ટ આચરણ જે મેં કર્યુ હોય તે સ્વામી ! તે બધું મૃદુસ્વભાવવાળું મન કરીને મને ક્ષમા કરજો . /૧૦૮.
હે સ્વામીનાથ ! તમે વિદ્યમાન હશો તો મરેલી મારું દર્શન નિશ્ચયથી થશે. જો કે સેંકડો અપરાધ થયા છે, તે સર્વને ખમાવજો. ૧૦લા.
તે એ પ્રમાણે બોલીને ખર-કઠણકાંકરાવાળી ભૂમિ ઉપર પડી ગઈ. મૂચ્છથી બીડાયેલ નૈત્રવાળી અતિ દારુણ દુઃખને પામી. ૧૧૦
ભૂમિ ઉપર પડેલી સીતાને દેખી હામ ધૈર્ય ઉત્સાહ વગરનો સેનાપતિ વિચારે છે. આ જંગલમાં કલ્યાણી મુશ્કેલીથી જીવશે. /૧૧
ધિક્કાર હો, લજ્જા અને મર્યાદા વગરનો પાપી હું કેમ મુકાયો, મને કેમ મૂકવામાં આવ્યો હશે) જેથી નિંદિત આચરણ કરનારો - (બીજા જયાં મૂકે ત્યાં જનારો) નોકર થયો. ૧૧રા
આદેશ અપાયેલ, પાપમાં નિરત એવા રાજાના નોકરને અકરણીય નિંદનીય કર્મ જીવલોકમાં કશું નથી. /૧૧all