________________
૧૭૪
મૂળશુદ્ધિ ભાગ-૨ વિનંતી કરીએ. //પદી
રામે પણ જવાબ આપ્યો - તમોને બધાને અભય છે, હે ભદ્ર ! જે કહેવાનું છે તે કહો, એમ રામે કહેતા તેમાંથી વિજય નામનો મહંત વિનંતી કરે છે - હે સ્વામી ! આખી નગરીમાં અનાર્ય કાર્યવાળા (કાર્યને નહીં જાણનારા) બીજાના દોષને પકડવાની તાલાવેલીવાળા લોકો બોલે છે કે “અનુરાગમાં પરવશ એવા રાવણવડે જે ભોગવાઈ તે સીતાને રામ અહીં લાવ્યા. અહીં! આ ખોટું-અજુગતું કર્યું. નીતિમાં કુશલ ઈક્વાકુકુલમાં ઉત્પન્ન થયેલ રામને આ કરવું યોગ્ય નથી'. એ પ્રમાણે બોલનારા લોકોને તે સ્વામી ! દંડ કરો,' એમ કહેતા રામ જાણે એકાએક વજથી તાડન કરાયેલો એમ વિચારવા લાગ્યો. ૬ ના
અહહ ! કેવી રીતે એઓએ અતિ નિષ્ઠુર આ કાર્યની વિનંતી કરી કે જે સીતાનો અપવાદનિંદા વિચારવી પણ દુસ્સહ છે. IPદરા
ચંદ્રનાકિરણ સમાન નિર્મલ એવા મારા આખાયે ઈશ્વાકુકુલરાજવંશને મહિલાના અપવાદથી મલિન કરાયો. અને એમ પણ સંભવી શકે છે, રાક્ષસ ઇંદ્રવડે દરરોજ અનુનય – વિનંતી કરાતી કુસુમઉદ્યાનમાં રહેલી સીતાએ કદાચ વચન માની પણ લીધું હોય. તેથી આને અપજશના ભયથી ડરેલો હું શૂન્ય અરણ્યમાં છોડી મૂકું, અન્યથા પ્રજાના ચિત્તને ટાઢક નહીં વળે. દિપા એમ વિચારી લક્ષ્મણને બોલાવે છે, તે પણ જલ્દી આવ્યો. રામે કહ્યું “હે લક્ષ્મણ ! મારી વાત સાંભળ |૬૬ll દુર્વિસહ સીતાવિશે અપવાદના (નિંદા) આજે નગરજનોવડે વિનંતી કરાઈ – કહેવાઈ તે સાંભળી રોષે ભરાયેલ લક્ષ્મણ કહે છે... “કદાચ મેરુ ચલાયમાન થાય, સૂરજ પશ્ચિમમાં ઉગી જાય, પરંતુ સીતા મહાસતીનું ચિત્ત પ્રલયમાં પણ ચલાયમાન ન થાય //૬૮૫
જે વળી ખોટું બોલનારા પરવ્યસની આ જે નિર્દયલોકો છે, તે બધાની આજે જ જીભ કાપી નિરુત્તર કરી નાંખુ.” I૬૯ દંડકરવા માટે ઉદ્યત થયેલા તેને જાણી લક્ષ્મણને સુમધુર વચનો દ્વારા સમજાવીને હવે પછી રામ એમ કહે છે “હે વત્સ ! કુલઅપવાદથી ઘણો ડરેલો હું સીતાને છોડી દઉં છું'. લક્ષ્મણે કહ્યું - “હે પ્રભુ ! તમારે આ યુક્ત નથી. વિચાર્યા વિના એકાએક દુર્જનોના વચનથી શીલવતી સમસ્તગુણથી સંપન્ન મહાસતી સીતાને તમે ત્યજો છો તે યુક્ત નથી”. Iકરો.
રામે કહ્યું “આનાથી વધારે તારે કશું બોલવાનું નહિ', એમ કહેતા લક્ષ્મણ દુઃખી મનવાળો પોતાને ઘેર ગયો. / ૭૩
રામે પણ સેનાધિપતિ કૃતાંતવદનને જલ્દીથી બોલાવ્યો. કવચ બાંધી તૈયાર થયેલો તે પણ શ્રેષ્ઠ રથમાં ચઢીને ચાલ્યો. I૭૪ો
તેને દેખી લોકો બોલે છે કોઈનો મોટો અપરાધ થયો લાગે છે, તે સેનાની પણ રામને વિનંતી કરે છે તે સ્વામી ! “મને આજ્ઞા ફરમાવો //પા.
“જિનચંદનના બહાનાથી સીતાને મોટા જંગલમાં મૂકી જલ્દી પાછા ફરવું” આ મારી તમને આજ્ઞા છે. II૭૬ll
હે સ્વામી ! જેવી આજ્ઞા, એમ કહી સતા પાસે જાય છે, કહે છે “હે સ્વામિની ! ઊભા