________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા
૧૭૩ તેથી વિદ્યાના બળથી તેઓના સંકેતને જાણી એકાએક મોટો સિંહનાદ મૂકે છે, તે સાંભળી રાઘવ-રામ જાય છે. ૩૯
રાક્ષસપતિ પણ સીતાને હરીને જાય છે. તે આંતરામાં લક્ષ્મણ રામને કહે છે “તું કેમ આવ્યો? //૪
તારા મૂકેલા સિંહનાદને સાંભળી આવ્યો છું,” રામે એમ કહેતા લક્ષ્મણ કહે છે “મેં સિંહનાદ મૂક્યો નથી. II૪૧.
સીતાનું અપહરણ કરવા ખરેખર કોઈએ કરેલો હોવો જોઈ. તેથી હે રામ ! જલ્દી જા, સીતાનું રક્ષણ કર, ૪રા
તમારા ચરણ પ્રભાવથી મેં આ શત્રુ મારી નાંખ્યો છે. તેથી આ સૈન્યને લઈને હું તારી પાસે આવું છું.' ૪૩
આ બાજુ એ પ્રમાણે લંકાધિપતિએ સીતા હરી, રામે પણ છ મહીના યુદ્ધ કરી લંકાધિપતિને હણીને ત્યાર પછી સીતાને લાવી, પોતાને ઘેર આવ્યા.
ભરતાઈને સાધ્યું, લક્ષ્મણકુમાર હવે આઠમા વાસુદેવ થયા. ૪પા
પદ્મપણ બલભદ્ર થયો. અયોધ્યાનગરીમાં આવ્યા. મહંત સામંતો જેઓને નમી રહ્યા છે એવા તેઓ અતુલ રાજયને કરે છે, ૪૬.
હવે એકવાર સીતા પોતાના ભરતાર સાથે રહેલી વિષયસુખને ભોગવતી ગર્ભવતી થઈ. ||૪૭ી.
ત્યારપછી બે માસ જતા ગર્ભના પ્રભાવથી દોહલો પેદા થયો કે જિનાલયોને વાંદુ. તે જાણીને રામે નગરોમાં જિનાલયોમાં સમસ્ત ઋદ્ધિની શોભાથી સંયુક્ત અષ્ટાનિકા મહોત્સવનો આદેશ કર્યો. ૪૯
હે પ્રિયે ! જિનેશ્વરોને વાંદો. એમ કહેતા સીતાની રોમરાજી વિકસિત થઈ ગઈ ભક્તિના ભારથી ભરેલા અંગવાળી નગરીના જિનબિંબોને વાંદે છે. પછી
અને ફરી રામે કહ્યું “હે સુંદરી ! બાકીના ધરણિતલ ઉપરના કૃત્રિમ અકૃત્રિમ જિનેશ્વરોના ભવનોને (બિંબોને) વંદાવીશ.” પલા
એ પ્રમાણે વિશ્વસ્ત થયેલી સીતાનો દોહલો પૂરો થયો.
અને આ બાજુ રામ પાસે આવીને પ્રતિહારી કહે છે કે હે દેવ ! નગરના તમામ મહાજનોથી પરિવરેલા મોટા બુઝર્ગ માણસો-વડવાઓ દ્વારદેશ ઉપર તમારા દર્શન માટે ઉત્સુક બનીને ઊભા છે. //પ૩.
રામે કહ્યું જલ્દી પ્રવેશ કરાવો. ત્યારે પ્રતિહારિણીએ બધાને કહ્યું: “અંદર જાઓ', તેઓ પણ રામ પાસે આવ્યા. //પ૪ો.
દર્શન સંબંધી ઉપચારથી પૂર્ણ -મુક્ત થયે છતે રામે કહ્યું: “બોલો, શું કામ છે ? ભયથી કાંપતા હૃદયવાળા તેઓ પણ એ પ્રમાણે બોલે છે... “હે સ્વામી ! ભયના મારેલા અમારા મોઢામાંથી વાણી બહાર નીકળતી નથી, અભયદાનથી પ્રસાદ - મહેરબાની કરો, જેથી ભયમુક્ત બનેલા અમે