________________
મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા
૧૬૯ જે તમને મનગમતું તે પૂર્ણ થતું ન હોય તે કહો. એમ કહેતા દેવકી કહે છે. “હે પુત્ર ! તું દીર્ધાયુ થા, તે નથી જે મારું કાર્ય તારા પ્રભાવથી સિદ્ધ ન થાય ||૧૬૭ી.
પરંતુ મેં તમારી બાળચેષ્ટાઓ અનુભવી નથી તેથી મનમાં સંતાપ થાય છે. એમ સાંભળી રાજા કહે છે'. હે અમ્મા ! ખેદ છોડી દે, તે પ્રમાણે કરીશ કે મારે નાનો ભાઈ થશે. એમ બોલીને પોતાના સ્થાને જાય છે. ૧૬૯ો.
ત્યારપછી અવસરે કૃષ્ણ પૌષધશાળામાં હરિણિગમેષીને મનમાં ધારી અઢમભક્ત ગ્રહણ કરે છે. ૧૭૦માં
મણિ સુવર્ણ મૂકી, માલા વિલેપન ત્યજી ત્યાં ઘાસના સંથાર ઉપર બેઠેલો અઢમ પૂર્ણ થયો ત્યાં સુધી રહ્યો . તેથી આસન ચલાયમાન થતાં ઈંદ્રનો સેનાપતિ આવ્યો, હે મહાયશ! કાર્ય ફરમાવો, જે કારણે તેં મને યાદ કર્યો છે. ||૧૭૨
ત્યારે વાસુદેવ કહે છે... હે સુરસેનાધિપતિ ! તે પ્રમાણે કરો કે જેથી મારી માતાના મનોરથ પૂરાય. તે કહે છે “હે કૃષ્ણ ! થોડા જ દિવસોમાં તારા માતાના મનોરથની સંપૂર્તિ થશે', કહી દેવ દેવલોકમાં ગયો. ૧૭૪
અનુક્રમે દેવકીને પુત્ર થયો, જે હાથીના તાળવા સરખો અતીવ સુકુમાલ, સર્વજનને આનંદનો હેતુભૂત હતો તેથી મા-બાપે “ગજસુકુમાલ” એમ તેનું નામ કર્યું, માતાના મનોરથ પૂર્ણ થએ છતે, હવે તે યૌવનને પામ્યો ./૧૭૬l.
| ઉત્કૃષ્ટરૂપ લાવણ્ય વર્ણકલા કૌશલ્ય વગેરેથી સંપન્ન વાસુદેવને પ્રાણથી પણ વધારે પ્રિય થયો હતો ૧૭૭ી.
ક્રમે યૌવનને પ્રાપ્ત થયેલો જાણીને કૃષ્ણ માતાની અનુમતિથી પ્રધાન રૂપવાળી રાજકુંવરીઓ (તેનામાટે) વરી. ૧૭૮
સોમશર્માની પુત્રી રૂપયૌવનગુણવાળી ક્ષત્રિય કન્યા હતી, તે સૌમ્યમુખવાળીને પણ વરી. ૧૭૯ો.
જ્યારે હર્ષમાં આવેલો કૃષ્ણ નાનાભાઈના વિવાહ મંગલની વિચારણા કરે છે. ત્યારે ભગવાન જિનેશ્વર વિચરતા દ્વારિકામાં પધાર્યા. ૧૮૦
જિનેશ્વરનું આગમન સાંભળી બધા વિવિધ જાતના વાહનમાં ઘરથી વાંદવા નિમિત્તે ભક્તિથી નિકળ્યા ||૧૮૧
તે નગરી કોલાહલ-શોરબકોરવાળી દેખીને ગજસુકમાલ પૂછે છે “હે કંચુકી ! નગરીમાં આજે આ શું ચાલી રહ્યું છે ?? ||૧૮૨ા.
તે કહે છે “હે કુમાર ! ત્રણેલોકમાં પ્રસિદ્ધ યદુકુલ ગગનતલમાં ચંદ્ર સમાન સમુદ્રવિજયના પુત્રને તેં જાણ્યો નહી ? ૧૮૩ી.
ઉત્પન્નદિવ્યજ્ઞાનવાળો, સુરેન્દ્રઅસુરેન્દ્રથી વંદાયેલ ચરણવાળો, અનુપમ ઋદ્ધિથી દેદીપ્યમાન ભગવાન નેમિનાથ પધાર્યા છે. ૧૮૪ો.
અહીં જ રમણીય ગિરનાર પર્વત ઉપર સમોસર્યા છે, તેમને વાંદવા હેતુ હે કુમાર ! આ હરિ પ્રમુખો જઈ રહ્યા છે'. ૧૮પા.