________________
૧૭૦
મૂળશુદ્ધિ ભાગ-૨
તે સાંભળી કુમાર પણ વિકસિત રોમરાજીવાળો શ્રેષ્ઠ રથ ઉપર ચઢી નેમિ જિનેશ્વરને વાંદવા ગયો’ ૧૮દા
ભક્તિથી જિનવરને વાંદી તેમની પાસે બેઠો, જિનેશ્વરના મુખ ઉપર નેત્ર મૂકી એક મને તેમના વચનો સાંભળે છે. ૧૮થી
ભગવાન યોજનગામિની વાણીથી ધર્મદેશના કહે છે, તે સાંભળી બોધ પામેલો કુમાર એ પ્રમાણે કહે છે - “હે ભગવાન ! મા-બાપને પૂછીને તમારી પાસે દીક્ષા લઈશ', એમ કહી ઘેર જાય છે. મહામુસીબતે મા-બાપથી રજા મેળવી જિનેશ્વર પાસે ઠાઠમાઠથી તે કુમાર દીક્ષા લે છે. /૧૯ી .
કૃષ્ણ વગેરે નૂતનમુનિને વાંદીને પોતાના ઘેર ગયા, સંધ્યા ટાણે ગજસુકુમાલ જિનેશ્વરને પૂછે છે કે “હે ભગવન ! રાત્રે શ્મશાનમાં કાઉસગ્ગ રહું ?” તે મુનિને વિશેષ ગુણ-લાભ થવાનો છે” એમ જાણીને ભગવાન અનુજ્ઞા આપે છે. ૧૯રા
જેટલામાં તે મહાસત્ત્વશાળીએ સંધ્યા સમયે કાઉસગ્ગ આરંભ્યો, ત્યારે સોમિલે તેમને દેખ્યા, અને દેખીને તે પાપી એમ વિચારે છે આણે મારી નિર્દોષ દીકરીને હેરાન કરીને છોડી મૂકી, તેથી અત્યારે બરાબર વેર વાળવાનો અવસર મળ્યો છે. ૧૯૪l.
એમ વિચારી તેના માથે માટીની પાળ બાંધી બળબળતા અંગારા ચિતામાંથી લાવીને નાંખે છે. એમ કરીને પાપી જલ્દી નગરમાં પ્રવેશ કરે છે, મુનિને પણ ચિત્તમાં આવા પરિણામ થયા. હા ! હા ! આ કોઈક જીવને દુર્ગતિમાં પડવાના કારણભૂત જે અકાર્ય છે, તેનો હું નિમિત્ત બન્યો. એમ વિચારતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, સાથો સાથ આયુ ક્ષય થવાથી મોક્ષ પામ્યા. ૧૯૮
કૃષ્ણ પણ બીજા દિવસે જિનેશ્વરને વાંદીને પૂછે છે “હે ભગવન ! ગજસાધુ ક્યાં છે ? ભગવાન પણ બોલે છે કે “સિદ્ધિપુરિમાં ૧૯૯ો.
કૃષ્ણ પણ કહે છે કેવી રીતે જલ્દી સિદ્ધ થઈ ગયા? પરમાર્થને કહો', ભગવાન પણ કહે છે હે નરવર ! મરણાંત ઉપસર્ગ સહન કર્યો માટે,૨૦૦
કૃષ્ણ પણ કહે છે “હે ભગવાન ! મારા નાનાભાઈ અને તમારા શિષ્યને આવા પ્રકારનો ઉપસર્ગ કોણે જીવનથી નિર્દય પામેલાએ કર્યો ?” /૨૦૧૫
- ભગવાનું પણ કહે છે “નગરીના દ્વારે પ્રવેશ કરતા તમને દેખી જેના માથાંના સાત ટુકડા થશે તેને જાણજો , હવે ભગવાનને વાંદી કૃષ્ણ જેટલામાં નગરીમાં પ્રવેશ કરે છે, તેટલામાં તે પાપી વિચારે છે અહો ! મેં અકાર્ય કર્યું કૃષ્ણનો નાનોભાઈ હણ્યો, તે જિનેશ્વર પાસેથી જાણી (કૃષ્ણ) મને કેવી રીતે મારશે ? તે જણાતું નથી. તેથી નાશી જાઉં, ૨૦૪
એમ વિચારી જેટલામાં તે નીકળે છે તેટલામાં નગર દ્વારે એકાએક કૃષ્ણ તેને સામે આવ્યો. /૨૦પા
. હવે તેના ભયથી માથાના સાત ટુકડા થઈ ગયા. કૃષ્ણ પણ કાળા બળદ દ્વારા નગરીમાં ભમાડ્યો. /૨૦૬ો.
એમ દેવકીનું ચરિત્ર સંક્ષેપથી મેં કહ્યું. વળી વિસ્તારથી બધું વસુદેવહિંડીથી જાણો. ૨૦૭